________________
આશીર્વચન
Jain Education International
પ્ર|ગૈતિહાસિક કાળની ઘટના છે. જૈન
ધર્મના આદિ તીર્થંકર ભગવાન ઋષભ આ ધરતી ઉપર હતા. એક દિવસ તેમના અઠ્ઠાણુ પુત્રો ભેગા મળીને આવ્યા. તેમણે ભગવાનને વિનંતી કરી, ‘ભરતે અમારા સૌનાં રાજય છીનવી લીધાં છે. અમે અમારું રાજ્ય પાછું મેળવવાની આશાથી આપના શરણમાં આવ્યા છીએ.’
ભગવાને કહ્યું, ‘હું તમને એ રાજ્ય તો પાછું અપાવી શકતો નથી, પરંતુ એવું રાજય આપી શકું છું કે જેને કોઈ છીનવી ન શકે.’
પુત્રોએ પૂછ્યું, ‘તે રાજય કયું છે ?’
ભગવાને કહ્યું, ‘તે રાજય છે- આત્માની ઉપલબ્ધિ.
પુત્રોએ પૂછ્યું, ‘તે શી રીતે મળી શકે ?’ ભગવાને કહ્યું,
‘સંબુગ્ઝહ કિં ન બુઝ્રહ,
સંબોહિ ખલુ પેચ્ચ દુલ્લહા ।
નો હ વણમંતિ રાઇઓ,
ણો સુલભં પુણરાવિ જીવિ.સંબોધિ પ્રાપ્ત કરો. તમે સંબોધિ શા માટે પ્રાપ્ત નથી કરતા ? વીતી ગયેલી રાત પાછી મળતી નથી. આ મનષ્યભવ પણ વારંવાર સુલભ નથી.’
આમ જૈન ધર્મની સાથે સંબોધિનો પ્રાગૈતિહાસિક સંબંધ છે. સંબોધિ શું છે ? તે છે આત્મમુક્તિનો માર્ગ, એ તમામ માર્ગ કે જે આપણને આત્માની સંપૂર્ણ સ્વાધીનતા તરફ
સંબોધિ ર ૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org