________________
જે સામાન્યને ગ્રહણ કરે છે, જાણે છે તે સંગ્રહનય કહેવાય છે. જે વિશેષને ગ્રહણ કરે છે, જાણે છે તે વ્યવહારનય કહેવા છે. (૧૫)
१६. उभयग्राहकं ज्ञानं, नैगमो नय इष्यते ।
सामान्यञ्च विशेषश्च, यतो भिन्नो न सर्वथा ।। જે સામાન્ય અને વિશેષ-બંનેને ગ્રહણ કરે છે, જાણે છે તે નૈગમનાય છે. એનું તાત્પર્ય છે–સામાન્ય અને વિશેષ સર્વથા ભિન્ન નથી. (૧૬)
१७. वर्तमानक्षणग्राहि, ऋजुसूत्रं नयो भवेत् ।
શબ્દાશ્રયસ્તુ શબ્દદ્યા, પર્યાયમશ્રિતા: નયા || જે વર્તમાન ક્ષણવર્તી પર્યાયને ગ્રહણ કરે છે, તે ઋજુસૂત્રનય છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત-આ ત્રણેય શબ્દાશ્રયી પર્યાયાર્થિકનાય છે. (૧૭)
१८. पूर्वं निक्षिप्यते वस्तु, तन्नये नाधिगम्यते ।
प्रमाणेनाऽपि वीक्षा स्याद्, सकलादेशमाश्रिता ।। પહેલાં વસ્તુનો નિક્ષેપ-પર્યાયને અનુરૂપ બાહ્ય વિન્યાસ કરવામાં આવે છે. પછી તેને નય દ્વારા જાણવામાં આવે છે. પ્રમાણ દ્વારા થતા વસ્તુના જ્ઞાનને “સકલાદેશ” કહેવામાં આવે છે. (૧૮)
१९. नयदृष्टिरनेकान्तः, स्याद्वादस्तत्प्रयोगकृत् ।
विभज्यवाद इत्येष, सापेक्षो विदुषां मतः । વસ્તુના એક ઘર્મવિશેષને જાણનારી નયષ્ટિનું નામ છેઅનેકાંત. તેનો વચનાત્મક પ્રયોગ સ્યાદ્વાદ, વિભજ્યવાદ અથવા સાપેક્ષવાદ છે. (૧૯)
२०. सदसतोर्विवेकेन, स्थैर्य चित्तस्य जायते । स्थितात्मा स्थापयेदन्यान्, नाऽस्थिरात्माऽपि साक्षरः ।।
સંબોધિ ૧૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org