________________
૪૩
૬૩ ॥शारदा षट्कस्तोत्रम् ॥
ભાષાંતર
वेदाभ्यासजडोऽपि यत्करसरोजातग्रहात्पद्मभू श्चित्रं विश्वमिदं तनोति विविधं वीतक्रियं सक्रियम् । तां तुङ्गातटवाससक्तहृदयां श्रीचक्रराजालयां श्रीमच्छंकरदेशिकेन्द्रविनुतां श्रीशारदाम्बां भजे
III
૧.
य: कश्चिद्वद्धिहीनोऽन्यविदित-नमनध्यानपूजाविधान: कुर्याद्यद्यम्बसेवां तव पदसरसीजातसेवा-रतस्य। चित्रं तस्यास्यमध्यात्प्रसरति कविता वाहिनीवामराणां सालंकारा सुवर्णा सरसपदयुता यत्नलेशं विनैव
सेवापूजा- नमनविधयः सन्तु दूरे नितान्तं कादाचित्का स्मृतिरपि पदाम्भोजयुग्मस्य तेऽम्ब ! मूकं रक्षं कलयति सुराचार्यमिन्द्रं च वाचा लक्ष्म्या लोको न च कलयते तां कले: किं हि दौःस्थ्यम् ॥३॥
दृष्ट्वा त्वत्पादपङ्केरुहनमनविधा-वुद्यतान्भक्तलोकान् दूरं गच्छन्ति रोगा हरिमिव हरिणा वीक्ष्य तद्वत्सुदूरम् । कालः कत्रापि लीनो भवति दिनकरे प्रोद्यमाने तमोवत् सौख्यं चायु यथाब्जं विकसति वचसां देवि श्रृङ्गाद्रिवासे ॥४॥ त्वत्पादांबुजपूज- नाप्तहृदयाम्भोजातशुद्धिर्जनः स्वर्ग रौरवमेव वेत्ति कमलानाथास्पदं दुःखदम् । कारागारमवैति चन्द्रनगरं वाग्देवि किं वर्णनै दृश्यं सर्वमुदीक्षते स हि पुना रज्जूरगाद्यैः समम् त्वत्पदाम्बुरुहं हृदाख्यसरसि स्यादृढमूलं यदा वक्त्राब्जे त्वमिवाम्बपद्मनिलया तिष्ठेद्गृहे निश्चला। कीर्ति र्यास्यति दिक्तटानपि नृपैः संपूजिता स्यात्तदा वादे सर्वनयेष्वपि प्रतिभटान्दरे करोत्येव हि
Tદ્દા शारदाषट्क स्तोत्रं संपूर्णम् ।।
વેદના (નિરંતર) અત્યધિક પાઠથી જડ (સમાન) થયેલ બ્રહ્મા પણ જેના કરકમળના ગ્રહણથી (પાણિગ્રહણ વિવાહ) પરસ્પર ગૂંથાયેલ ક્રિયા વાળા આ મનોહર વિવિધ પ્રકારના વિશ્વને સક્રિયપણે રચે છે તે તુંગા (તુંગભદ્રા) નદીના તટ પર નિવાસ કરવામાં આસકત (ઈચ્છક) હૃદય વાળી, શ્રીચક્ર (યંત્ર)માં નિવાસ કરનારી, સાધકોમાં શ્રેષ્ઠ શ્રીશંકરાચાર્યથી સ્તુતિ કરાયેલી શ્રીશારદા માતાને હું ભજું છું.
હે માતા ! સાધારણ નમન, ધ્યાન અને પૂજાની પદ્ધતિને જાણનારો, જે કોઈ મૂર્ખ પણ, જો તારી સેવા કરે તો (તારા) ચરણકમળની સેવામાં લીન એવા તેના મુખમાંથી અલંકારવાળી, સુંદર શબ્દોવાળી, રસયુકત પદોવાળી કવિતા દેવોની નદીની (ગંગા) જેમ, થોડા પણ પ્રયત્ન વગર જ વહેવા લાગે છે એ આશ્ચર્ય છે. | હે માતા ! સેવા, પૂજા અને નમનની વિધિઓ તો ખૂબ દૂર (રહે), તારા બે ચરણકમળનું કયારેક કરાયેલું સ્મરણ પણ મૂંગાને વાણીથી દેવોનો આચાર્ય (બૃહસ્પતિ) અને દરિદ્રને સંપત્તિથી ઈન્દ્ર બનાવી દે છે. લોક(સમૂહ) તે (શારદા)ને ઓળખી શકતો નથી. શું (આ) ખરેખર કળિયુગનો ખેલ છે ?
૩. હે વાણીની દેવી ! હે શૃંગ પર્વત પર નિવાસ કરનારી (શારદા) ! ભકતોને તારા ચરણકમળને નમન કરવાની વિધિમાં તત્પર થયેલા જોઈને જ રોગો, સિંહને જોઈને હરણો દૂર જતા રહે છે તેમ દૂર ભાગી જાય છે. સૂર્ય ઉગતા જેમ અંધકાર કયાંક લીના (અલોપ) થઈ જાય તેમ કાળ (મૃત્યુ) કયાંક છુપાઈ જાય છે. અને સુખ આયુષ્ય કમળની જેમ વિકસે છે.
હે વાણીની દેવી ! તારા ચરણકમળના પૂજનથી, હૃદય કમળની શુદ્ધિ પ્રાપ્ત કરેલો મનુષ્ય સ્વર્ગને રૌરવ નરક સમાન, વૈકુંઠને દુઃખ આપનાર અને ઈંદ્રપુરીને કારાગાર સમાન સમજે છે. અધિક વર્ણન કરવાથી શું ? વળી તે જે કંઈ દેખાય છે તેને ખરેખર દોરડાને સાપ વિગેરેની (ભાંતિની) જેમ જોવે છે. ૫.
હે માતા ! જયારે હૃદય નામના સરોવરમાં તારું ચરણકમળ દઢ મૂળ વાળું થાય ત્યારે જેમ-મુખકમળમાં તું સ્થિર છો તેમ ઘરમાં લક્ષ્મી સ્થિર થાય, કીર્તિ દિશાઓના છેડા સુધી જાય, રાજાઓ દ્વારા આદર-સન્માન થાય. અને ખરેખર સર્વશાસ્ત્રોના વાદમાં પ્રતિસ્પર્ધી (શત્રુ)ઓને દૂર કરે.
સંપૂર્ણ.
१५४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org