________________
५०. यदा मुनिपदं प्राप्य, धर्मं स्पृशति संवरम् ।
तदा धूतं कर्मरजः, भवत्यबोधिना कृतम् ।। જ્યારે માણસ મુનિપદને પામીને સંવરધર્મને સ્પર્શે છે ત્યારે તે અબોધિ દ્વારા સંચિત કર્મરજને પ્રકંપિત કરી દે છે. (૫૦)
५१. यदा धूतं कर्मरजः, भवत्यबोधिना कृतम् ।
तदा सर्वत्रगं ज्ञानं, दर्शनं चाऽभिगच्छति ।। જ્યારે માણસ અબોધિ દ્વારા સંચિત કર્મરજને પ્રકંપિત કરી દે છે ત્યારે તે સર્વત્રગામી જ્ઞાન અને દર્શન- કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરી લે છે. (૫૧)
૧૨. ચલ સર્વત્ર જ્ઞાન, સનં વોમિતિ |
તવા તોમતોવખ્ય, નિની નાનીતિ વતી II જ્યારે માણસ સર્વત્રગામી જ્ઞાન અને દર્શન-કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરી લે છે ત્યારે તે જિન અને કેવલી બનીને લોક-અલોકને જાણી લે છે. (૫૨)
५३. यदा लोकमलोकं च, जिनो जानाति केवली ।
आयुषोऽन्ते निरुन्धानः, योगान् कृत्वा रजः क्षयम् ।। ५४. अनन्तामचलां पुण्यां, सिद्धिं गच्छति नीरजाः । तदा लोकमस्तकस्थः, सिद्धो भवति शाश्वतः ।।
(યુએમ) કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થવાથી જિન અથવા કેવલી લોક અને અલોકને જાણી લે છે. તે આયુષ્યને અંતે મન, વચન અને કાય ત્રણેય યોગોનો વિરોધ કરીને કર્મરજને સર્વથા ક્ષીણ કરી અનંત, અચળ ક્ષૌર કલ્યાણકારી સિદ્ધગતિને પ્રાપ્ત કરીને, શાશ્વત સિદ્ધ થઈને લોકના અગ્રભાગમાં અવસ્થિત થઈ જાય છે. (પ૩, ૧૪)
५५. . अभूवंश्च भविष्यन्ति, सुव्रता धर्मचारिणः ।
एतान् गुणानुदाहुस्ते, साधकाय शिवङ्करान् ।। જે સુવ્રત અને ધાર્મિક થયા છે અને થશે, તેમણે સાધક માટે કલ્યાણ કરનારા આ જ ગુણોનું નિરૂપણ કર્યું છે. (૫૫)
સંબોધિ ૧ ૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org