SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ ભાષાન્તર હે દીનતા, દુઃખ વગેરેનો નાશ કરનારી ! હે ભગવતી ! કહે, તારા વિના ભવસમુદ્રમાં વિપત્તિઓને કોણ દૂર કરે હે દેવી ! સંસારથી આર્દ્ર (ભીંજાયેલા) શરીરવાળો (તેમજ) અતિ ઉગ્ર દાહથી બળેલો (દાઝેલાં) હું તારા ચરણ કમળમાં મુગ્ધ બનેલ ભ્રમર છું. ૧ હે આપ (આદરણીય દેવી) ! નિયમિતપણે સ્મરાયેલા રુપવાળી, (તને) ચિત્તદ્વારા ધ્યાન કરવાની ઈચ્છા કરતો, મધુર વચનવાળો, (તારા) નામના ઘોષનાદની એક માત્ર પ્રવૃત્તિવાળો, કેમેય કરીને સંસારના અગ્નિમાં (સંસારદાવાનલમાં) તારી કૃપાથી, શીતળતાથી (તારે) આંગણે હાથ જોડીને (હું) ઉભો છું. ૨ *બસ (વે)'એ લોકોના શબ્દોથી (વચનોથી) પ્રયત્નપૂર્વક વારેલો (હોવા છતાં તારા ગુણોની ગરિમાને ગાવાની ઈચ્છા કરતો હું તને) મેં લો છું. લાંબા સમયથી રચેલા વિધાન (કાર્યક્રમ વાળી, પ્રતિદિન કરાયેલ વૃદ્ધિવાળી આપની આ ભકિત મને મોક્ષદાયક થાય. 3 તારી કૃપા થાય કે ભલે (નિશ્ચે) વજ્રપાત થાય; તારા ચરણકમળ વિના મારી કઈ બીજી ગતિ થાય ? શરણમાં આવેલા (મનુષ્ય)ના મુખ વિષે આત્માનંદના દિવ્યપ્રકાશરૂપ તારી ભક્તિ જ સંસારમાં પડેલા લોકોનું જીવન છે. મને ધીરજયુકત વિચાર, ક્ષમા અને નિર્મળ ચરિત્રવાળો સજનોનો સંગ સદાય આપો. (મારું) ચિત્ત કયારેય જગતના અનુભવની માયાથી વિમોહિત ન થાય. મને મોક્ષમાર્ગમાં નિરન્તર શુદ્ધ બુદ્ધિ આપો. ૫ હે દિવ્ય વૈષવાળી ! રચાયેલા વિવિધ શબ્દોથી વણિત, ઉજજવળ વર્ણવાળી, કર્ણમધુર ધ્વનિ દ્વારા ઉદ્ઘોષિત, મંજીલ (કર્ણપ્રિય ધ્વનિવાળી), વીણા ધારણ કરનારી, ઉજળાં વસ્ત્રોની શોભાવાળી છો. તે શારદાદેવી સંકટોથી રચિત વિકારથી મને બચાવે. ૬ (તે દેવી) પોતાના ભક્તને નિર્મળ બુદ્ધિનો પ્રકાશ કરનાર અને સદ્ગુણોના ગૌરવરૂપ સર્વવિદ્યાનો વિસ્તાર પ્રદાન કરે. સઘળા દેવોનાં સમુદાયમાં (પણ) આનું (દેવીનું) (જે) સાત્વિક રૂપ છે તે) ધ્યાનયોગ વખતે મને સંસારના ભયમાંથી બચાવનાર (મુકત કરનાર) થાય. ७ કલિયુગના દોષમાં પડેલાઓને પવિત્ર કરનારી તે ગંગા (છે.), સંસારના ભયરૂપ અનિષ્ટોનો નાશ કરનાર રામનામ, (અને) વરદઆપનાર દેવોમાં મુખ્ય એવા બ્રહ્મા હોય તો પણ (તે સઘળા) જ્ઞાનદાનના વિષયમાં તારા સમાન થઈ શકતા નથી. ८ દેવોનો સાહજિક કોમળ સ્વભાવ હોય છે. અને સ્તુતિના Jain Education International વચનથી તુષ્ટ થયેલો કોણ પ્રસન્ન નથી થતો ? વાણીઓની સ્વામિની આ (દૈવી)તો મારા માટે અવિક કૃપાકારી જ છે, જે પોતે પણ મારા શબ્દોથી આ સ્તોત્રને ભણે છે. G સુંદર શ્વેત પાંખવાળો કંસપી (જેનું) વાહન (કે એવી), આર્દ્રધ્વનિથી મનોહર, હાથમાં રાખેલ વીણાવાળી, હાથમાં ધરેલ જપમાળાવાળી, ડાબા હાથમાં રહેલ વેદોવાળી, સુંદર ઘર રુપવાળી તે શારદા મારી રક્ષા કરે. ૧૦ આત્મજ્ઞાન માટે, દયાયુકત દૃષ્ટિપાતોવાળા સઘળા સજજન સમુદાયો દ્વારા સુખકારી કોંમળ હસ્તસ્પર્શ થી જાગૃતકરાયેલા આત્માવાળો, હર્ષિત રોમાંચિત અંગોવાળો, ગુરુજન, દેવો અને વૃદ્ધોદ્વારા આખાસિત થયેલો હું તને નમું છું. ૧૧ - . અહીં (સંસારમાં) વિવિધજનો દ્વારા જે કંઈ આપવામાં આવે છે તે ખરેખર ભાગ્ય છે તે ક્ષણિક સુખ આપનારું અંતે નષ્ટપ્રાય થઈ જાય છે. જેનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે (તે) તારી જ્ઞાનવિજ્ઞાન-પૂર્ણ કૃપા શાશ્વત પરમસુખને માટે થાય છે. ૧૨ કરાયેલી નવવિધ (નવધા) ભકિતવાળી તું સદાય સ્તવાચ છે. તારા સિવાયનાં બીજા વિશ્વયોમાં ચિત્ત પ્રેરિત ન થાઓ. પઠનમાં લીન લોકો માટે મુક્તિ અને કલ્યાણના કારણરૂપ મારું સારસ્વત સ્તવન જન હિતને માટે થાઓ. ૧૩ શાંતિપૂર્ણ એવી પોતાના કુલજનોની સેવાને પૂરી કરીને, કરેલા ખૂબ ઉચિત કાર્યવાળા, સંતુષ્ટ અને આપ્તકામ એવો વૈરાગી, તારા પદને મેળવવાની ઈચ્છા કરતો સારી રીતે ઉદિત થયેલ સ્થિરબુદ્ધિવાળો ભત સંસારાગ્નિમાં ફરી કોચ દાહ પામતો બનતો નથી (દાહ પામતો નથી) १४ હે ભગવતી ! તારું આ સઘળું સ્તોત્ર (તારી સામે) સમક્ષ છે. જો કંઈ દોષયુકત વર્ણવવામાં આવે છે (તો) તેને ક્ષમા આપ, તારા ચરણમાં વિનયશીલ (એવો હું. એક જ તત્ત્વને જાણું છું (કે)પ્રસન્ન થયેલી (તું) દુઃખી ભકતને ક્યારેય ત્યજતી નથી.૧૫ -: સંપૂર્ણ ઃ ५५ अनुवाद १४२ For Private & Personal Use Only हे दीनता दुःख आदि का नाश करनेवाली! हे भगवति! कहो! तुम्हारे बिना भवसमुद्र में विपत्तियो को कौन दूर करे ? हे देवी! संसार से आई (भीगे हुए) शरीरवाला एवं अति उग्र दाह से जला हुआ मैं तुम्हारे चरण कमल पर मुग्ध बना हुआ भ्रमर हूं । (हे आदरणीय देवी !) नियमित रूप से स्मरण किये गये रूपवाली ! (तुम्हें) चित्त से ध्यान धरने की इच्छा रखनेवाला मधुर वचनवाला, (तुम्हारे ) नाम के घोषनाद की एकमात्र प्रवृत्ति करनेवाला, किसी भी तरह से संसार की अग्नि (संसार दावानल) मे तुम्हारी कृपा से अतिशय शीतलता के साथ ( तुम्हारे आंगन में www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy