________________
૨. આધ્યાત્મિવિાસસ્ય, જોટિાયમુવાહૃતમ્ । सम्यक् व्रतमप्रमादः, प्रथमा कोटिरिष्यते ।।
२६. ततश्चौपशमिकी श्रेणिर्वा क्षायिकी भवेत् । उपशान्तः कषायः स्याद्, क्षीणो वा कोटिरग्रिमा ||
આધ્યાત્મિક વિકાસની બે કક્ષાઓ બતાવવામાં આવી છે. પહેલી કક્ષામાં ત્રણ તત્ત્વ છે- સમ્યક્ત્વ, વ્રત અને અપ્રમાદ.
સમ્યકત્વને ઉપલબ્ધ થનાર ચોથા ગુણસ્થાનનો અધિકારી બની જાય છે. વ્રતને ઉપલબ્ધ થનાર પાંચમા અથવા છઠ્ઠા ગુણસ્થાનનો અધિકારી બની જાય છે. અપ્રમાદ દશાને ઉપલબ્ધ થનાર સાતમા ગુણસ્થાનનો અધિકારી બની જાય છે.
સાતમા ગુણસ્થાનની આગળ બે શ્રેણીઓ છે- વિકાસના બે માર્ગ છે. એક છે ઔપશમિક શ્રેણી અને બીજી છે ક્ષપક શ્રેણી. જે કષાયોનું ઉપશમન કરતાં કરતાં આગળ વધે છે તેની શ્રેણી ઔપશમિક હોય છે. જે કષાયોને ક્ષીણ કરતો કરતો આગળ વધે છે તેની શ્રેણી ક્ષાયિક હોય છે. (૨૫, ૨૬)
Jain Education International
(યુગ્મમ્)
૨૭. અમનોજ્ઞસમુત્પાવ, ટુલ્લું મત àહિનામ્ । समुत्पादमजनाना, न हि जानन्ति संवरम् ।।
અમનોજ્ઞ સ્થિતિનું સમુત્પાદ/ઉત્પત્તિ દુઃખ છે જે આ સમુત્પાદને નથી જાણતો તે સંવર-દુઃખનિરોધને નથી જાણતો. (૨૭)
૨૮. રામો દ્વેષશ્ય તદ્વેતુઃ, વીતરાગવશા સુસ્રમ્ | रत्नत्रयी च तद्धेतुः, एष योगः समासतः ।।
દુઃખનાં કારણ છે- રાગ અને દ્વેષ. વીતરાગદશા સુખ છે અને તેનું કારણ છે- રત્નત્રયી : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યશ્ચારિત્ર. યોગનું મેં આ સંક્ષિપ્ત નિરૂપણ કર્યું છે. (૨૮)
૧. સમ્યક્ત્વ.
સંબોધિ ૧૩૨
For Private & Personal Use Only
www.jainelibrary.org