________________
४४. यो जीवानपि विजानाति, वेत्त्यजीवानपि ध्रुवम् ।
जीवाऽजीवान् विजानन् सः, सम्यग् ज्ञास्यति संयमम् ।। જે જીવને જાણે છે, અજીવને પણ જાણે છે, તે જીવ-અજીવબંનેને જાણનાર સંયમને સમ્યક્ રીતે જાણી લે છે. (૪૪)
४५. यदा जीवानजीवांश्च, द्वावप्येतौ विबुध्यते ।
तदा गतिं बहुविधां, जानाति सर्वदेहिनाम् ।। જે જીવ અને અજીવ બંનેને જાણે છે તે જીવોની વિવિધ પ્રકારની ગતિઓને જાણે છે. (૪૫)
४६. यदा गतिं बहुविधां, जानाति सर्वदेहिनाम् ।
पुण्यपापे बन्धमोक्षौ, तदा जानाति तत्त्वतः ।। જ્યારે માણસ જીવોની બહુવિધ ગતિઓને જાણી લે છે ત્યારે તે તત્ત્વતઃ પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને પણ જાણી લે છે. (૪૬)
૪૭. પુષપાને વંધમાક્ષી, યા નાનાતિ તવંતિઃ |
तदा विरज्यते भोगाद्, दिव्यात् मानुषकात् यथा ।। જ્યારે માણસ પુણ્ય, પાપ, બંઘ અને મોક્ષને જાણી લે છે, ત્યારે માણસો અને દેવોના જે કોઈ ભોગ છે, તેનાથી વિરક્ત થઈ જાય છે. (૪૭)
૪૮. ચા વિચતે મોત, વિચાતુ માનુષત્વ તથા !
तदा त्यजति संयोग, बाह्यमाभ्यन्तरं द्विधा ।। જ્યારે માણસ દેવિક અને માનષિક ભોગોથી વિરક્ત થઈ જાય છે ત્યારે તે બાહ્ય અને આત્યંતર-બંને પ્રકારના સંયોગોને ત્યાગી દે છે. (૪૮)
४९. यदा त्यजति संयोग, बाह्यमाभ्यन्तरं द्विधा ।
तदा मुनिपदं प्राप्य, धर्म स्पृशति संवरम् ।। જ્યારે માણસ બાહ્ય અને આત્યંતર-બંને પ્રકારના સંયોગોને ત્યાગી દે છે, ત્યારે તે મુનિપદને પામીને સંવરધર્મને સ્પર્શે છે. (૪૯)
સંબોધિ ૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org