SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ મા વાગીશ્વરી સ્તુતિ કર્તા :- યોગી દીવ્યાનંદજી છંદ સંગાર) (૧) રાગ - આમલાલોલધૂલી બહુલ..... શ્વેતાંગી શ્વેતવસ્ત્રા ઘવલ કમલમાં જ્ઞાન મૂર્તિ પ્રતાપી, ક્ષીરાધિ રંક લાગે વિમલ ગુખ વિભા સૌ દિશે ભવ્ય વ્યાપી, શોભે શ્વેતાનબે શી ? શરદવિધ તજે ગર્વ સૌદર્ય કેરો, માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો...... વીણાના તાર છેડે મૃદુ મૃદુ કવને સંગીતે મસ્ત લાગે, ગ્રંથે શોભા પ્રસારી ધવલ તમ ભુજા ભાવ વૈવિધ્ય જાગે, અજ્ઞાની જ્ઞાન પામે મનુજ પથ વિષે જ્ઞાનના પુષ્પ વેરો, માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો...... ૨ માલા હસ્તે પ્રકાશે સ્ફટિકમણિ તણી જાપથી દુઃખ ટાળે, ઇન્દ્રાદિ સ્તોત્ર ગારો પરમ સુખ વરે જ્ઞાનના પંથ વાળે, આશા સૌ પૂર્ણ થાયે ઉર તમસ હરો વ્યાપતી જ્ઞાન લ્હેરો, માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો......૩ પૃથ્વી વાયુ નભ્રંથી અનલ જલ તણા પંચ તત્ત્વે રચાયે, પૃથ્વીના માનવી જે તુજ ભજન કરી દેવતા સુપ થાય, ટાળો હે દીવ્યમાતા તુજ હ્રદય વશ્યો મોહ અંધાર ઘેરો, માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો...... તારો સર્વત્ર ગાજે વિજય દશ દિશે દિવ્ય જયોતિ પ્રકાશી, પાપો તાપો જ ટાળો વિમલ વદન કે શારદે ! જ્ઞાનરાશી, દિવ્યાનંદે જ રાચે અહર્નિશ કરે પાઠ જે શાસ્ત્ર કેરો, માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો..... સમાપ્ત ૮૬ શ્રી સરસ્વતી સ્તુતિ અહોયોગને ક્ષેમને આપનારા..... અહીં ! જ્ઞાનની જ્યોતને તે જગાવી અહો ! બ્રહ્મના દીવ્યતેજે તું ન્યારી મહા પદ્મના ગર્ભમાં દીસે પ્યારી ૧ સદા ભકતને રાખજે ચિત્તમાંહી......૧ Jain Education International ૫ ગમે આંખડી દીધું જે તકારી રમેં કર્ણમાં કનક કુંડળ મારી સમે હસ્તમાં માળને પોથી સારી સદા ભકતને રાખજે ચિત્તમાંહી......૨ અરૂણોદયે અંધતા ગ્રામ ગાળે વળી વસ્તુવિડંબના વાત ટાળે તમારા પસાયે બધા લાભ આણે સદા ભકતને રાખજે ચિત્તમાંહી......૩ ભજે પંડિતો પ્રેમથી જ્ઞાન ભારે તજે પાપના પુંજને શીઘ્ર સારે બન્ને પુન્યના લટ જે દ્વાર તારે સદા ભકતને રાખજે ચિત્તમાહીં......૪ મજે પુન્યના યોગથી આજ દીઠી મુજે જ્ઞાનના ધામને આપ મીઠી તુમે તારજો - પાળજો તુંહી તુંહી સદા ભકતને રાખજે ચિત્તમાંહી......૫ १७८ For Private & Personal Use Only ૮૭ શ્રી ભારતીદેવી સ્તુતિ નમન નિત્ય કરુ હું ભારતી, નગર પટ્ટણ પોળે તું દીસતી, નયન નીરખું અમૃતવર્ષિણી, નજર ચાપ તું બાલક ઉપરી ૧....નમન.... અધર વિલસે વાણીના વૃંદથી, અવર અંગમાં શોભતી ચિ શ્રી અમર દાનવો પૂજતાં હર્ષથી અપર માનવો ભેટતાં ભાવથી.... ૨...નમન... સકલ મંગલ બુદ્ધિની કારિણી, સકલ સદ્ગુણની વરદાયિની, સકલ પાપનાં મુંજની હારિણી, સકલ સુખના દ્વારની પોપિણી... 3...નમન... અમલ ગુણ છે તાહરા લોકમાં, અટલ બુદ્ધિને આપતી થોકમાં, અકલ રૂપ છે તાહરું જાપમાં, અચલ ઠામ છે તાહરું ધ્યાનમાં... ૪....નમન... સફલ કારજ માહરા આપી, સફલ જ્ઞાન હુઆ તુજ સૈવથી, સફલ ધ્યાન થશે તુજ મ્હેરથી, સફલ જન્મ છે તાહરા પ્રેમથી... પ...નમન... www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy