________________
તીર્થંકરની પપાસનાની અપેક્ષાએ તેમની આજ્ઞાનું પાલન કરવું વિશિષ્ટ છે. આજ્ઞાની આરાધના કરનાર મુક્તિ પામે છે અને તેનાથી વિપરીત માર્ગે ચાલનાર સંસારમાં ભટકી જાય છે. (૫)
अपरा तीर्थकृत् सेवा, तदाज्ञापालनं परम् । आज्ञाराद्धा विराद्धा च, शिवाय च भवाय य ।।
૬.
आज्ञायाः परमं तत्त्वं, रागद्वेषविवर्जनम् । एताभ्यामेव संसारो, मोक्षस्तन्मुक्तिरेव च ।।
આજ્ઞાનું પરમ તત્ત્વ છે- રાગ અને દ્વેષનો ત્યાગ. આ રાગદ્વેષ એ જ સંસાર કે બંધનનું કારણ છે અને તેનાથી મુક્ત થવું એ જ મોક્ષ છે. (૬)
૭.
Jain Education International
आराधको जिनाज्ञायाः, संसारं तरति ध्रुवम् । तस्या विराधको भूत्वा भवाम्भोधौ निमज्जति ।।
વીતરાગની આજ્ઞાની આરાધના કરનાર વ્યક્તિ ચોક્કસ રૂપે ભવસાગર તરી જાય છે અને તેની વિરાધના કરનાર વ્યક્તિ ભવસાગરમાં ડૂબી જાય છે. (૭)
૮.
आज्ञाया यश्च श्रद्धालुः, मेधावी स इहोच्यते । असंयमो जिनानाज्ञा, जिनाज्ञा संयमो ध्रुवम् ।।
જે વ્યક્તિ આજ્ઞા પ્રત્યે શ્રદ્ધાવાન છે, તે મેધાવી છે. અસંયમની પ્રવૃત્તિમાં વીતરાગની આજ્ઞા નથી. જ્યાં સંયમ છે ત્યાં જ વીતરાગની આજ્ઞા છે. (૮)
संयमे जीवनं श्रेयः, संयमे मृत्युरुत्तमः । जीवनं मरणं मुक्त्यै, नैव स्यातामसंयमे ।।
સંયમમય જીવન અને સંયમમય મૃત્યુ શ્રેય છે. અસંયમમય જીવન અને અસંયમમય મૃત્યુ મુક્તિનું કારણ બનતું નથી. (૯)
१०. हिंसाऽनृतं तथा स्तेयाऽब्रह्मचर्यपरिग्रहाः । ध्रुवं प्रवृत्तिरेतेषां असंयम इहोच्यते ।।
9
સંબોધિ ર ૧૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org