SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચારણીય પદોની સુસ્થિત યોજના હોય છે. પ્રત્યેક બીજ મંત્ર યા મંત્રપદોમાં નિશ્ચિત પ્રકારના આંદોલનો ઉત્પન્ન થાય છે, આ આંદોલનો પણ તે તે નિશ્ચિત પ્રકારના વર્ણ-ગંધ-આકૃતિ વાળા હોંચ છે. અને દેહમાં તે આંદોલનો નિશ્ચિત સ્થાનમાંથી જ ઉત્પન્ન થાય છે. જે તે જગ્યા પર પોતાનું સ્વામિત્વ ધારણ કરે છે. મંત્રોના સ્વર, હ્રસ્વદીર્ઘ-મ્બુત જેવી રીતે પણ ઉચ્ચાર કરવાનું બતાવ્યું છે. એમ કરવાથી દેહશુદ્ધિ-હૃદયશુદ્ધિ-નાડીશુદ્ધિ અને તત્ત્વશુદ્ધિ ક્રમશઃ થવા માંડે છે, આગળ વધીને પ્રાણની ગતિને નિયમિત કરીને મનને સ્થિર કરે છે, એ મનથી જ તે શક્તિ, દ્રઢ બનીને સાધકને એકાગ્ર લચીન અવસ્થામાં વધુ સ્થિર કરે છે. ત્યારપછી શુદ્ધ મન્ત્રના રૂપ-ગંધઆકારોમાં મન્ત્રદેવતા પધારીને ભકતની મનોકામના પૂર્ણ કરે છે. પુનઃ પુનઃ મંત્રના રટણ થી તે મંત્રદેવતા મંત્રના ગૃહાકથનને કહીને પોતાના સ્થલ સ્વરૂપને છોડીને નિઃસીમ સ્વરૂપનું દર્શન કરાવે છે, અને એ પ્રમાણે શ્રદ્ધા તર બનતાં બનતાં સાધકને સંકલ્પ વિકલ્પોમાંથી મુક્ત કરીને નિર્વિકલ્પક અવસ્થાની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ બને છે. આથી મંત્રસિદ્ધિ કરવામાં અનુભૂત ગુરુ, શારીરિક માનસિક બળ, ધીરજ અને શ્રદ્ધાની અતિ આવશ્યકતા હોય છે. મંત્ર-દેવતા પ્રત્યક્ષ ક્યારે થાય ? કૈવલ્યના દ્વાર શું મળે ? મંત્રસિદ્ધિમાં આમ્નાય (ગુરુ પરંપરા) અને વિશ્વાસ બાહુલ્ય આ બન્ને મહત્વના સહકારી હેતુ છે. એમાં પણ ગુરુ-મંત્ર દેવતાપ્રાણ અને આત્મા આ સઘળું એકીભાવમાં સ્થિર રહે છે ત્યારે મંત્ર દેવતા શીઘ્રતાથી પ્રત્યક્ષ થાય છે. એમનું આલંબન માતૃકાક્ષરો (અ થી હ સુધીના અક્ષરો) છે. એમને જ્ઞાનશક્તિની સાથે ગાઢ સંબંધ છે. વાણી ચાર પ્રકારની છે. ૧) વૈખરી ૨) મધ્યમા ૩) પશ્યન્તી ૪) પરા ૧) મુખમાંથી ઉચ્ચારણ કરાતી વાણી તે વૈખરી. ૨) હૃદયગત વાણી તે મધ્યમા. ૩) નાભિગત સૂક્ષ્મ સ્વરૂપવાળી વાણી તે પશ્યન્તી. ૪) જ્યાં કેવળજ્ઞાનના જાજવલ્યમાન સૂર્યના પ્રકાશ જેવું આત્મ તેજ હોય તે પર વાણી. પરાવાણીનું ઉપાદાન પશ્યન્તી, પશ્યન્તીનું કારણ મધ્યમાં અને વૈખરી વાણીથી જ મધ્યમાં સુધી સાધક પહોંચી શકે છે, વૈખરીની પ્રદાતા છે શ્રી સરસ્વતી દેવી. આથી માઁ સરસ્વતી જ ક્રમશઃ સાધકને કૈવલ્યના દ્વાર સુધી પહોંચાડે છે. આજના વિષમકાળમાં જેનું દેહ-મનોબળ સામર્થ્યપૂર્ણ ન હોય, વિશિષ્ટ સત્વ ન હોય તેમણે વધુ આગળ વધવું યોગ્ય નથી. પૂર્વના પુણ્યોદયથી દેવી-દેવતાઓં ના દર્શન સાધકને થાય છે. પ્રારબ્ધ અને પુરુષાર્થથી મંત્રદેવ સિદ્ધ થાય છે, હા, ક્યારેક ક્યાંક મંત્રસિદ્ધિ નથી થતી એવું લાગે ત્યારે બે-ત્રણ વાર વિશેષ શુદ્ધિથી સાધના કરવી, પછી પણ સિદ્ધ ન થાયતો તે મંત્રસાધના છોડી દેવી જોઈએ. આ વિષયમાં એક વાત હું પૂરી સ્પષ્ટતાથી જણાવવા માંગુ ન Jain Education International છું કે જેણે અધ્યાત્મ ઉન્નતિ અથવા પરમશ્રેય પ્રાપ્ત કરવું હોય તેમને યથાયોગ્ય આ માર્ગ પર ધીમે ધીમે અનુભવી પુરૂષોની પાસે બેસી માર્ગદર્શન-કૃપા-પ્રસાદ મેળવીને આગળ વધવું ઉચિત છે. એમાં પણ જે સંયમી-સંસાર વિમુખ- વૈરાગ્યવાન પરમાર્થી હોય એમને માટે જ દેવ-દેવીની મંત્રારાધના ઠીક છે. સંસારીઓને નહિ. સમ્યગ્રષ્ટિ દેવોની જ ઉપાસના કરવી જોઈએ. એમની જ સહાય - સલાહ પૂરતી છે, આ ગ્રંથમાં જેટલો પણ જૈન-જૈનેતરોનો સંગ્રહ કર્યો છે. તે સ્તોત્ર-મન્ત્ર-યન્ત્રાદિ ની સઘળી વાતો ફક્ત સંગ્રહાર્થે જ છે. આથી એમાં વધુ ઉંડા જવું, આરાધના કરવી ઠીક નથી. સંપાદક જવાબદાર નથી મહામંત્રાધિરાજ નવકારમંત્રથી અધિક કંઈજ નથી. એજ સર્વાધિક છે, અહીં અન્ય જે પણ વાતો રજૂ કરી છે તે ફક્ત તે વિષયને અનુરૂપ જ કંઈક કંઈક મંત્રાદિ વગેરે પ્રસિદ્ધ કર્યા છે. આ સર્વ શ્રુતજ્ઞાન વિષયના જિજ્ઞાસુ સાધકોને માટે અને માની ભક્તિને માટે સર્કિચિત પ્રયાસ કર્યો છે, તો પણ જો કોઈ અનધિકૃત ચેષ્ટા કરશે અને અનિષ્ટ નો ભોગ બનશે તો તેમાં સંપાદક જવાબદાર નહી રહે. આ વિષય માં ગીતાર્થ જ્ઞાની ગુરૂભગવંતની આજ્ઞા વિના કંઈ જ ન કરવું જોઈએ. વિદ્યા પ્રભાવક અનુભૂત સિદ્ધ ચત્રો (યન્ત્ર વિભાગમાં) અનુભૂત અને પરમ પ્રભાવક સોળ (૧૬)થી અધિક યંત્રો પ્રાથમિક જાણકારી સાથે આપ્યાં છે. યંત્રોમાં ૧-૨-૩ આદિ અંક લખ્યા છે. તે મંત્રદેવતાના ગુહ્ય સ્વરૂપ મનાય છે. અંકાક્ષરોની યોજના પણ નિશ્ચિત રૂપથી થાય છે. એમાં પણ પ્રથમના બે યંત્ર, સારસ્વત ચિંતામણી યન્ત્ર, હસ્ત પત્રમાંથી ઉદ્ધૃત ત્રિપુર ભૈરવીનો વિદ્યા-પ્રાપ્તિનો યંત્ર બહુ જ પ્રભાવક મનાય છે. મંત્રસિદ્ધિમાં શ્રેષ્ઠ તો પોતાની શ્રદ્ધા, સમર્પણ અને વિશ્વાસ જ છે. એનાથી જ કાર્યસિદ્ધિ થાય છે. જેને પણ ચૈત્ર બનાવીને રાખવાની ઈચ્છા હોય તેણે શુભદિવસે, શુભ સમયે ચાંદી - તાંબા અથવા ભોજપત્રપર દાડમની કલમથી અષ્ટગંધની શાહી દ્વારા એના વિધિ વિધાન જાણીને બનાવી શકે છે. પછી પવિત્ર સ્થાને રાખી નિત્ય દર્શન-અર્ચન-પૂજન વિધિ કરવી જોઇએ. માં ના ફોટાઓ ક્યાં ક્યાં છે ? માઁ સરસ્વતીજીના પ્રાચીન - અર્વાચીન જુદા જુદા પ્રકારના અનેક કલાત્મક ફોટાઓ આશરે બસો પચાશ(૨૫૦) થી વધુ મૂકા છે. અમારો જેટલો પણ સંગ્રહ છે તે બધું જ શ્રદ્ધાળુ લોકોની સહાયથી મળ્યું છે, તેને સંગ્રહ રૂપે જનહિત માટે રજુ કર્યું છે. એમાં તામિલનાડુ, પંજાબ-સિરોહી-પાલાબંગાલ, બીકાનેર, ગ્વાલિયર, નાગપુર આદિ દક્ષિણભારતની ઘણી બધી અને અમદાવાદ, પાટણ, પિંડવાડા. માઉન્ટ આબુ, તારંગા, રાંતેજ, મહેસાણા, જૂનાગઢ, વડોદરા, સૂરતપાલીતાણા આદિ ગુજરાત - રાજસ્થાન અને પ્રસિદ્ધ ચિત્રકારોની મનોહર કલાત્મક કૃતિઓ મૂકી છે. તેમાં બંગાળની સરસ્વતી XVI For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy