________________
ऐं नमः
ગ્રંથનું ગરવું ગુંજન
દેવી સરસ્વતીજીનું સન્માન
લોકોત્તર જિનશાસનની આધારશીલા જિનબિંબ અને જિંનામ છે. જિનેશ્વર પ્રભુની મૂર્તિ, સ્વરુપ-પ્રાપ્તિ નું લક્ષ્ય સિદ્ધ કરવામાં સમર્થ છે. અને જૈનાગમ, મોક્ષમાર્ગમાં દિવાદાંડીની જેમ જીવોને સ્વ-રુપ પ્રાપ્ત કરવામાં પથપ્રદર્શક છે.
અરિહંત પ્રભુના મુખકમલમાં નિવાસ કરનારી વાણીની સ્વામિની શ્રી શ્રુતદેવતા સરસ્વતીનો પ્રભાવ આ ભૂમંડલમાં અવાવધિ અખંડ ચાલી રહ્યો છે. જેનાદ્વારા ભારતના સમસ્ત દર્શન અને સમ્પ્રદાયોમાં માં સરસ્વતીજીના આદર - સન્માન - સ્વીકાર કરવામાં કોઈ પણ મત-મતાંતર નથી.
શ્રુતદેવતાની મહત્તા
જૈન દર્શનમાં પાંચ (મતિ-શ્રુત-અવધિ-મનઃ પર્યવ-કેવલ) જ્ઞાન પૈકી બીજું શ્રુતજ્ઞાનના વર્ણ (અક્ષર) સ્વરૂપ દેવતા એ પ્રવચનની અધિષ્ઠાત્રી દેવી મનાય છે.
ગણધરોના મુખ(રૂપી) મંડપમાં નૃત્ય કરનારી સરસ્વતી સમસ્ત જગતમાં જ્ઞાનનો મૂળ સ્રોત વહાવનારી છે.
જૈનેત્તરોમાં પણ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ આદિ દેવો એ પણ જેને પ્રણામ કર્યા છે અને દિગ્ગજ કોટિના મૂર્ધન્ય પંડિતો એ પણ જેમની સ્તુતિ કરી છે તેવી માઁ સરસ્વતી અજ્ઞાન તિમિરને દૂર કરનારી છે એમ પ્રસિદ્ધ જ છે ''આ દ્રવ્યત શ યા તે મહા માનતા." શ્લોકની પંક્તિથી આ વિભાવના પ્રત્યક્ષ જણાય છે.
ભારતી દેવીનું મહત્તમ સામર્થ્ય
ભારતી દેવી સાહિત્ય-સંગીત-કલા-વિદ્યા અને જ્ઞાન આપનારી માની છે. પરંતુ અદ્યાવધિ (આજસુધી) અપ્રકાશિત મહોપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત શ્રી સરસ્વતી અષ્ટક ના સાતમા શ્લોકમાં બહુજ સ્પષ્ટતાથી નિવેદન કર્યું છે, કે શ્રી સરસ્વતી દેવીએ મોક્ષ સંપત્તિ કેવળજ્ઞાન માટે પારંપારિક નિશ્ચય કારણ છે, કેમકે “ભારતીદેવીના પ્રસાદથી જ્ઞાન મળે છે, તે સમ્યગજ્ઞાનથી તાત્વિક માર્ગ મળે છે. અને સમ્યગ્ ક્રિયાની પ્રાપ્તિ થાય છે. જે જ્ઞાન-ક્રિયાથી સાધક કેવળજ્ઞાન (મોક્ષ) સંપત્તિ પ્રાપ્ત કરી લે છે. આ રીતે મોક્ષનો નિરપાય હેતુ સરસ્વતીની કૃપા થાય છે. આથી ફલિત થાય છે કે સમ્યગજ્ઞાનની આરાધના-ઉપાસનાવિના જીવન ઉષ્મા ઉલ્લાસ અને ઉદ્દેશભર્યું વ્યતીત થતું નથી. જીંદગી નિર્થક જ વહે છે, એના કરતાં કમસેકમ માંની જાણકારી - પરિચય કરી લેવો આવશ્યક જ છે.
શ્રુત-શારદા-સરસ્વતી દેવીના પ્રતીકો
શ્રુત શારદા - ભારતી - બ્રાહ્મી - સરસ્વતી - વિદ્યા -
Jain Education International
વાગીશ્વરી - ત્રિપુરા આદિ ૧૦૮ ભિન્ન ભિન્ન પર્યાયવાચી નામ પ્રાપ્ત થાય છે. એવા ૧૦૮ નામોના જુદા જુદા સ્તોત્રો પણ ગ્રંથમાં છપાયા છે. પ્રાચીન શિલ્પમાં તે ચારભુજાવાળી અથવા બે હાથવાળી દેખાય છે. કિંતુ તારંગાહિલ પર જૈન દહેરાસરજીના મંદિર ના પૃષ્ઠભાગમાં આઠભુજાવાળી અને હંસત જેન સરસ્વતી મૂર્તિ જોવામાં આવે છે, જે સંશોધનનો વિષય છે. ઘણા બધાં શિલ્પચિત્રોમાં જમણા હાથમાં પુસ્તક - કમળ અથવા અમૃતપૂર્ણ કમંડળ ગ્રહણ કરેલ, રાજહંસ પર બેઠેલી અથવા શતદલ કમળ વચ્ચે વિરાજિત અને ક્યાંક શિલા પર બેઠેલી જણાય છે. જોકે એમાં પણ ભિન્ન ભિન્ન સંકેતાર્થ હોઈશકે તો પણ જેનોની સરસ્વતી બાલસ અને જૈનેતરો ની મયૂરના પ્રતીકવાળી મનાય છે.
સરસ્વતીજીનો નિવાસ
જૈન ધર્મ માન્ય ‘“સેન પ્રશ્નોત્તર” નામના પ્રશ્નોત્તર ગ્રંથમાં વ્યંતર નિકાયના ગીતતિ ઈન્દ્રની મહેક પકરાણી સરસ્વતી દેવી છે. એવો ઉલ્લેખ મળે છે.
જ્યારે જૈનેતરોની માન્યતા પ્રમાણે બ્રહ્માની બે પુત્રીઓ પૈકી એક પુત્રી સરસ્વતી છે, અને ક્યાંક તેને બ્રહ્માની પત્ની પણ માની છે. એ જયારે અપરિણીતા હતી ત્યારે હેરાના પ્રતીકવાળી હતી અને જ્યારે પરિણીતા થઈ ત્યારે મયૂરના પ્રતીકવાળી થઈ. પરંતુ નિશ્ચિતાર્થ કરવામાં વિભિન્ન મત-મતાંતર ચાલે છે તેથી એ પણ સંશોધનનો વિષય છે.
સરસ્વતીજીના પ્રતીકોની રહસ્યમયતા
સરસ્વતીજીના હાથમાં જે પોથી (પુસ્તક) છે, એ જ્ઞાનની અઘ શક્તિ નું સૂચક છે. માળા, મંત્રદીક્ષા સૂચક છે અને એમાં જ્ઞાન સાધનાને યોગ્ય ક્રિયા-ઉપાસના ધ્વનિત થાય છે. એ જ રીતે વીણાવાદન એ સંગીત દ્વારા આત્માની સ્વરૂપ અવસ્થામાં લયીન થવાનું સૂચક છે. તથા વરદમુદ્રા અને અમૃતથી ભરેલું કમંડલ ભકતજનો ના ત્રિવિધ પાપ - તાપ - સંતાપને દૂર કરીને આત્માનુભૂતિનો રસાસ્વાદ કરાવનાર છે. રાજહંસ, જગત્ના સત્`અસત્ તત્વોને સૌર-નીર ની જેમ વિવેકજ્ઞાન દ્વારા ભેદ દ્રષ્ટિથી સોડ સોડાં ના જપાજપનું સૂચન કરી આત્મ સ્વરૂપને પ્રત્યક્ષ કરવાનું પ્રતીક છે.
મયૂરવાહિની એ માત્ર જ્ઞાન-વિજ્ઞાનની અધિષ્ઠાત્રી નહી પરંતુ સમગ્ર સાહિત્ય સંગીત કલાની પણ મહા અધિષ્ઠાત્રી છે.
સરસ્વતીજી શતદલ કમલમાં વિરાજિત છે તે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિનું નિરૂપક છે, અને દેહસ્થિત બ્રાડોરની વાટિકા પણ તે જ છે એવું જણાય છે. તંત્ર ગ્રંથોમાં સરસ્વતીજીને સુષુમણા નાડીની
XIV
For Private & Personal Use Only
www.jainelibrary.org