________________
मेघः प्राह २९. भद्रं भद्रं तीर्थनाथ ! तीर्थे नीतोऽस्म्यहं त्वया ।
भावितात्मा स्थितात्मा च, त्वया जातोऽस्मि सम्प्रति ।। મેઘ બોલ્યો, હે તીર્થનાથ ! સારું થયું, ઘણું સારું થયું. આપના પ્રસાદથી હું તીર્થમાં આવી ગયો છું અને આપના અનુગ્રહથી હવે હું ભાવિતાત્મા તથા સ્થિતાત્મા બની ગયો છું. (૨૯)
३०. नष्टो मोहो गतं क्लैव्यं, शुद्धा बुद्धिः स्थिरं मनः ।
पुनर्मोनं तवाभ्यणे, स्वीचिकीर्षामि साम्प्रतम् ।। હવે મારો મોહ નાશ પામ્યો છે, ક્લેવ્ય ચાલ્યું ગયું છે, બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ છે અને મન સ્થિર થઈ ગયું છે. હવે હું ફરીથી આપની પાસે શ્રમણ્ય સ્વીકારવા ઇચ્છું છું. (૩૦)
३१. प्रायश्चित्तञ्च वाञ्छामि, पूर्वमालिन्यशुद्धये ।
चेतःसमाधये भूयः, कामये धर्मदेशनाम् ।। પહેલાં જે મારા મનમાં કલુષભાવ આવ્યો, તેની શુદ્ધિ માટે હું પ્રાયશ્ચિત્ત કરવા ઇચ્છું છું અને ચિત્તની સમાધિ માટે આપની પાસે ફરીથી ધર્મદશના સાંભળવા ઇચ્છું છું. (૩૧)
સંબોધિ ૨ ૧૩૩ ? For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org