SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામિની કહી છે અને તેની કૃપાથી તેમજ મધ્યમાં નાડીના અભ્યાસથી જ જીવ શિવપદ સુધી પહોંચે છે. એવું કહેવાય છે. આ રીતે જુદા જુદા પ્રતીકો દ્વારા વેશ્વિક સનાતન તત્ત્વોને સત્યમ્ શિવમ્-સુંદરમ માં પ્રસ્થાપિત કરીને જ્ઞાનાનુભવ અને સૌંદર્યનુભવ જે આત્માના વિશિષ્ટ ગુણો છે તેના રૂપકો દેવીની મૂર્તિમાં ઘટાવ્યા છે. માંના સ્વરૂપનો ભિન્ન ભિન્ન સ્વીકાર કેવી રીતે ? માં ભગવતી સરસ્વતીજીનું પ્રભુત્વત્રિકાલાબાધિત છે. એ સર્વ સંસારી જીવોની ઉર્ધ્વગામિની પ્રેરણાદાયક જ્ઞાનશક્તિ સ્વરૂપા છે. પ્રત્યેક ધર્મ-સમુદાયોમાં માં સરસ્વતીજીનો વિશિષ્ટ સ્વરૂપમાં સાદરા સ્વીકાર થયો જ છે. હિન્દુઓમાં સરસ્વતી નામથી, વૈશ્યોમાં શારદા, બૌદ્ધોમાં પ્રજ્ઞા પારમિતા, ખ્રિસ્તીઓમાં મીનર્વા અને જૈનોમાં મૃતદેવતાના નામથી માઁ સરસ્વતીની પૂજા થાય છે. દક્ષિણ ભારત - બંગાળ - મેઘાલય - આદિમાં ‘ત્રિપુરા ભારતી' ના નામથી ઘણો પ્રભાવ અને પ્રસાર કર્ણગોચર થયો છે. | ‘ યે રાસની ધતી'' એ ચરણથી શરૂ થતું ‘લઘુ પંડિત નું ત્રિપુરા ભારતી સ્તોત્ર અત્યંત પ્રભાવશાળી અને ગૂઢાર્થ મનાયું છે, જેના ઉપર જૈનાચાર્ય શ્રી સોમતિલક સૂરિજી મ.સા.શ્રીએ સ્તોત્રના રહસ્ય સ્ફોટ કરતી મનનીય ટીકા રચી છે. સાથે સાથે એકવીસ શ્લોકમાં એકવીસ (૨૧) ભિન્ન ભિન્ન કાર્યસાધક મંત્રો શ્લોકાંતમાં મૂકયા છે જે ગ્રંથમાં પ્રસ્તુત કર્યા છે. આ સ્તોત્રના કર્તા ‘લઘુ નામના ચારણ છે. રાજસ્થાનના અજારી ગામના, પહાડોની વચ્ચે જયાં માં શારદાનું પ્રાચીન મંદિર છે ત્યાં માંની લગાતાર સાધના દ્વારા માંનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્થાન લઘુ કાશ્મીર કહેવાય છે. આ શારદા અષાઢી ચાતુર્માસમાં અજારીમાં નિવાસ કરે છે અને આઠ મહિના કાશ્મીરમાં વસે છે. એવી રીતે અમુક સાધક ગણ કહે છે. પરંતુ આ સ્થાન બહુ જ પ્રભાવસંપન્ન કાર્યસાધક છે એમાં બેમત નથી. વિદ્યાદેવીની સાધના શામાટે કરવી ? જગતના કોઈપણ વ્યવહારમાં, વિષયમાં કે વિકાસમાં અરે! કોઈપણસિદ્ધિને માટે માંની કરૂણા કૃપા - પ્રસાદ કરવો અનિવાર્યરૂપે આવશ્યક થઈ જાય છે. તેની આરાધના- સાધના ઘણા પ્રાચીન કાળથી ચાલી આવે છે. | વિક્રમની આઠમી સદીમાં થયેલા પ્રસિદ્ધ આમરાજાપ્રતિબોધક શ્રી બપ્પભટ્ટસૂરિ મ.સા. બાલ દીક્ષા જીવનની અદ્ભૂત ઘટના વિખ્યાત છે કે ગુરુદેવશ્રી સિદ્ધસેન દિવાકરજીએ એમની સુયોગ્યતા જોઈને શ્રી સારસ્વત મહામંત્ર આપ્યો હતો. તેઓ નિરંતર જાપ કરતા હતાં પરંતુ એક દિવસ નિત્ય જાપમાં એકાગ્ર થયાં, ત્યારે બાલમુનેના નૈષ્ઠિક બ્રહ્મચર્યના તેજ ની આભાથી, ધ્યાનની લયલીનતાથી અને જપના પ્રકર્ષથી સ્નાન ક્રીડામાં મગ્ન થયેલી શ્રી સરસ્વતી દેવી શીઘતાથી એવાને એવા જ સ્વરૂપમાં પ્રગટ થઈ હતી. પરંતુ મુનિવરે મનું વિષમ સ્વરૂપ જોઈ મોટું ફેરવી લીધું ત્યારે દેવી ને આશ્ચર્ય સાથે પોતાના સ્વરૂપનો ખ્યાલ આવ્યો અને સ્વસ્થ થઈને પૂર્ણ પ્રસન્નતાથી મુનિશ્રીને વરદાન આપી સ્વસ્થાને પાછી ફરી. તેણે મુનિશ્રીને વરદાન આપ્યું કે 'તું સદાય અજેય બનીશ ત્યારથી મુનિવરજીને પ્રતિદિના હજાર (૧૦૦૦) શ્લોક કંઠસ્થ કરવાની શકિત પ્રાપ્ત થઈ અને સર્વ શાસ્ત્રમાં પારંગત થઈને શ્રી જીનશાસનના પ્રભાવક કાર્યો કરવામાં માં ની કૃપાથી સમર્થ થયા. અને એ જ માઁની કૃપાથી કલિકાલ સર્વજ્ઞા હેમચંદ્રાચાર્યજી, કવિ કાલીદાસજી, શ્રીહર્ષ, માઘ-ભારવિ આદિ પંડિતવર્ય શ્રેષ્ઠતમરૂપે વિદ્યાના ક્ષેત્રમાં પ્રસિદ્ધ થયાં છે. કહેવાનો ભાવાર્થ એ છે કે તે મહાપુરુષ જેવા બહુમોટા સત્વશાળી, પરાક્રમી કે વિદ્યાપુરુષ ન બની શકીએ પરંતુ માંની અમીનજરનું એકાદ પણ કૃપા કિરણ જાણે-અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ મળી જાય તો પણ આપણું જીવન ઉન્નતિના પથ પર સરળતાથી પ્રગતિકારક બનતું રહે. એ મહાજનોની જેમ મહાજનોના કૃપાપાત્ર બનવાને માટે મોંના. ચરણની સેવા-ભકિત-ઉપાસના દિલ લગાવીને કરવી અતિ આવશ્યક છે અને જીવનમાં શીલ-સત્ય-સાદાઈ અને તપ-જપ કરવું પણ એટલું જ આવશ્યક છે. સરસ્વતીજીનો સંબંધ કક્યારથી? ધરતી પર જન્મ લેતાંની સાથે જ બાળકો જ્યારે રૂદન કરે છે ત્યારે ‘મેં એં ” એવો અવાજ કરે છે. ત્યારે એવું લાગે છે કે તે પોતાની વેદના વ્યકત કરવા માટે વાણીની સહાય લેવાનો પ્રયાસ કરે છે. પણ હકીકતમાં એવું થતું નથી. એ બાળક જાણે ઍ બીજ મંત્રના સ્વરૂપવાળી માઁને બોલાવે છે કે હે ઍ ઍ ઍસ્વરૂપવાળી માઁ! તું મારી પીડા-વેદના-સુધાદિ મનના ભાવો - મારી આ સાક્ષાતખ માંને જણાવ જેથી તે મને શાંત કરવાનો પ્રયાસ કરે. અને ન જાણે ત્યારે એવું જ કંઈક થાય છે કે એની સાક્ષાત્ (જન્મદાત્રી) માતા પોતાનું બધું કાર્ય છોડી દીકરાની પાસે જઈને તેને શાંત કરે છે. આથી જમતાંની સાથે જ મનુષ્યનો સર્વપ્રથમ સંબંધ સરસ્વતીજીનો જ હોય છે. પરંતુ મોટા થતાં જ શ્રી = લક્ષ્મીજી આદિના સંબંધમાં અનેક પ્રકારે રહેતાં રહેતાં પોતાનું પોતીકું ખોઈ બેસે છે. અમેરીકાની નાસા સંસ્થાએ બારાખડીના પ્રત્યેક અક્ષરની ભિન્ન ભિન્ન પ્રકારના માલિક અર્થઘટન વિદ્વાનો દ્વારા તન શૈલીથી રજુ કર્યા છે. તેમાંથી ઍ ઍ બીજનું અર્થઘટન કંઈક એવું કર્યું છે. એવું પરંપરા થી કર્ણગોચર થયું છે. જીવન અનેકવિધ ચિત્ર - વિચિત્ર ઈચ્છાઓ સંયોગો અને ઘટનાઓ સાથે સંકળાયેલું છે. સામાન્યતયા જીવને સર્વત્ર ધનસંપત્તિનું મૂલ્ય સર્વાધિક રહે છે પરંતુ એની પૂર્તિતો દેવ-દેવી ની કૃપાથી પણ થાય છે. મંત્ર-જાપથી કાર્યસિદ્ધિ શીઘ્રતાથી થાય છે, પરંતુ મંત્રમાર્ગની યથાર્થ જાણકારી વિના સંભવતઃ ઘણું કરીને અનર્થ પણ થાય છે. મંત્રની ગૂઢ વાતો મંત્રો નિશ્ચિત નિયમથી સુસ્થિત હોય છે, નિશ્ચિત પ્રકારે XV For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy