SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ कस्तुतिनिविभक्तिजडत्वपूक्त गुम्फै गिरामिति गिरामधि देवता सा । बालोऽनुकम्प्य इति रोपयतु प्रसाद"स्मेरां दृशं मयि जिनप्रभसूरिवर्ण्य इति श्रीजिनप्रभसूरिविरचित शारदास्तोत्रं सम्पूर्णम् ॥ ॥શાવસંત. ૧૩ ભાષાન્તર હૈ વાણી દૈવતા ! ભકતજનોની માતા ! પોતાની શક્તિરૂપી કલાઓથી પવિત્ર છો, શ્વેત દેહવાળી છો (અને) કલા (તેજ) રૂપી વાજથી કલેશને દૂર કરનારી આપ મારા બોધને વિશુદ્ધ કરો. આપ સંખ્યાજ્ઞાનમાં પ્રવીણ છો, સ્મરણકરવામાત્રથી નમન કરનારાઓના કલેશને હણવાને માટે શસ્ત્રધારી આપ ખોળામાં ઉત્તમ વીંણાવાળી, કલહંસની પાંખ ઉપર બિરાજમાન થયેલી ૨ સરસ્વતી (દેવી) અમારા સંશયને હંમેશને માટે દૂર કરો. વિકસિત થયેલા ચમેલીના કુલની સમાન ઉજ્જવળ અને પોતાની પ્રભાથી સ્વયંપ્રકાશિત એવી બ્રાહ્મીદેવી (શાસ્ત્રોના) ઉચ્ચધ્વનિના સ્વર વડે, વાદળાઓના બાડાને જીતનારી અને (પોતાના) પ્રકાશથી વીજળીના તેજને જીતનારી જય પામી. ૩ પ્રકાશમાન ચંદ્રના કિરણ સમાન ઉજ્જવળ એવી મોતીની અક્ષમાળા આપના હાથમાં શોભી રહી છે. યોગીજનોની આંખોની પંક્તિઓ માટે દેદીપ્યમાન ચંદ્રિકાસમાન છો. જેને જોઈને મુનિઓ પણ હર્ષને પામ્યાં. d હે ભારતીદેવી ! મારા ખૂબ જ વધતા અનેક ભવોના પાપોનો નાશ કરવા માટે અને જ્ઞાન પ્રદાન કરવા માટે આપ યોગ્ય છો. કમળ ઉપર શયન કરનારી (આપ) નમન કરનારાઓના સંસારના પાપોં (પાતક)ને દૂર કરો છો. ૫ હે માતા ! ઉત્કૃષ્ટ પ્રભાવવાળા અનેક પુસ્તકોના અભ્યાસી પુરુષ પડે શોભાયમાન હસ્તવાળી (આપનું) યાન ધરાયું છે. ઉત્તમ પુસ્તક વડે આપ શ્રેષ્ઠ પ્રભાવવાળી છો. (જે) વિદ્યારૂપી અમૃતના પૂરથી દુ:ખોને અત્યંત દૂર કરનારી છો. ૬ ટી. . મરદાં હે માતા ! પવિત્ર એવા મનુષ્ય વડે હર્ષપૂર્વક તને (જે) પ્રણામ કરાય છે. પૃથ્વી ઉપર તેની કીર્તિ અને પ્રતાપ (અત્યંત) ઉન્નત્ત થવાથી દિવ્ય દેવલોકમાં (પણ) સમાતાં નથી. ७ Jain Education International २५ જે મનુષ્ય સમયસર તારા ચરણકમલને પૂજે (સેવે) છે. તે (પોતાના) પ્રકાશથી અલ્પમાનવાળાને સૂર્યરૂપ કરે છે. અને તે વિદ્વાનોની ગોષ્ઠીમાં પ્રવેશ કરીને પોતાની ઇચ્છાથી સૂર્ય જેવા તેજસ્વીને પણ અલ્પમાનવાળા કરે છે. ८ હે માતા ! (આપની) પ્રશંસાઓ દ્વારા મનુષ્ય આપના ચરણ પસાયથી, ચિત્રમાં સુંદર આલેખાયેલા ઉંચા પહેરવેશ અને સન્માનવાળો હોય એવા રૂપ-સંપત્તિના તેજથી પ્રસન્ન એવો રાજા થઈ જાય છે. G હૈ ચંદ્રની સમાન કાંતિવાળી ! મનુષ્ય કેતવસ્ત્રધારી, પ્રિયદર્શનવાળી તારી મૂર્તિની આરાધના કરીને નીતિશાસ્ત્રમાં અગ્રણી અને દોષરૂપી અંધકારમાં સૂર્યરૂપ ઉત્તમ એવો રાજા થાય ૧૦ છે. નમન કરાયેલા જે મસ્તકે પૂજિત એવી આપનું સર્વતીર્થના જલવડે અનુષ્ઠાન કર્યું છે. તે રાજસભા જીતનાર મસ્તકે માનપૂર્વક પોતાની બુદ્ધિથી મિથ્યાવાદીઓને કચડી નાખ્યાં છે. ११ નીરસ અને કલહકારી પંક્તિરૂપ પંડિતોના મુખને પોતાની પ્રીતિપૂર્વક ચપળદૃષ્ટિથી જ શમાવતી (બંધ કરી દેતી) એવી સર્વજ્ઞ ભગવંતના સુંદરમુખ રૂપી કમળના અંતર્ભાગમાં વસનારી પ્રસિદ્ધ યશવાળી ભૂતદેવતા અમોને પ્રસન્ન કરો. ૧ ગાઢ ભકિત અને જડતાનો નિરોધ કરનારા વાણીના સમૂહ વડે સંપૂર્ણ સ્તુતિ કરાયેલી જિનપ્રભસૂરિએ વર્ણન કરેલી તે વાણીની દેવતા, આ બાળક દયાને પાત્ર છે'. એમ સમજીને મારા પર પ્રસન્નતાથી વિકસિત એવી દૃષ્ટિને સ્થાપિત કરો. ૧૩ સંપૂર્ણ: 3 अनुवाद हे वाणी देवता ! भक्तजनों की माता ! आप अपनी शक्तिरूपी कलाओं से पवित्र हो। धेतदेहवाली हो (और) कला (तेज) रूपी वज्र से क्लेश को दूर करनेवाली आप मेरे बोध को विशुद्ध करो । १ आप संख्याज्ञान में प्रवीण हो, स्मरणमात्र से नमन करनेवालों के क्लेश को नष्ट करने में शस्त्रधारी आप गोदमें उत्तम वीणाधारी, कलहंस के पंख पर बिराजमान सरस्वती (देवी) सदा हमारे संशय को दूर करें। विकसित चमेली पुष्प जैसी उज्ज्वल और खुद की प्रभा से स्वयं प्रकाशित ऐसी ब्राह्मी देवी (शास्त्रों के) उच्च ध्वनि के स्वर द्वारा बादलों की गडगडाहट को जीतनेवाली और (खुद के प्रकाश से बीजली के तेजको जीतनेवाली आप जय पाओ । ૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy