________________
લઈ જાય છે. તે એક શબ્દમાં સંબોધિ કહેવાય છે. બોધિના ત્રણ પ્રકાર છે : જ્ઞાનબોધિ, દર્શનબોધિ, ચારિત્રબોધિ.
ત્રણ પ્રકારના બુદ્ધ હોય છે : જ્ઞાનબુદ્ધ, દર્શનબુદ્ધ, ચારિત્રબુદ્ધ.
જૈન દર્શનનો એવો અભિમત છે કે આપણે માત્ર જ્ઞાન થકી આત્મમુક્તિ પામી શકતા નથી, માત્ર દર્શન અને માત્ર ચારિત્ર થકી પણ તેને પામી શકતા નથી. તેની પ્રાપ્તિ આ ત્રણેયના સમવાય થકી એટલે કે અવિકલ સંબોધિ દ્વારા જ થઈ શકે છે. જૈન ધર્મ વસ્તુતઃ પ્રાચીન ધર્મ છે. તેના બાવીસ તીર્થંકરો પ્રાગૈતિહાસિક કાળમાં થયા છે. પાર્શ્વ અને મહાવીર ઐતિહાસિક વ્યક્તિ છે. જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો આ પ્રમાણે છે
-
૧. આત્મા છે.
૨. તેનો પુનર્જન્મ થાય છે. ૩, તે કર્મનો કર્તા છે.
૪. તે કૃતકર્મનાં ફળનો ભોક્તા છે. ૫. બંધન છે અને તેનાં કારણો છે.
૬. મોક્ષ છે અને તેનાં કારણો છે.
જૈન દર્શન અનુસાર મુક્ત જીવ જ પરમાત્મા હોય છે. આ સિદ્ધાંત મુજબ પ્રત્યેક આત્મામાં પરમાત્મા બનવાની ક્ષમતા છે. કાળ, સ્વભાવ, પુરુષાર્થ વગેરેનો ઉચિત યોગ મળે તો આત્મા પરમાત્મા બની જાય છે, બંધનથી મુક્ત થઈને પોતાના વિશુદ્ધ રૂપમાં તે પ્રગટ થઈ જાય છે, જૈન દર્શન આદિથી અંત સુધી આધ્યાત્મિક દર્શન છે. તેનું સમગ્ર ચિત્ર આત્મકર્તૃત્વની રેખાઓથી નિર્મિત છે.
ઈશ્વર-કર્તૃત્વની અપેક્ષાએ આત્માકર્તૃત્વ સાથે આપણો નિકટનો સંબંધ છે. આપણે પોતાના કર્તૃત્વને ઇષ્ટ દિશા તરફ
સંબોધિ ૧૨
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org