________________
२६. दुर्गतौ प्रपतज्जन्तोर्धारणाद् धर्म उच्यते ।
धर्मेणासौ धृतो ह्यात्मा, स्वरूपमधिगच्छति ।। જે દૂરગતિમાં પડતા જીવોને ધારણ કરે છે તે ધર્મ કહેવાય છે. પોતાના સ્વરૂપને એ જ વ્યક્તિ પામે છે જેનો આત્મા ધર્મ થકી ધૃત હોય છે. (૨૬)
२७. आत्मनः स्वप्रकाशाय, बन्धनस्य विमुक्तये ।
आनन्दाय मया शिष्य ! धर्मप्रवचनं कृतम् ।। હે શિષ્ય મેઘ ! આત્માના પ્રકાશ માટે, બંધનની મુક્તિ માટે અને આનંદ માટે મેં ધર્મનું પ્રવચન કર્યું છે. (૨૭)
૨૮. મામલૈમિ, vii કનૈધૃવમ્ |
प्रमादबहुलो जीवः, संसारमनुवर्तते ।। પ્રમાદી જીવ શુભ-અશુભ ફળવાળાં કર્મોનાં આ બંધનોને કારણે સંસારમાં પર્યટન કરે છે. (૨૮).
२९. शुभाशुभफलान्यत्र, कर्मणां बन्धनानि च ।
छित्वा मोक्षमवाप्नोति, अप्रमत्तो हि संयतिः ।। અપ્રમત્ત મુનિ કર્મોનાં બંધનો અને તેનાં શુભ-અશુભ ફળોનું છેદન કરીને મોક્ષ પામે છે. (૨૯)
३०. एकमासिकपर्यायो, मुनिरात्मगुणे रतः ।
व्यन्तराणां च देवानां, तेजोलेश्यां व्यतिव्रजेत् ।। એક માસનો દીક્ષિત આત્મલીન મુનિ વ્યંતર દેવોનાં સુખોને અતિક્રમી જાય છે, તેમના કરતાં અધિક સુખી બની જાય છે. (૩૦)
३१. द्विमासमुनिपर्याय, आत्मध्यानरतो यतिः ।
भवनवासिदेवानां, तेजोलेश्यां व्यतिव्रजेत् ।। બે માસનો દીક્ષિત મુનિ ભવનપતિ (અસુરવર્જિત) દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૧)
સંબોધિ - ૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org