SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ વડે વાણીરૂપ ગંગાં નદીના તરંગોથી ચંચળ ઉર્મિઓ વહેતી હોય તેમ ભાસે છે. ૮. શ્લોક મંત્ર - 8 વત્ન 8 થનં કુરુ કુરુ વET | આ જાપથી ધનવાન થાય છે. હે દેવી! તમારા તેજની કાંતિથી જેઓ ક્ષણવાર પણ એકાગ્ર ચિત્તવાળા થઈને, આ આકારને સિંદૂરની પરાગના સમૂહથી વ્યાપ્ત (ફેલાયેલું) થઈ ગયું છે. એમ ધ્યાનથી જોવે છે. અને પૃથ્વીને કરતાં અલતાના (વૃક્ષના) લાલ કલરના રસમાં મગ્ન થઈ ગઈ હોય. એમ ધ્યાન કરે છે. તેઓને કામદેવથી પીડા પામેલી હરણના ભય પામેલા બચ્ચાના જેવી આંખવાળી સ્ત્રીઓ વશ થાય છે. ૯. શ્લોક મંત્ર - ૐ હ્વીં હૈં ઢ: પુત્ર કુરુ કુરુ સ્વાદા | ત્રિકાલ જાપથી પુત્ર પ્રાપ્તિ થાય છે. હે દેવી! જે પુરુષો ક્ષણવાર પણ તન્મયતાપૂર્વક ચિત્ત સ્થિર કરીને દેદીપ્યમાન સુવર્ણના કર્ણકુંડલોને બાજુબંધને ધારણ કરનારી, કેડે બાંધેલ કંદોરાવાળી, તારું ધ્યાન કરે છે તેઓના ઘરમાં ઉત્સુકતાથી પ્રતિ દિન ઉત્તરોત્તર વધતી મદોન્મત્ત હાથીના ચંચલ કાન સરખી લક્ષ્મી ચિરકાળ સુધી સ્થિરતાને ભજે છે.૧૦. શ્લોક મંત્ર - 7 વર્તી જાત્રીનV: નઈ સુદ ggT T. ત્રિકાલજાપથી સર્વત્ર જય થાય છે. હે દેવી! ચંદ્રની કલાથી શણગારેલ મુગુટવાળી, મનુષ્યોના ખોપરીની કપાલની માળાવાળી, જપાકુસુમ જેવા લાલા વસ્ત્રને ઘારણ કરેલી, પ્રેતાસન f બીજ ઉપર બિરાજે લી, ચાર ભૂજાવાળી, ત્રણ ક્ષેત્રવાળી, ચારે બાજુ થી પુષ્ટ અને ઉંચા સ્તનવાળી (નાભિના) મધ્યભાગમાં ઊંડી ત્રણ વલયોના અંકિત શરીરવાળી, તમારાં સ્વરૂપની સંપત્તિને માટે વીર રસથી તમારૂં ધ્યાન કરે છે. લોક મંત્ર:- હું તન* નમ: ત્રિકાલ જાપથી કર્મક્ષય થાય છે. હે ભગવતી ! રાજાઓના અલ્પપરિવારવાળા સામાન્ય કુલમાં ઉત્પન્ન થયેલો શ્રીવત્સ રાજ (નામનો) રાજા, પ્રચંડ પરાક્રમથી અભ્યદય પામેલો સંપૂર્ણ પૃથ્વીની ચક્રવર્તિપદવી પ્રાપ્ત કરીને વિદ્યાધરોના સમૂહથી વંદન કરાયેલા સ્થાનવાળો થયો તે આ તમારા ચરણ કમળમાં નમસ્કાર કરવાથી ઉત્પન્ન થયેલ કૃપાનો ઉદય છે. ૧૨. બ્લોક મંત્રઃ- ટનૅ ટ્રી નમ: II ત્રિકાલ જાપથી રાજ્ય પ્રાપ્તિ થાય છે. હે ચંડી - ભગવતી ! તારા ચરણકમલની પૂજાને માટે જે પુરૂષોના હાથોને બિલ્લીપત્રને તોડતા - તૂટેલા કાંટાના અગ્ર ભાગથી સંપર્ક થયો નથી. તે પુરૂષો દંડ - અંકુશ - ચક્ર-બાણ - વજ - શ્રીવત્સ - મત્સ્ય (માછલી)ના ચિહ્નવાળા કમળ જેવા લાલ હાથવાળા રાજી કેવી રીતે થાય ? અર્થાત્ થતાં નથી. ૧૩. શ્લોક મંત્ર :- 7 નમ: | ત્રિકાલજાપથી મહારાજાપણું પ્રાપ્ત થાય છે. હે દેવી ! હે ત્રિપુરા ! બ્રાહ્મણો - ક્ષત્રિયો - વેશ્યો(તથા) શુદ્રો (આ ચારેય વર્ણના લોકો પર અને અપર કલા (અવસ્થા)રૂપ તને પૂજાના સમયે (અવસર) અનુક્રમે દૂધ-ઘીમધ અને શેરડીના રસોથી (તૃપ્ત) પ્રસન્ન કરીને વિદનોથી અબાધિત થયેલા જલ્દીથી તે જે જે ચિત્ત પ્રાર્થના કરે છે. તેઓને નક્કી જ તે તે સિદ્ધિને પ્રાપ્ત કરે છે. ૧૪. શ્લોક મંત્ર - ૩૪ વ ળે નમ: II. ત્રિકાલાપથી સર્વ ઈચ્છિત થાય છે. હે ત્રિપુરા! આ ભુવન (ચૌદ લોક) માં શબ્દો ઉત્પન્ન કરનારી (માતા) તું છે તેથી વાગ્યાદિની એ રીતે કહેવાય છે. અને તારાથી જ વિષ્ણુ અને ઈન્દ્ર વિગેરે પણ પ્રગટ થાય છે. (તથા) કલ્પ (સૃષ્ટિ) નાશના સમયે તે બ્રહ્મા વિગેરે જયાં લીન થાય છે. તે તું (ત્રિપુરા) અચિંત્યરૂપ અને મહિમાવાળી પરા (શ્રેષ્ઠ) શકિત કહેવાય છે. ૧૫. શ્લોક મંત્ર:- 3 ઈંf શ્રી માર્ચે નW: || વચનસિદ્ધિ થાય છે. હે ભગવતી ! આ સંસારમાં જે કંઈપણ ત્રણ પ્રકારની વસ્તુઓ નિશ્ચયે છે. ત્રણ દેવો (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) ત્રણ પ્રકારના અગ્નિ (દાક્ષિણાત્ય, ગાર્ધપત્ય, આવાનીચ) ત્રણ પ્રકારની શકિત (ઈચ્છા, જ્ઞાન, ક્રિયારૂપ) ત્રણ સ્વરો (ઉદાત્ત, અનુદાત્ત, સમાહાર) ત્રણ લોક (સ્વંગ, મર્ચ, પાતાલ) ત્રણ પદો (ઉત્પાદ, વ્યય, ધ્રુવ) ત્રણ તીર્થો (મસ્તક, હૃદય, નાભિકમલ) ત્રણ બ્રહ્મ (ઈડા, પિંગલા, સુષુમણારૂપ) ત્રણ વર્ણો (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય) ત્રણ શકિતબીજ( ) અને ત્રણ વર્ગો (ધર્મ, અર્થ, કામ) ઈત્યાદિ તે બધું જ ખરેખર ત્રિપુરા તને અનુસરે છે. ૧૬. શ્લોક મંત્ર - સરસ્વત્યે નમ: જાપથી વિદ્યાપ્રાપ્તિ થાય. (ભકત લોકો) રાજદ્વારે તને લક્ષ્મી સ્વરૂપે, યુદ્ધભૂમિ ઉપર જયા સ્વરૂપે, રાક્ષસ, હાથી અને સર્પવાળા માર્ગમાં ક્ષેમકરી સ્વરૂપે, વિષમ અને ભયાનક માર્ગવાળા પર્વત ઉપર (જતાં) શબરી સ્વરૂપે, ભૂત, પ્રેત, પિશાચ અને દૈત્યના ભયમાં મહાભેરવી સ્વરૂપે ચિત્તભ્રમ સમયે ત્રિપુરા સ્વરૂપે અને પાણીમાં ડૂબવાના સમયે તારા સ્વરૂપે - સ્મરણ કરીને વિપત્તિને તરી જાય છે.૧૭. શ્લોક મંત્રઃ- $ ર્દી શ્ર શાર્વે નમ: ચૌદ વિદ્યા પ્રાપ્ત થાય. માયા - કુડલિની - ક્રિયા - મધુમતી - કાલી - કલા - માલિની - માતંગી - વિજયા - જયા - ભગવતી - દેવી - શિવા - શાંભવી - શકિત - શંકરવલ્લભા - ત્રિનયના - વાગ્યાદિની - ભેરવી - હ્રીંકારી - ત્રિપુરા - પરાપરમચી - માતા અને કુમારી આ બધાં તારાંજ રૂપ છે. એ રીતે (૨૪ નામોથી) સ્તુતિ કરાયેલી છે. ૧૮. ૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy