SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ધીરજલાલ ટોકરશી સંપાદિત “સ્મરણ કલા” પુસ્તકમાંથી સાભાર. બુદ્ધિ અને સ્મૃતિવર્ધક આયુર્વેદિક ઔષધિ પ્રયોગો. 3). ૧) સ્મૃતિને વધારવા માટે જે પ્રયોગો અહીં રજૂ કરવામાં આવ્યા છે, તે સરલ છે, પ્રમાણમાં સસ્તા પણ છે, અને જાતે કરી શકાય તેવા પણ છે. છતાં જરૂર જણાય તો તેમાં કોઈ યોગ્ય અનુભવી ચિકિત્સકની મદદ લેવી. ૨) જે ઓષધિનો પ્રયોગ કરવાની ઇચ્છા હોય, તે ઓષધિ બનતાં સુધી જાતે જ બનાવવી કે જાત દેખરેખ નીચે બનાવરાવવી. તેમાં વાપરવાની વસ્તુઓ (દ્રવ્યો) બને તેટલી ઊંચી અને કસવાળી હોવી જોઇએ. કસ વિનાની વસ્તુઓ વાપરવાથી ફાયદો થવાનો સંભવ નથી. વિશ્વાસપાત્ર આયુર્વેદિક કારખાનામાં બનેલી ઔષધિ વાપરવાને હરકત નથી. જે ઓષધિમાં ખાસ વિધિ કરવાનો હોય, અથવા પરેજી પાળવાની હોય, તેમાં અવશ્ય તે પ્રમાણે વર્તવું. ૫) મઘ અને ઘી કહેલાં હોય, તે સમભાગે ન લેતાં ઓછાવત્તાં લેવાં. મધની જગ્યાએ સાકર ચાસણી લેવી. શંખાવલી ચૂર્ણ શંખાવલીને સંસ્કૃતમાં શંખપુષ્પી, હિંદીમાં કોડીઆલી કે શંખાહુલી કહે છે, ફૂલના રંગ પરથી તેની ધોળી, લીલી અને ભૂરી એવી ત્રણ જાતો પડે છે. એમાંથી ઘોળાં ફૂલવાળી શંખાવલી લઈ, તેને સૂકવીને ચૂર્ણ કરવું. આ ચૂર્ણ બે આની ભાર સવારસાંજ ગાયના દૂધ સાથે લેવું. એક સપ્તાહથી પંદર દિવસમાં તેની અસર જણાવા લાગે છે. આશરે બે માસ સુધી આ પ્રયોગ ચાલુ રાખવાથી સ્મૃતિ ઘણી તીવ્ર બને છે. યોગ તરંગિણિમાં શંખપુષ્પીના ગુણો વર્ણવતાં કહ્યું છે કે - શંખપુષ્પી આયુષ્યને દેનારી, રોગનો નાશ કરનારી, બલ, બગ્નિ, વર્ણ અને સ્વરને વધારનારી, બુદ્ધિવર્ધક તથા પવિત્ર હોઈ રસાયન ઔષધિ છે; તેનું વિશેષ પ્રકારે સેવન કરવું. બ્રાણી-રસપાન ૧. પ્રાચીન લોકો બ્રાહ્મીને સોમવલ્લી કે સરસ્વતી પણ કહેતા. તેનો એક પ્રકાર મંડૂકપર્ણી નામથી ઓળખાય છે. આ બન્ને પ્રકારો પ્રયોગ માટે ઉપયોગી છે. ૨. રોજ સવારમાં બે થી ત્રણ તોલા જેટલો બ્રાહ્મીનો રસ પીવો. આ પ્રયોગ ત્રણ માસમાં ઈષ્ટફલને આપે છે. ખોરાકમાં તેલ મરચાં ઓછામાં ઓછાં વાપરવા. ૩. ત્રણ દિવસ સુધી નિરાહાર રહીને માત્ર મંડૂકપર્ણીનો રસ પીવો. ત્યારબાદ ત્રણ દિવસ માત્ર દૂધપર રહેવું. એનું પરિણામ શીઘા આવે છે. ૪. વમન-વિરેચનથી શુદ્ધ થયા પછી સવારમાં શકિત મુજબ બ્રાહ્મીનો રસ પીવો. જયારે એ પચી જાય ત્યારે ત્રીજે પહોરે દૂધ લેવું. આ આ રીતે સાત દિવસ સુધી કરવાથી બુદ્ધિ તેજસ્વી થાય છે. એ પ્રયોગ એક સપ્તાહ વધારે સુધી કરવાથી બુદ્ધિ તેજસ્વી થાય છે. એ પ્રયોગ એક સપ્તાહ વધારે લંબાવવાથી નવા ગ્રન્થો બનાવવાથી શકિત આવે છે, તથા ત્રીજુ સપ્તાહ ચાલુ રાખવાથી રોજના ૧૦૦ શ્લોકો માત્ર સાંભળીને યાદ રાખવા જેવી શકિત પ્રાપ્ત થાય છે. કુલ ૨૧ દિવસની પ્રયોગથી પરિણામ ઘણું સુંદર આવે છે. આ પ્રયોગ સુશ્રુતસંહિતામાં આપેલો છે. વજ, કુષ્ઠ (ઉપલેટ), શંખાવલી અને સોનાના વરખ સાથે બ્રાહ્મીના રસનું પાન કરવાથી નષ્ટ સ્મૃતિ ફરી પ્રાપ્ત થાય છે. બ્રાહ્મીચૂર્ણ બ્રાહ્મીનાં પાન ૧ ભાગ, લીંડીપીપર ૧ ભાગ, આંબળા ૧ ભાગ તથા સાકર ૪ ભાગ મેળવી ચૂર્ણ બનાવવું. તેમાંથી રોજ સવારે ૦ તોલો જેટલું વાપરવું. ઉપર ગાયનું દૂધ પીવું. આ પ્રયોગ બેથી ત્રણ માસ સુધી કરવાથી સ્મૃતિ ઘણી તીવ્ર બને છે. ૭ બ્રાહ્મી, સુંઠ, હરડે, વજ, શતાવરી, ગળો, વાવડીંગ, શંખાવલી, ઉપલેટ, અશ્વગંધા, સિંધવ, પીપરામૂળ, અધેડો, સફેદ જીરૂ, શાહજીરૂ અને અજમોદ એ સોળ વસ્તુઓ સરખા ભાગે મેળવીને તેનું ચૂર્ણ બનાવવું. તેમાં ચૂર્ણ જેટલી જ સાકર ઉમેરવી. એમાંથી ૦| તોલો જેટલું ચૂર્ણ સવારસાંજ દૂધ સાથે વાપરવું. તેનાથી બુદ્ધિ અને સ્મૃતિ ઘણી તેજસ્વી થાય છે. ૮ બ્રાહ્મી, વજ, અશ્વગંધા ને પીપરનું ચૂર્ણ બનાવી મધ સાથે લેવું. ૭ દિવસમાં ફાયદો બતાવે છે. બ્રાહ્મીનું સરબત સુકા બ્રાહ્મીનાં પાન ૮૦ તોલા લઈ, સાફ કરી, આઠગણાં. પાણીમાં અગ્નિની ધીમી આંચ આપીને કવાથ તૈયાર કરવો. જ્યારે તેમાં ચતુર્થાંશ પાણી બાકી રહે. ત્યારે ઉતારી લઈ કપડાંથી ગાળી. લેવો. પછી એ ગાળેલા ક્વાથમાં પાંચ રતલ સાકર ઉમેરી કડક ચાસણી કરી લેવી, એટલે શરબત તૈયાર થશે. આ શરબત તરત જ કપડે ગાળી લેવું ને ઠંડુ થયેથી બાટલીમાં ભરી રાખવું. આશરે સાડાપાંચ રતલ જેટલું થશે. આ શરબત સવારસાંજ જમ્યા પછી એકથી બે તોલા જેટલું વાપરવું. બ્રાહ્મી ગુટિકા બ્રાહીનું ચૂર્ણ અને શિલાજીત બરાબર લઈ મધમાં ગોળી બનાવવી. તેને છાંયડે સુકવી લેવી. તેમાંથી એકેક ગોળી સવાર સાંજ વાપરવાથી સારો ફાયદો થાય છે. १९६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy