SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ સારસ્વત ચૂર્ણ ૧૧ કુષ્ઠ, અશ્વગંધા, સંચળ, અજમોદ જીરૂ, શાહજીરૂ, સુંઠ, મરી, પીંપર, કાળીપાટ અને શંખાવલી ; એ પ્રત્યેક સમાન ભાગ લઇ તેની બરાબર વજ્ર લેવો. એનું ચૂર્ણ બનાવી બ્રાહ્મીનાં રસમાં ૭ દિવસ સુધી ઘુંટવું. પછી તેને સુકવી લેવું. આ ચૂર્ણ મધ અને ઘી ના સાથે ૧ તોલા પર્વત સાત દિવસ સુધી લેવું. એના પ્રભાવથી સ્મૃતિ ઘણી સુધવી જાય છે. ૧૨ ગળો, અધેડો, વાવડીંગ, શંખાવલી, બ્રાહ્મી વજ, સુંઠ અને શતાવરી સરખાભાગે લઈ તેનું ચૂર્ણ કરવું. ઘી ની સાથે સેવન કરવાથી ત્વરિત ફાયદો કરે છે. ૧૪ કુષ્ઠ, અશ્વગંધા, સિંધવ, પીપર, મરી, જીરૂ, શાહજીરૂ, સુંઠ, કાળીપાટ, અજમોદ અને વજ સમાનભાગે લઈને ચૂર્ણ બનાવવું. તેમાંથી બે તોલા જેટલું સવારમાં મધ અને ઘી સાથે લેવું. જરૂર હોય તો એ પ્રમાણ વધારીને ૪તોલા પર્યત કરી શકાય. આ પ્રયોગ દુર્બુદ્ધિ નામના ભિક્ષુકની બુદ્ધિ વધારવા માટે નન્દનવિહારમાં કહેલો છે. વચાચૂર્ણ જે મનુષ્ય દૂધ અથવા તેલ અથવા ઘી સાથે વજનું એક મહિના સુધી સેવન કરે છે, તે રાક્ષસાદિથી નિર્ભય, રૂપવાન, વિજ્ઞાન, નિર્મલ, અને શોધિતવાણી બોલનારો થાય છે. વજશબ્દથી અહીં ઘોડાવજ સમજવો, પરંતુ રાસાની વજ સમજવો નહિ, વજ મેધ્ય, સ્મૃતિવર્કક અને સ્વરને સુધારનારો છે; પરંતુ ૧૫ થી ૨૦ રતિ લેવાથી ઉલ્ટી થાય છે, એટલે વધારે લેવો નહીં. વજના ચૂર્ણને આંબળાના રસની એક ભાવના આપવી. તેનું ઉપર બતાવેલા પ્રમાણથી ઘી ની સાથે સેવન કરવું. ત્રિફલાચૂર્ણ ત્રિફલા એટલે હરડા, બહેડાં અને આંબળાનું ચૂર્ણ મીઠા સાથે એક વર્ષ પર્યંત સેવન કરવાથી બુદ્ધિ તથા સ્મૃતિમાં ઘણો સુધારો થાય છે. જેઠીમધચૂર્ણ જેઠીમધનું ચૂર્ણ વંશલોચન સાથે એક વર્ષ સુધી પર્યંત લેવાથી સ્મૃતિ તેજસ્વી થાય છે. પીપરચૂર્ણ લીંડીપીપરનું ચૂર્ણ મધ અને ઘીની સાથે એક વર્ષ પર્યંત લેવાથી સ્મૃતિ તેજસ્વી થાય છે, અપામાર્ગાદિચૂર્ણ અધેડો, વજ, સુંઠ, વાવડીંગ, શંખાવલી, શતાવરી, ગળો અને હરડેનું ચૂર્ણ ઘીની સાથે પ્રતિદિન વાપરવાથી એક હજાર ગ્રંથો ધારણ કરવા જેટલી તીવ્ર સ્મૃતિ પેદા થાય છે. Jain Education International જયોતિષ્મતિ તેલ માલકાંગણીનું સંસ્કૃત નામ જયોતિષ્મતિ છે. એનું તેલ સ્મૃતિ વધારવા માટે ઘણું અકસીર મનાય છે. સોળમાં સૈકામાં તેલગણદેશમા થઈ ગયેલા ઈલેશ્વરોપાધ્યાયે આ તેલના પ્રયોગથી પોતાની પાઠશાળામાં ભણતા ૫૦૦ વિદ્યાર્થીઓને ઘણા બુદ્ધિમાન્ -સ્મૃતિવાન બનાવ્યા હતા તથા તેની નાચી નામની પુત્રી પણ એનાથી ઘણી જ તીવ્ર સ્મૃતિવાળી થઈ હતી. ત્યારથી હૈસુર, તાંજોર, કાંચી તથા કાશીની પાઠશાળાઓના પંડિતો પોતાના શિષ્યોને બુદ્ધિમાન કરવા માટે એ તેલનો ઉપયોગ કરવા લાગ્યા હતા. માલકાંગણીના તેલનાં ૧૦ ટીપાં પાસાં પર નાખવાં, પછી તે પતાસું ખાઇને ઉપર દૂધ પીવું. ખોરાકમાં જૂના ચોખા તથા દૂધ વાપરવું. પાણી બીલકુલ ન વાપરવું અથવા બહુ જ અલ્પ વાપરવું. તેલનું પ્રમાણ બબ્બે ટીપાથી વધારતા જવું. પણ ા તોલા જેટલું થાય એટલે આગળ ન વધારવું. કુલ ૪૦ દિવસ એ પ્રયોગ કરવો. રતિ રતિ વધારીને એક તોલા પર્યંત જ્યોતિષ્મતિ તેલ જે સુર્યપર્વમાં પાણીની સાથે પીવે છે, તે પ્રજ્ઞામૂર્તિ ક્વીન્દ્ર થાય છે. હાલની દૈહ સ્થિતિ પ્રમાણે જ તોલાથી વધારે વાપરવાની જરૂર નથી.) વિશ્વાધપૂર્ણ સુંઠ, અજમો, હળદર, દારૂ, હળદર, સિંધવ, વજ, જેઠીમધ, કુષ્ટ, પીપર, અને જીરૂ, એનું સમભાગ ચૂર્ણ કરીને ઘીની સાથે પ્રાતઃકાલમાં ચાટવાથી સાક્ષાત્ સરસ્વતી મુખમાં નિવાસ કરે છે. આ પ્રયોગ ભાદ્રપ્રકાશ અમૃતસાગર આદિ વૈદકના પ્રસિદ્ધ ગ્રંથોમાં આપેલો છે. ત્રિકટવાદિ ચૂર્ણ સુંઠ, મરી, પીપર, ત્રિલા, ધાણા, અજમો, શતાવરી, વજ્ર, બ્રાહ્મી અને ભાર્ગી એ બધાનું સમભાગ ચૂર્ણ કરવું, તેનું મધની સાથે સેવન કરવાથી બાલક પણ બોલવામાં ચતુર અને વીણાના જેવો સ્વરવાળો થાય છે. આ પ્રયોગ દરમિયાન તેલવાળું, તીખું, લખું, ખાટું, તેમજ વાયડું ખાવું નહિ. વૃદ્ધદારુકમૂલ ચૂર્ણ વરધારાના મૂળને ખૂબ ઝીણું ખાંડીને ચાળી લેવું, પછી તેને શતાવરીના રસની સાત વાર ખાવના આપવી. એમાંથી ૧ તોલા જેટલું ચૂર્ણ ધીની સાથે એક મહિનો ખાવાથી મનુષ્ય ઉત્તમ બુદ્ધિવાળો, સ્મૃતિમાન અને વલીપલીતથી રહિત થાય છે. આ પ્રયોગ ચક્રદત્ત, વૃન્દમાધવ, ભાવપ્રકાશ, યોગ્ય રત્નાકર, આદિ ગ્રંથોમાં જણાવેલો છે. ધાત્રી ચૂર્ણ આંબળાનું ચૂર્ણ ૩૫૬ તોલા લઇને તેના સ્વરસમાંજ ભીંજાવવું. પછી ૧૨૮ તોલા મધ અને ૧૨૮ તોલા ઘી, ૩૨ તોલા પીપર અને ૬૪ તોલા સાકર, એ બધું એકઘડામાં ભરીને તેને ધાન્યના ઢગલામાં એક વર્ષપર્યંત રાખી મૂકવું. એ રીતે તૈયાર થયેલી ઔષધિનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી મનુષ્ય પલિત રોગથી રહિત, સુંદર १९७ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy