SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ભીતરના શકિતકેન્દ્રોને ખોલી નાખે છે. આ “સારસ્વતમહઃ” એ આકાશમંડળમાં નદીની જેમ પ્રવહતો પરમાત્માનો એક વિશિષ્ટ પ્રચંડ ઉર્જા પ્રવાહ છે જે આવા સંગમ સ્થળોમાં વિત્યું બકીય વાતાવરણ જયાં હોય ત્યાં અવતરિત થાય છે જેની ઉપાસના કરીને માનવ સાધકો પોતાનું ઇપ્સિત પ્રાપ્ત કરે છે. આ બ્રહ્માંડીય સારસ્વત મહલની વાત થઇ. હવે તેના પિંડ સાથેના સંબંધની વાત કરીએ. આપણા પિંડની ભીતર પણ ઈડા અને પિંગલાના નામથી. પ્રાણધારા વહે છે. જે ગંગા - સિંધુ છે. આ બંનેનો સંગમ થાય. ત્યારે સુષણા કહેવાય. એ જ સરસ્વતી છે સુષણા પથમાં ઉર્ધ્વમુખે પ્રવહતું તેજ સારસ્વત મહઃ તેજ કુંડલિની શકિત છે. આજ ત્રિપુરા આજ પરાત્પરા વાણી છે જેમાંથી સમગ્ર અક્ષરમાતૃકા પ્રગટ થાય છે. અને દ્વાદશાંગી પ્રગટ થાય છે. સારસ્વત શક્તિપીઠોમાં પ્રવહતો પરમ ઉર્જાપ્રવાહવિશિષ્ટ મંત્રબીના જાપ દ્વારા આપણી ભીતર આકર્ષિત થાય છે. તેના દ્વારા આપણા જ્ઞાનાવરણીય કર્મનું દહન થાય છે અને ભીતરનું સારસ્વતમહઃ પ્રગટ થાય છે એટલે બ્રહ્માંડમાં વહેતો પરમાત્માનો વિશિષ્ટ પ્રવાહ તેજ સરસ્વતી, એનું અવતરણ જ્યાં થાય તે સરસ્વતી તીર્થ, (અને) ત્યાંના જે અધિષ્ઠાયક હોચ તે સરસ્વતી દેવી, અને આ પ્રવાહને આપણી ભીતર આકર્ષિત કરે તે સારસ્વતમંત્ર.. સાધકની જેટલી પાત્રતા હોય તેટલો એ મહાપ્રવાહમાંથી સારસ્વત પ્રસાદ મળે. આ ભિન્ન ભિન્ન શકિતપીઠોની અધિષ્ઠાયિકા એકપણ હોઈ શકે અને ભિન્ન ભિન્ન પણ હોઈ શકે. દરેક શકિતપીઠોની ભૌગોલિક સ્થિતિ અલગ અલગ હોવાથી ત્યાં પ્રગટતાં સારસ્વત ઉર્જા પ્રવાહમાં તરતમતા રહેવાની તેથી તેની ઉપાસના માટેના મંત્ર બીજોમાં પણ વૈવિધ્ય રહેવાનું સરસ્વતીની મુખ્ય ત્રણ શકિતપીઠ સિવાય લઘુ શકિતપીઠ અસંખ્ય હોઈ શકે. જૈન પરંપરાની લગભગ પોશાળો સારસ્વત ઉપાસનાના સિદ્ધ કેન્દ્ર સ્વરૂપ હતી. સારસ્વત પ્રસાદમાં બે ભાગ છે. પહેલો સ્મૃતિ-ધારણાપ્રજ્ઞાની વૃદ્ધિ. બીજો ભાગ વાફશકિતને કવિત્વની પ્રાપ્તિ આદિ. સારસ્વત સાધના કરતાં કરતાં પ્રાણ સુષુણા = મધ્યમપથમાં સ્થિર થાય ત્યારે પહેલા તબક્કે સ્મૃતિ ધારણા અને પ્રજ્ઞા તીવ્ર થાય, એ જ સ્થિરપ્રાણમાં બીજા તબક્કે સારસ્વત ઉર્જન અવતરણ થતાં જ કુંડલિનીનું જાગરણ થાય અને એ જાગરણ પછી ઉદર્વગમન થાય. એમાંથી ક્રમશઃ પ્રબળવાશકિત, ઉત્કૃષ્ટ કવિત્વ અને છેલ્લે કેવલ્ય પણ પ્રગટ થાય. ઈડા અને પિંગલામાં (સૂર્ય અને ચંદ્ર, આત્મા અને મન) વહેતી પ્રાણધારાનું સ્થિરમિલન તે સુષષ્ણા. દારિક-તેજસ કામણ કે સ્કૂલ-સૂક્ષ્મ કે કારણ આ ત્રણે શરીરમાં અનુસૂત આત્મઉર્જા તે કુંડલિની મહાશકિત. પ્રાણધારા સુષુપ્સામાં સ્થિર થાય તે પહેલો તબક્કો, સ્થિર થયેલી પ્રાણધારા આકાશમંડળમાં વહેતી સારસ્વતમહ:ની ધારાને ઝીલી, આત્મ ઉર્જાને ઉર્ધ્વગામિનિ કરે તે બીજો તબક્કો, જે કેવલ્ય પ્રાપ્તિમાં પૂર્ણ થાય. પૂ. બપ્પભટ્ટ સૂરિ મ. નું FિUતિન કે પૂ. મુનિ સુંદર સૂ.મ. નું ના-રિત્ સાન્તા કે લઘુકવિનું દ્રવ શRાસનસ્થ કે પછી પૃથ્વીધરાચાર્ય નું હેન્દ્રથી નથી કે ઉપાધ્યાય ચશો વિ.મ. નું TUTમાનતજ્ઞાન સ્તોત્ર આ પરમાત્માના મુખથી પ્રગટ થયેલ પરમ સારસ્વતી ઉપ્રવાહનું જ વર્ણન કરે છે. પરમચિતિ શકિતની સ્તવના કરે છે. કોઈચતુર્નિકાયની દેવીની નહિ આતો નાદ અને જયોતિની સાધના છે. જે પૂર્ણ થતાં પરમાત્મ સાક્ષાત્કારમાં પરિણમે છે. કૈવલ્યની પ્રાપ્તિ એની ચરમ પરિણતિ છે. સિદ્ધ અનુભવી સાધકોનો એક વિશિષ્ટ અનુભવ પણ છે. તે પણ વિજ્ઞાનથી સિદ્ધ હોવાથી નોંધી લઈએ. આપણે જે સિદ્ધમંત્રબીજો કે સ્તોત્રોના જપ કે પાઠ કરીએ છીએ. તેમના શબ્દોમાંથી એક જબરદસ્ત ચૈતન્ય પ્રગટ થાય છે. ધ્વનિ તરંગોમાંથી વિશિષ્ટ વિદ્યુત પેદા થાય છે. એજ આપણું ઇષ્ટ કાર્ય કરે છે. મંત્ર કે સ્તોત્ર ચેતન્યમય હોવાથી તેના ધ્વનિતરંગો માંથી જ ઈષ્ટનું દિવ્યસ્વરૂપ સ્વયં પ્રગટ થાય છે. અને આપણને અનુગ્રહ કે નિગ્રહ કરે છે. મંત્ર સ્વયં દેવરૂપ છે. નિરંતર જાપ દ્વારા તેની શકિત પ્રગટ થાય છે જેમ અરણિના મંથનમાંથી અગ્નિ પ્રગટ થાય છે. તેમ વૈજ્ઞાનિકોએ પણ શબ્દથી આવી શકિત પરીક્ષિત કરી છે. મંત્ર કે સ્તોત્રના ધ્વનિ તરંગોથી આછી રેતમાં ઇષ્ટનું ચિત્ર સ્વયં દોરાઈ જાય છે. અનુભવી સાધકો એમ માને છે કે શુદ્ધતાથી કરાયેલો સિદ્ધમંત્રનો જાપ જ દિવ્ય શકિત પ્રગટ કરી આપણું ઈષ્ટ સિદ્ધ કરે છે. મંત્ર ચૈતન્યથી ભિન્ન કોઈ દેવ નથી. મંત્રબીજોની ભિન્નતાથી ઇષ્ટના સ્વરૂપ પણ જુદા જુદા હોઈ શકે. તેથી સરસ્વતીના પણ ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. હંસવાહના - મયૂરવાહના આદિ, વીણાધારિણી-કમંડલૂધારિણી આદિ પણ છે આ બધુ સિદ્ધમંત્ર ચૈતન્યનો જ મહાવિલાસ છે. સાધના જગતમાં અનુભવોને એના તારણમાં આવું વૈવિધ્ય રહેવાનું જ છે. પણ છેવટે બધું એક જ થઈ જાય. ' હવે દેવજગતમાં સરસ્વતી દેવી કોણ છે તેનો વિમર્શ કરીએ. પ્રાચીન પરંપરામાં સરસ્વતીને સંગીત નૃત્ય ને નાટ્યની. દેવી પણ કહી છે. આ સરસ્વતી દેવી ગંધર્વ નિકાયના ઇંદ્ર ગીતરતિ ની પટ્ટરાણી સંભવે તેઓ પ્રાયઃ મયૂરવાહિની હશે. મયૂર કલાનું પ્રતિક છે. જંબુદ્વીપ આદિ આઠ દ્વીપમાં ૬ વર્ષધર પર્વતો છે. દરેક પર્વત પર ૬ દ્રહ છે તે દ્રહોમાં શ્રી-હી-ધી - કીર્તિ-બુદ્ધિ VII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy