________________
૮૮ શ્રી શારદાષ્ટક રાગ : જાગને જાદવા...
કીજે કીજે અબુધ શિશુને પ્રેરણા સત્ય કીજે દીજે દીજે પરમ પદની જીંદગી એવી દીજે ગીત ગીતે હૃદય મનનાં ઠાલવું ભાવ ગીતે લીજે લીજે વિનતિ ઉરમાં માત આજે જ લીજે......
૩
GO મા શારદા ને વંદના સ્નાતસ્ય પ્રતિમસ્ય.....
શોભતી શ્રીમતી ભારતી દેવતા, પૂર્ણિમાં ચંદ્રશી કાંતિને પેખતાં, દીર્ઘ વીણાથકીલીન જ્ઞાને સદા, ભકતને જ્ઞાનના સાર ઘો
શારદા....૧ દીપતો હાર મુકતાતણો હીચડે, હસ્તમાં માળમોતી તણી વિલાસું દીસતો ગ્રંથ જે જ્ઞાનને આપશે!, ભકતને જ્ઞાનના સાર દ્યો
શારદા....૨ ત્રિહ લોકે સુધા સુંદરી દેખતાં, સ્વર્ગના લોક જે માતને પૂજતાં રાજતી નન્દિની વ્યુતનીદેવતાં, ભકતને જ્ઞાનના સાર ઘો.
શારદા.....૩ સેવતી માતને માનહંસી હસું, નીરખે નિત્ય નીર-ક્ષીર વિવેકે ભેદ વિજ્ઞાનથી આત્મજ્ઞાને રમેં, ભકતને જ્ઞાનના સાર દ્યો.
શારદા....૪ મૃદુ ગંભીર જે મીઠડું બોલતી, જોડતી જ્ઞાનમાં અજ્ઞતા રોકતી પૂજતાં પ્રેમથી લોકને ભાવતી, ભકતને જ્ઞાનના સાર ધો.
શારદા....૫ વાણીની સ્વામિની એક તું દીસતી, હારિણી પાપની પુન્યની પોષિણી પાણિની પાર પામે સદા પ્રેમથી, ભકતને જ્ઞાનના સાર ઘો
શારદા....૬ બાળ શા ! ભાવથી પાયજે સેવતાં મેં નમઃ મંત્રને ચિત્તમાં ઘારતાં ત્રિકજે યોગની શુદ્ધતા પામતાં, ભકતને જ્ઞાનના સાર ઘો
શારદા....૭ સત્યનિષ્ઠા થકી આત્મજ્ઞાને કરી, મોહના છંદ મોડું તુંજ હેરથી માંગુ ના અન્યને કીંમતી કાંઈના, ભકતને જ્ઞાનના સાર ઘો
શારદા....૮
જેના નામ સ્મરણથી અબુધના કષ્ટો બધા નાસતા, જેના જાપ કરણથી વિબુધના કાર્યો સદા શોભતા, જેના ધ્યાન થકી મળે ભવિકને પુન્યોધની સંપદા, ભાવે તે શ્રુત શારદા ચરણમાં હોજો સદા વંદના...... જે વિલસે સચરાચર જગતમાં હંસાધિરુઢા બની, શોભે પુસ્તક પંકજે ગ્રહી થકી મીકિતક માલા વળી, વિદ્યા વાણી પ્રમોદને ચશઃ દઈ કામિતને પૂરતી, ભાવે તે શ્રુત શારદા ચરણમાં હો સદા વંદના....... તીર્થકર મુખ સેવતી ભગવતી વિખ્યાત જે લોકમાં, પૂજે દાનવ-માનવો લળી લળી પાપો તૂટે થોકમાં, ભંજે સંશય લોકના તિમિરને જેનેશ્વરી જોડ ના, ભાવે તે શ્રત શારદા ચરણમાં હોજો સદા વંદના.......
સરસ્વતી સ્તવના આમૂલાલોલધૂલી....
૮૯ - શ્રી વાગીશ્વરી સ્તુતિઃરાગઃ આજે પામ્યો પરમ પદનો......
દીઠી દીઠી અમૃત ઝરતી અંગ પ્રત્યંગ દેવી, મીઠી મીઠી સકલ જનની માત વાગીશ્વરીજી લીધી લીધી ચરણ યુગની સેવના પુચકારી કીધી કીધી અંતઃકરણથી વંદના ભાવ ધારી..... જીત્યાં જીત્યાં અખિલ જગના માન ને કામ ગાળી મીટ્યાં મીટ્યાં સરલ જીવના મોહ અંધાર ખાળી ખુલ્યાં ખુલ્યાં ભાવિક ગણના સત્યના દ્વાર માડી મીલ્યાં મીલ્યાં સકલ સુખના સાર તારી કૃપાથી.....
શ્વેતાંગી શુભ્રવસ્ત્રા શરદશશી સમી, દિવ્ય કાંતિ પ્રસારે, ચારુ દક્ષિણ હસ્તે ધરત મણીમચી, અક્ષમાલા પ્રકાશે | અહદ્ વિદ્યાનુરાગી ચરણ કમલને, સેવતી નિત્ય ભાવે, દેવી વાગીશ્વરી મા દુરિત પડલને, શીધ્ર સારે નિવારે... ૧ પ્રેમે પૂજે પ્રવાહે વદનથી વદતા, વિશ્વમાનુષી વાણી, શાસ્ત્રાદિ પાર પામે વિજયી જ બનતાં, મલવાદી સૂરિજી | આમાદિ ભકત થાયે શ્રવણથી જે સુણતાં, બપ્પભટ્ટીની વાણી હેમાચાર્યાદિ તૂઠે સકલ જગતમાં, જ્ઞાન વિદ્યા પ્રસારી..... ૨ આવ્યો હું ભાવધારી પરમ પુરુષના, પંથને સાંભળીજી, તારી તારી જ માડી કદી નહિ તજવી, સેવના પુન્યકારી.. આપી આપીશ તું હિ અચલ - અકલ જે, બુદ્ધિને જ્ઞાન-ભારી, શ્રદ્ધાદિ ભાવ પોષી અજર - અમર જે, આત્મગુણોને આપી..... ૩
१७९
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org