SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ વર્ણવાળો અને પ્રભાવશાળી થાય છે; તથા વ્યાધિરહિત બનીને, મેઘા, સ્મૃતિ, બલ, રચનચાતુર્ય, હતા અને સત્યસંપન્નતા પ્રાપ્ત કરે છે. ચક્રદત્ત, વૃન્દમાધવ, ભૈષજયરત્નાવલીમાં આ પ્રયોગ આપેલો છે. શતાવરી ચૂર્ણ શતાવરી, ગોરખમુંડી, ગળો, હરિતકર્ણ, (આ ખાખરાનો જ એક ભેદ છે.) ખાખરો અને મુસલી એ બધાને સમભાગે મેળવીને ચૂર્ણ બનાવવું. તેને ઘી સાથે ખાવાથી બુદ્ધિ તથા સ્મરણશક્તિ ખૂબ સુધરે છે. કલ્યાણકાવલેક હળદર, વજ, કુષ્ઠ, પીંપર, સુંઠ, અજમોદ, જેઠીમધ અને સિંધવ સમભાગે લઈને તેનું ચૂર્ણ બનાવવું. તે ઘીની સાથે ચાટવાથી એકવીશ દિવસમાં માણસ શાસ્ત્રને સમજીને ધારણ કરી શકે તેવો બુદ્ધિમાન થાય છે. ચંદ્રપ્રભાવટી ચંદ્રપ્રભા નં.૧ નું સેવન લાંબો વખત કરવાથી તે બુદ્ધિ અને સ્મૃતિને વધારે છે. અશ્વગંધાદિ અવલેહ અશ્વગંધા, અજમોદ, કાળીપાટ, સુંઠ, મરી, લીંડીપીપર, વરીયાળી, શતાવરી અને સિંધવ સમાન ભાગે લેવા. તે બધાના વજનથી આવો જ લઈને ચૂર્ણ બનાવવું. એમાંથી હંમેશા ના તોલાથી ૧ તોલા જેટલું ખાવું. તે પચી જાય ત્યારે દૂધનું ભોજન કરવું. એનાં સેવનથી સ્મૃતિ એક હજાર ગ્રંથ ધારણ કરવા જેટલી તીવ્ર બને છે. ચ્યવન-ાશાવલેક અવર્ગયુક્ત વનપ્રાશાવલે રોજ સવારે ૧ તોલા જેટલો લઈ, ઉપર દૂધ પીવાથી મગજ પુષ્ટ થઈ સ્મૃતિમાં સુધારો થાય છે. આ પ્રઓગ ઓછામાં ઓછો ત્રણ માસ પર્યંત કરવો જોઈએ. તેને બનાવવાની રીત કોઈપણ પ્રસિદ્ધ આયુર્વેદિક ગ્રંથમાંથી મળી શકશે. રસો બૃહદ સુવર્ણમાલિની, વસંતકુસુમાકર રસ, તથા પૂર્ણ ચંદ્રોદય, એ ત્રણ પૈકી કોઈનું પણ વિધિપૂર્વક સેવન કરવાથી બુદ્ધિ સતેજ થાય છે અને સ્મૃતિ સુધરે છે. બુદ્ધિવર્ધક ચાટણ ૧૦૦ સુકા ગુંદા, ૧૦૦ ઉનાબ, તથા ૩ તોલા ગુલેબનશા લઈને એક વાસણમાં ૧૨ કલાક સુધી પલાળી રાખવા. પછી તેમાંથી પાણી નીચોવી લઈ તેનો કાઢો કરવો, જે વા તલના આશરે રહેવો જોઈએ. એ કાઢામાં ।। રતલ હરડેના મુરબ્બાની ચાસણી, ૧ રતલ મધ અને સાકર નાખી, એકતારી ચાસણી કરવી. વધારે કડક ન થાય તેનું ધ્યાન રાખવું. તેમાં નીચેની વસ્તુઓનું બનેલું ચૂર્ણ નાખીને ખૂબ હલાવવું તથા ખૂબ ગરમ થયા બાદ નીચે ઉતારવું. ચૂલા ઉપર પાતળું દેખાશે, પણ કર્યા પછી તે બરાબર ચીકણું થઈ જશે. Jain Education International જે ચૂર્ણને ઉમેરવાનું છે, તેની વિગતઃ રંગારી હરડે કાબુલી હરડે બાળ હરડે ધાણાં વંશલોચન ગુલેબનફશા નસોત ગુંદ સારો ચંદનનો ભૂકો બ્રાહ્મી શંખાવલી એલચી તોલા ૨ તોલા ૨ તોલા ૨ તોલા ૨ તોલા ૨ તોલા ૨ તોલા ૨ તોલા ના તોલા ગા તોલા ૨ તોલા ના તોલા ના આ ચૂર્ણને ૧૫ તોલા મીઠા બદામનું તેલ કાઢીને તેનો કરી દેવો. સવારમાં ના તોલાથી ૧ તોલા પર્યંત ચાટવાથી મગજના તમામ રોગ મટાડે છે તથા બુદ્ધિ અને સ્મૃતિને તેજ કરે છે. આ પ્રયોગ ઘણા પર અજમાવેલો છે. બુદ્ધિ-વર્ધક સરસ્વતી-વિધાન ૧.ગાયનું ઘી - ૧ શેર, (સહિજન) ની જડ ૧ તોલો, ૧૫ ગ્રામ મીઠી વચ, ૧૫ ગ્રામ સિંધાલૂણ, ઘવડી (ઘવ) ના ફૂલ લોધ-બધું પીસીને જ શેર બકરીના દૂધમાં ઘી નાંખી ધીમા તાપે ઉકાળવું. જ્યારે દૂધ અને દવા બળી જાય, ત્યારે શ્રી ગળી લેવું. એક તોલા ઘીનું સેવન, સરસ્વતી-મંત્ર દ્વારા કરે તો બુદ્ધિ, સ્મૃતિ, મેઘા, કાન્તિ ખૂબ વધે. સરસ્વતી મંત્ર : ૐ કહ્યું એ હીં ૐ સરસ્વત્યં નમઃ (૧૨ હજાર જાપથી પુરકરણ) ૨.હળદર, દળેલુ મીઠું, પીપરામૂળ, સૂંઠ, જીરૂં, આજમો, (મૂલેઠી), (સહુઆ, સિંધાલુણ ૨૫-૨૫ ગ્રામ લઇને ચૂર્ણ કરવું. ૪ ગ્રામ ધી સાથે ખાવાથી બુદ્ધિ વધે. ૩. સારસ્વત ચૂર્ણ- (ગુરુચિ), (અપામાર્ગ), (ચિચિરી), વાવડીંગ, શંખપુરી (સીાિર), મીઠી વય, હરડે, દળેલું, મીઠું, શતાવરી-બધું સપ્રમાણ લઈ ચૂર્ણ કરવું. ધી સાથે ખાવાથી બુદ્ધિ વધે. ૪. સોની સળીથી અથવા કુશા ની જડથી ગંગાજળ દ્વારા, આઠમ અથવા ચૌદશને દિવસે જીભપર એં બીજ લખવો. ૫.હંસારૂઢા માઁ સરસ્વતીનું ધ્યાન કરી માનસ પૂજા પૂર્વક નીચેનો મંત્ર ૨૧ વાર જપવો. - ૐ એં કલી' સૌઃ હ્રીં શ્રીં ઘી વદ વટ વાવદિની સૌ કર્વી એ શ્રી સરસ્વતી નમઃ। જાપ-ફળ માના હાથમાં અર્પિત કરો. ત્યારે નીચેના સ્તોત્રનો એકવાર નિત્ય-પાઠ કસ્યો. બન્ને પખવાડિયાઓની તેરસના દિવસે ૨૧ વાર સ્તોત્રનો પાઠ કરવો. સરસ્વતી કંઠમાં વાસ કરે છે. સંપૂર્ણ. १९८ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy