SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫. ચાગ કરે છે તેમ તે બે કાન બનાવ્યાં છે. ૩૬. | હે ધન્ય ! હું એમ માનું છું કે તારા હોઠના અમૃતધારાના સરોવરના કિનારે આમથી તેમ ફરકતી ચંચળ પાંપણના લીલાના વિલાસને કરતાં નયન યુગલવાળું જાણે ચક્રવાકનું યુગલ, મુખરૂપી ચંદ્ર દ્વારા વિયોગના દુઃખને અતિશય કરે છે. ૩૭. વિવાદમાં તારા નેત્રનીકાંતિએ ચારેબાજુથી તરત જ પરાજિતા કરી નીલ કમળને કાળા મોંઢાવાળું કર્યું. હે શોભાથી સુંદર મુખવાળી માતા ! કટાક્ષ દ્વારા હરિણીને હરાવી દીધી છે જેણે એવાં તારા લોચન યુગલને શોભાવાળી લક્ષ્મી વડે સુખી કર. ૩૮. ચંદ્રમાના કલંકની છાયાના છલ (બહાના)થી મુખ ઉપર સળીથી આંજેલી આંખની આકૃતિ કરવાવાળી તું, તારી ઉપમાને ધારણ કરતાં દર્પણ જેવા ચંદ્રને તે બનાવ્યો છે ચંદ્રને વૈણાંક (વીણાનો ચિ ) બનાવ્યો અને ત્રણેય ભવનમાં પ્રસિદ્ધ મહિમાવાળો જે હિમાંશુ (ચંદ્ર) છે તેને વિધાતાએ વૃદ્ધિ અને હાનિવાળો બનાવ્યો છે. * ૩૯. સમસ્ત અને વ્યસ્ત ત્રણેય જગત જેની શોભાથી અભિભૂતા છે એવા ચારેબાજુ ફેલાતા તમારા મુખના તેજવડે જગત પ્રકાશક જવાલાઓથી, અતિ સુંદર, સૂર્યનું તેજ અને અમૃતના પુંજથી બનેલું ના હોય એવા ચંદ્રનું તેજ, તેની સાથે કેવી રીતે સરખાવી શકાય ? ૪૦. | મધથી પણ મધુર, લાલ અંધરના પ્રસન્ન રસથી પ્રગાઢ તમારા મુખમાંથી નીકળતી નવ-નવી સૂકિતઓ મારા ચિત્તમાં ઝરે છે. ત્યારે સુધાંશુ પણ સૂર્ય જેવો લાગે છે ઈન્દ્રનો અમૃતકુંડ ફોગટ, બૃહસ્પતિ અને દેવતાઓની ધારા પણ કશું નથી. અર્થાત્ ફોગટ લાગે છે. ૪૧. તમારી બંને ભમરો કામદેવના સજ્જ થયેલા ધનુષ્ય જેવી છે જે કટાક્ષરૂપી બાણો વડે ત્રણેય જગતને વેધનું લક્ષ્ય બતાવે છે, તેમાં પહેલાનું જે પુષ્પ ધનુષ્ય છે જેનો પરાગ શિવજીના ત્રીજા નેત્રની અગ્નિની આતિરૂપ છે તે તમારા ભવના ભંગ માટે થાઓ. ૪૨. મસ્તક-કંઠ વિગેરે ઉત્પત્તિ સ્થાનોને પ્રાપ્ત કરીને વિખેરાયેલા ઘણા બધા જે વર્ષો જે જગતમાં પણ સમાતા નથી અને તમારા હોઠના સુધાસાગરમાંથી ઉત્પન્ન થયેલાં વચનના પ્રવાહો કાનના કુવાની અંદર કાનની પાળનું શરણ લઈને વહી રહ્યાં છે. ૪૩. સ્મિતના ખીલના ઉલ્લાસથી ફેલાઈ રહેલા બંને કપોલ ઉપર કુલી રહેલા ચંચલ તારાનો ભમ પેદા કરતાં મોતીથી મંડિત તમારા બે કનકમય કુંડલ જાણે પ્રભાના ભારથી જિતાયેલા નિર્મળ કાંતિવાળા સૂર્ય અને ચંદ્ર ડોલતા ન હોય ? તેમ લાગે છે. ૪૪. તમારા ભાલસ્થલરૂપ નિર્મલચંદ્રના, રાહુથી ગ્રસાયેલા અર્ધ બિંબ ઉપર કામદેવે સજ્જ કરેલું ધનુષ્ય ન હોય તેવા તમારા બંને ભમરો શોભી રહ્યાં છે. તેનાથી જ સકલ વિશ્વનો જય કરનારી મહાસિદ્ધિ જે વિસ્મચના સ્થાનભૂત છે તે કામદેવને પણ પ્રાપ્ત થઈ. તારી કાંતિના કલાપથી જિતાયેલા મયૂરના કલા કલાપે તારા કેશપાશના કલાપ સાથે સ્પર્ધા કરી તેમ થવા છતાં પણ તારા કેશમાં ગુંથેલા ફુલો વડે પૂજાયા અથવા હાથથી બનાવેલો અર્ધચંદ્ર અત્યંત અનાદર કરીને અપાયો. તમારા મસ્તક ઉપર રહેલા વાળ, લાવણ્યરૂપી સરોવરના જલના જંબાલ (કીચડ)ન હોય ? અથવા કામદેવની જાણે તલવાર ન હોય ? ચમરી ગાય પોતાના પુચ્છના અધોભાગવડે પોતાના ચમરના વાળથી જ જનિત છે એમ કેશપાશને કહે તો પંડિતલોકો તેની સાથે થોડી તુલના કરે ? ૪૭. તમારા વાળમાં બાંધેલ નવીન મણિલતિકાના ફલોથી મિશ્ર કાંતિવાળી વેણી કાબરચીતરી બની ગઈ, પુષ્પબાણ અનંગની સેનાનો અંધકાર જાણે ઝડપથી તમારા નવીન મુખરૂપી ચંદ્રના ઉદયના કારણે વેણીમાં વીલીન થઇ ગયો. એવો મને વહેમ છે.૪૮. નિઃશંકપણે કલ્પ છું કે તમારો જે સેંથો છે તે કેશના સમૂહની કાંતિના પ્રવાહને વહેવા માટેનો જાણે માર્ગ ન હોય ? અથવા તો વસંતનો અને રતિનો સખા અનંગ જાણે જગતને જીતવા માટે તમારા વાળના પુષ્પવનમાં માર્ગ ન બતાવતો હોય ? ૪૯. તમારા શરીરની અંદર કાંતિનો જે સમૂહ છે તે નવેય નિધિઓનો પ્રતિનિધિ છે તમારી બંને ભમરો નીલ નામનો નિધિ છે. તમારો શંખ (કંઠલો) એ શંખનિધિ છે મુખ અને હાથ એ મહાપદ્મ અને પદ્મ છે. નયન યુગલ એ મકર છે. મુકુંદ અને કુંદ એ તમારા દાંતની પંકિત છે અને તમારા પગ એ કમઠ (કચ્છ) નામનો છે. ૫૦. | ગદાના વ્યાઘાતથી વેરીઓના મનમાં ભય ઉત્પન્ન કરતી. ત્રણેય ભુવનમાં જે દ્વેષી લોકો છે તેને ત્રિશુલથી પરોવી દેતી છે. મારા મનમાં પરમ આનંદ સ્વરૂપ બની મારા અર્ધ નિમીલિતા આંખોમાં અમૃત જેવું બનીને હે જનની ! તારું રૂપ વિલસો. ૫૧. કોઈપણ રીતે કોઈક કવિઓ વડે કવિત્વ અને વકતૃત્વમાં અનુભવ કરાયેલી ભગવતી, કેટલાકે તને કમલવાસિની તરીકે જોઇ પણ અમારાજેવાવડેપરિચિત એવા ચિદાનંદલહરીના આલિંગનથી. વીંટળાયેલી તું શ્રવણમાર્ગથી દૂર રહી અને અપરિચિત રહી.૫૨. સ્વર્ગગાના તરંગોમાં ડોલતા કમળોની લીલામાં આસકત, તારી શકિત હંમેશા સ્વતંત્ર રહી છે. અર્થાલંકારની સાથે નવાનવા મોટા શાસ્ત્રોની રચનાઓમાં કવિઓને પરાધીન ભલે હો છતાંય કોઈના અધિકારમાં નથી રહેતી. પ૩. મોટી મોટી ચટ્ટાનો, શિલાઓ પહાડે પહાડે બ્રહ્માંડના ઉદરને ભરી કાઢે તેવા જોરથી પોતાની મોટી વાણીને ભલે ગાંગરો, પણ તમારી વાણીના પદના લાલિત્યથી વિલસતું નવીન સુધાના સાગરની લહેરોથી પથરાયેલું વેદવ્ય તો કોઈક અલગજ છે.૫૪. હે જગજનની ! તું જ મારી માતા છે તું મારો પિતા છે. તું જ મારો પરમ મિત્ર છે તું જ મારો સર્વાધિક સખા છે. તું જ ભાઈ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy