________________
ગ્રંથ ગરિમાની ગીરવતા
श्री सद्गुरुचरणेभ्यो नमः
જગજજનની ભગવતી વાગદેવી સરસ્વતી ની ઉપાસના સૃષ્ટિના ઉષઃ કાળથી થતી આવી છે.
યુગાદિકાળમાં એ બ્રાહ્મીના નામથી પ્રખ્યાત થઇ, ભગવાન યુગાદિદેવ ઋષભનાથની ગણના સૃષ્ટિના આદ્યકર્તા બ્રહ્મા તરીકે થાય છે. બ્રાહ્મી તેમની પુત્રી પરમાત્માએ જમણા હાથે તેને લિપિ શીખવાડી અને અક્ષરમાતૃકાને લિપિ રૂપે જગતમાં પ્રગટ કરી એલિપિ બ્રાહ્મીલિપિ કહેવાઇ. અને બ્રાહ્મી વાણીની દેવતા તરીકે પ્રસ્થાપિત થઈ.
જૈન આગમોમાં સહુથી પ્રાચીન ભગવતી સૂત્ર ગણાય છે. તેના પ્રારંભમાં મંગળ તરીકે ન વંfe ત્રિવિણ નોંધાયું છે. આ રીતે બ્રાહ્મી સરસ્વતીને નમસ્કાર કરવામાં આવ્યો છે.
પ્રસ્તુત ગ્રંથમાં નોંધાયેલ આગમિક મંત્ર પણ આવો જ છે. ॐ नमो हिरीए बंभीए भगवईए सिज्झउ मे भगवइ महाविजा , बंभी
महाबंभी स्वाहा।। અન્ય પણ આ. ભદ્રબાહુ આદિ મહર્ષિકૃત સારસ્વતમંત્રોમાં કયાંય છું બીજ નથી.
ૐ પૂર્વક પંચ પરમેષ્ટિ તથા સરસ્વતીના સ્વરૂપવાચક પદો દ્વારા જ મંત્રનિર્મિત થયા છે.
આ ઉપરથી એમ લાગે છે કે શબ્દ બ્રહ્મના મૂળબીજ રૂપ ૐકારમાંથી જ પ્રગટતી સરસ્વતીની પ્રાચીન પરંપરામાં ઉપાસના હશે. જેન પરંપરાના વર્ધમાન વિદ્યા આદિ પ્રાચીન વિદ્યાઓમાં ૐ સિવાય કોઈ બીજ નથી, ૐ એ નાદબ્રહ્મ સ્વરૂપ છે. નાદ બ્રહ્મ પરમાત્મ સ્વરૂપ છે તેમાંથી જ અન્ય સર્વ બીજો પ્રગટ થાય છે.
વિક્રમની પાંચમી શતાબ્દી પછી બીજમંત્રોનો કાળ શરૂ થાય છે અને સરસ્વતીનું સ્વતંત્ર હું બીજ મંત્રોમાં પ્રવેશે છે.
+૩+ઝ થાય છે એમ ૩+મ્ = $ થાય છે. આ બંને બીજો માત્ર સ્વરૂપ છે. » પરમાત્માનું પ્રતિક છે તો વાગ શકિતનું પ્રતિક છે. માત્ર સ્વરથી બનેલા આ બંને બીજો જાણે પરમાત્મા અને પ્રકૃતિની જોડી છે. જેમાંથી સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું. બ્રહ્મા સૃષ્ટિના કર્તા છે તો સરસ્વતી એની શકિત છે.
ભગવાન યુગાદિનાથે અક્ષરમાતૃકારૂપ સરસ્વતી પ્રગટ કરી પછી વિશ્વના સર્વ વ્યવહાર સર્જાયા. એ અર્થમાં એમને આપણે બ્રહ્મા સમજીએ.
અથવા બ્રહ્મા એટલે આત્મા, એની નાભિમાંથી છે નાદબ્રહ્મ ઉઠે છે. એમાંથી પ્રગટ થાય છે. પછી અક્ષરમાતૃકા અને સમગ્ર શ્રતનું સર્જન થાય છે. અથવા આત્મા એ બ્રહ્મા છે. પરાવાણી એજ સરસ્વતી છે જેમાંથી આત્માના વિકલ્પો પ્રગટે છે અને સંસારનું સર્જન થાય છે.
બીજ પછી તો ઉત્તરોત્તર તાંત્રિકકાળમાં નવાં નવાં બીજો જોડાતાં ગયાં અને વિવિધ સારસ્વત ઉપાસનાઓ ચાલતી ગઈ. જેના પરિપાકરૂપે સરસ્વતીના અસંખ્ય નામ સેંકડો મંત્રોને સ્વરૂપો આજે આપણને મળી રહ્યાં છે.
હવે આપણે મુખ્ય વિચાર કરીએ... સરસ્વતી એ કોઈ દેવી છે ? કે આત્મશકિત છે ? કે કોઇ વિશિષ્ટ અલૌકિક શકિત છે ?
સારસ્વત તત્ત્વ શું છે ? જેન ગ્રંથોમાં સરસ્વતીએ ગીતરતિ નામના ગંધર્વ નિકાયના વ્યસ્તરેન્દ્રની એક પટરાણી છે. આવા ઉલ્લેખ મળે છે. પણ કોઈ વ્યંતરદેવી આવી પરમ શકિત હોય તે વાત કોઈપણ મંત્ર મર્મજ્ઞસાધક સ્વીકારવા તૈયાર નહિ થાય.
મહાન સાધક મુનિઓ અને કવિઓએ લખેલાં ઘણા ગ્રંથોમાં પ્રારંભમાં સરસ્વતં મદદ ના ધ્યાનનો ઉલ્લેખ મળે છે. મદ: એટલે તેજ આ સારસ્વત તેજ શું છે ? એ કોઈ દેવીતો નથી જ પણ એ કોઈ વિશિષ્ટ શકિત છે.
વેદિક પરંપરાઓમાં પ્રાચીન કાળથી ત્રણ મહાનદીઓનો ઉલ્લેખ મળે છે. ગંગા - સિંધુ અને સરસ્વતી. સરસ્વતીને પરંપરા ગુપ્ત નદી ગણે છે. માત્ર ગંગા અને સિંધુ રહી. પણ સાથે આવી એક પ્રબળ પરંપરા છે, કે કોઈપણ બે નદીનો સંગમ થાય એમાં. સરસ્વતીનો પ્રવાહ સ્વયં આવી જાય તેથી એ ત્રિવેણી સંગમ કહેવાય.
આવા જે વિશિષ્ટ ત્રિવેણી સંગમ સ્થળો છે. ત્યાં સરસ્વતીનો નિવાસ ગણાય છે. આવા ત્રણ સારસ્વતતીર્થ મુખ્ય છે. કાશ્મીર - કાશી અને અજારી (પિંડવાડા, રાજ.) આ ત્રણે સ્થળોમાં ઝરણાં કે નદીનો ત્રિવેણી સંગમ છે.
મારું એમ માનવું છે કે જ્યાં આવાં ત્રિવેણી સંગમ રચાચા છે ત્યાં કોઈ વિશિષ્ટ અલૌકિક વિદ્યુત ચુંબકીયવૃત્ત (મેગ્નેટીક ફિલ્ડ) હોય છે. જેમાં વિશિષ્ટ શકિત (વિદ્યુત) પ્રવાહનું અવતરણ થાય છે. જેને દિવ્ય દૃષ્ટા યોગીઓ. “સારસ્વત મહઃ' તરીકે ઓળખે છે જે આ નિશ્ચિત મંત્રબીજો દ્વારા થતી ઉપાસના આપણી
VI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org