SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ તમારા કંઠમાંથી મધથી પણ મધુર અત્યંત સુંદર કુજનને કાનભરીને સાંભળ્યા બાદ કોયલના કુલે, તે મધુર ધ્વનિને શિખવા. માટે ઈચ્છયું, અમાસની રાત્રિએ જ ઉત્પન્ન થયેલી જે સિદ્ધિ તે સ્થિર થાય છે. માટે કોયલ કુહુ કુહુ એવી રીતે શબ્દ કરવા લાગી. ૨૮. ૩૦. એને બદલે અહિ જલનો કુંડ છે તેથી હેતુનો વિપર્યાય છે. ૧૯. તારો મષ્ટિ મેચ મધ્યભાગ જે ત્રિવલીરૂપ છે એ સરસ રીતે રચાયેલ તારા નાભિ રૂપી સરોવરમાં કામદેવે ત્રણ સોપાન ન બનાવ્યાં હોય તેવા શોભે છે, કામદેવ તે સોપાન દ્વારા સ્નાન કરી, સ્તનથી ઉત્પન્ન થયેલી જે ડાભ તેનાથી અર્ધાજલિનું એવું વિધાન કરે છે કે જેનાથી ત્રણે લોકમાં રહેલા મુનીઓના મન પણ અહો ઉમત્ત બની જાય છે. ૨૦. તારા અમંદ આનંદરૂપી સ્કૂરાચમાન જે મકરંદ તેના જ એકમાત્ર રસીયા, અનુભૂતિ સામ્રાજ્યના ભવનરૂપ, પંડિતોના સમૂહોએ નિઃશંક પણે એક એક અંગની સ્તુતિ અને ગુણગણનું ગાન કરવામાં, અને સત્-અસની વાચાળ પ્રવૃત્તિને કરતાં છતાં તમારા ઉદરને સાવ કૃશ કરી દીધું. ૨૧. તમારું નવીન સ્તનયુગલ જે દેદીપ્યમાન સુવર્ણકલશની ભાંતિને ઉત્પન્ન કરે છે તે અમંદપણે મંદાર પુષ્પના ડોડાનું અનુકરણ કરે છે કારણ કે (સ્તન બનાવતાં પહેલાં) વિધાતાએ પૂર્વાભ્યાસમાં કુંભના આકારમાં હાથીના બચ્ચાના ગંડસ્થલને રેખાંકન રૂપે કર્યા હતાં. ૨૨. તું મધ્યભાગમાં બિલકુલ પાતળી છે, તારું સ્તન યુગલ પર્વત જેવું પુષ્ટ છે. તે શરદ પૂર્ણિમાના ચંદ્ર જેવી સુંદર મુખવાળી છે તો કેમ શ્વેતમુખ છે ? તું અત્યંત કોમળ છે અને સ્તન યુગલ દેઢ અને કઠોર છે, ખરેખર તારા પોતાના સ્વભાવથી વિપરીત હોવાના કારણે જ મિત્રની જેમ સ્તન યુગલ બહાર નીકળી આવ્યું છે.૨૩. સરોવરના કિનારે ચંદ્રમાના જેવા શ્વેત અને શીતળ જળમાં વસતુ ચક્રવાકનું જોડલું રાત્રી કાળે ચંદ્રમાના ઉદયથી ઉત્પન્ન થયેલા વિરહને કારણે તમારા વક્ષસ્થળરૂપી સરોવરમાં વસ્યું અને ત્યાં જ તમારા મુખ રૂપી ચંદ્રનો ઉદય થયો. ખરેખર ! વિધાતાએ નિર્મેલું અન્યથા થતુ નથી. ૨૪. તમારા સ્તનયુગલ કામદેવ અને ચીવનરૂપી રાજાના મોતીની માળાથી અલંકૃત, ગંગાના કિનારે નાંખેલા તંબુ જેવાં શોભે છે. અથવા તો સ્તનયુગલ મોતીની માળા અને ગંગાના જલથી જેની શોભા વધેલી છે એવું જાણે મુદ્રિત કરેલુ પૂર્ણ કલશનું યુગલ ના હોય તેવુ શોભે છે. પેલો મેરૂગિરિ અને હિમાલય, બંને ભેગા થઈને પણ પોતાની ગરિમાની તુલનાને જો ઇચ્છે તો સ્વર્ગ ગંગાના શ્વેત ઉજજવલ જલની લહરીઓથી ધોવાયેલા શિખર વાળા હોવા છતાંય મોતીના હારની શોભાથી ચમકતાં તમારા સ્તન યુગલને હરાવવા સમર્થ થતાં નથી. ૨૬. આપના કંઠની જે કેળ તેની શંખ બરોબરી કરી શકતો નથી, ત્રણ રેખાઓ વડે ત્રણેય લોકને જાણે અંદર ગુપ્ત કરી દીધુ છે, અને વીણાવાદનમાં સરસ રસથી ભરપૂર સંગીતની રચનાના વિધાનમાં વિધાતાએ જાણે ત્રણેય ગ્રામનો વિશ્રામગૃહ કર્યો છે. ૨૭. આ તમારી જે બાહુરૂપી વેલડી છે તેના ઉપર કરકમલ, લીલાપુષ્પ જેવું શોભે છે, અને તમને નમેલાં લોકોને અભીષ્ટફળ આપતી ન હોય તેવી છે. હે માં ! તમારા ચરણમાં નમેલાં મને તમારૂ જે કરતલ છે તે મારા મસ્તક ઉપર મુગુટ સરખું શોભતું તમારા પ્રસાદને પાત્ર બનો. ૨૯. હે માતા ! મુખમાંથી અતિ સુંદર વાણીને ઝરતી તમારી કાયા જે છે તે અત્યંત મધુર રણરણાટ કરતી વીણા જ છે. તમારી ઉદર ઉપરની જે રોમરાજી છે તે વીણાનો દંડ છે તમારા બે અત્યંત મોટા. અને ગોળ જે સ્તન છે તે બે તુંબડા છે અને ગળામાં જે ત્રણ રેખા છે તે ત્રણ તાર છે. તમારા હાથ અને તમારા બાહુ કમળની નાળ અને કમળની સાથે કયો કવિ એકતાને બતાવે છે ? કારણકે જલમાંથી જે ઉત્પન્ન થાય છે અને જલમાં જ રહે છે. જયારે તમારો હાથ પંચાવચવી. અર્થાત્ ચૈતન્યરૂપ છે એમ શશધર વાગીશ (પંડીત) કહે છે.૩૧. હે સુકંઠી ! સ-અસત્ અને સદસત્ આ ત્રણેય પ્રકારે જગતું છે એ પ્રકારના નવવાદને આક્ષેપપૂર્વક (વિસ્તાર) કહેવામાં ચતુર વિદ્વાન પુરષોને, તારા કંઠમાં દેખાતી પ્રગટ એવી ત્રણ રેખાઓ બ્રહો કહેલા સ્વાવાદને કહી રહી ન હોય તેવી લાગે છે. ૩૨. ખરેખર બિંબની લાલાશ તે બિંબફળની છે, કોઈ પ્રવાળા (લાલકું પળ)ની તુલના કરે તો ન ચાલે, તેમ તારા અધરની સુધાના ભોજનરૂપ શ્રુતના જાણકારો તમારા હોઠની સાથે પરસ્પર તુલના કરે તો ઉત્તમ સુભાષિતની રચનારૂપ પ્રવાહની સાથે સાદૃશ્યની ઘટના કરે તો અન્યોન્ય વિષયરૂપ છે. ૩૩. હાથની અંગુલિથી વિધાતાએ તારા મુખને ધારણ કરી એકાગ્રતાથી સ્પષ્ટપણે જોયું અને ખરેખર શરીરની રચનાનું કાર્ય પુરૂ થયું હતું તેમાં અતિસૌંદર્યથી સુભગ એવી જે હડપચી એ કયારે ઉત્પન્ન થઈ ? ખરેખર મધ્યસ્થ જે પ્રયત્ન થાય છે તે મોટાઓના કાર્યને સફલ કરે છે. ૩૪. તમારા સ્મિતના છલથી હોઠની કાંતિને જાણે ગ્રહણ કરીને બાલ તડકાવાળા બાલસૂર્યના જેવી લાલ અધરવાળી, બે સંધ્યાઓની વિધાતાએ રચના કરી, એ બંનેની વચ્ચે નિત્ય સૂર્યને ભમાવે ને તો પણ તે તમારી સ્મિતની કાંતિના પરાર્ધમાં ભાગની કલાને પણ પ્રાપ્ત કરતાં નથી. ૩૫. કામદેવે પાંચ બાણમાંથી ત્રણ બાણને કાઢીને બે બાણવાળાં. પોતાના રહી ગયેલાં ભાથાથી તલના ફલની નાલ જેવા અંગવાળી તારી નાસિકા બનાવી છે. ત્રણેય વિશ્વનો વ્યામોહ કરવામાં ત્રણ બાણો વિજયી છે. સન્મુખ અને વિમુખ એવો વાયુ જેમ શ્રુતનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy