SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ છે? ૧૯. સ્વામિની સેવા માટે આવેલી નક્ષત્ર મંડળી છે ? કે ત્રણ ભુવનથી સ્તવનીય વાણીની દેવી એવી તને પ્રસન્ન કરવા માટે આવેલા સપ્તર્ષિઓ છે? કે તારી શ્વેતકાંતિવાળી કાયાથી ઝરતા લાવણ્યના જળકણોનો પુંજ છે ? કે તારા હૃદયમાંથી જ્ઞાનરૂપી અંકુરા બહાર નીકળ્યાં છે ? કે તારા મુખરૂપી ચંદ્રમાંથી ઝરતી અમૃતની છટા ૯/૧૦. સરસ્વતીના મુખથી પોતાની કાંતિ જીતાઈ જવાથી લજ્જિતા થયેલા ચંઢે મને તજી દીધો હોવા છતાં હું દેવીના કરકમલમાં ઉંચે વર્તી રહેલ છું અને કુવલયને જીતનાર દેવીના નેત્રોની નજીકમાં છું. આમ વિચારી જાણે દેવીના કરકમલમાં રહેલ, કમળ ખીલીને ચમકી રહ્યું. ૧૧. દુરિતરૂપ મળને ભેદનારી, તાપને ટાળનારી, સુર-અસુરની સુંદરીઓના વિનમ્ર મસ્તક પર શોભતી કિરણોથી ઝળહળતી, સેંકડો મકરી (કબરી) વાળા, સુંદરવાળની લટરૂપી કમળવાળી, લાવણ્યના ઉછળતા જળ પ્રવાહવાળા તમારા ચરણ યુગલની નદી મદની નવીન ઉત્પત્તિ રૂપ-તૃષાને હણો. ૧૨. દિશાઓને ઉજજવળ કરતી, સમગ્ર આકાશના અવકાશમાં ફેલાતી હાથીદાંતના કાપેલ ઉજજવળ ટુકડાની કાંતિને જીતનારી તારા મુખરૂપ ચંદ્રની પોસ્નાને ચકોર જેવા તૃષાતુર થઈ, કોઇ ધન્ય પુરપ જ નમનની અંજલિ વડે પીએ છે. ૧૩. તારું નામ હૃદયમાં ઉત્પન્ન થયેલ વિવિધ પ્રકારની બુદ્ધિની અંધતાના અંધકારના વિસ્તારને છેદવામાં સૂર્ય જેવું છે, વંદન કરનારની વરાકતા (દીનતા) ને વિશીર્ણ કરે છે અને મોટા મસ જડતાના પહાડોની શ્રેણીના જાણનારને ભેદનાર છે. મનીષિગણ તારું નામ આવું જાણે છે. સઘળી વાંછિત સંપદાને દેનાર તારા નામને રાજસભામાં, ચૂતમાં, વાદમાં, વિવાદમાં, મદોન્મત્ત કવિઓ અને ક્રીડા કાવ્યમાં કે અન્ય કોઈપણ વિષમ કાર્યમાં જે યાદ કરે છે. તેનું તે કાર્ય પૂરા જોશ સાથે ઉછલતા વિજચથી ઉજજવળ બને છે. ૧૫. | વિબુધો જગતમાં તને અનેકરૂપે વખાણે છે. તું કલ્યાણી છે. શુભા છે. વિજયા છે. જયા છે સુમનસી છે. ઉમા છે. સિદ્ધિ વૃદ્ધિ, જયતી અને અપરાજિતા છે. અભયા-શાંતા-ભદ્રા-મંગલાને શિવા પણ તું છે. રતિ-મતિ-શ્રુતિ-સ્વસ્તિ-શ્રી-કીર્તિ-વૃષ્ટિ-અને સારી પુષ્ટિને આપનાર પણ તું જ છે. ૧૬. જગતમાં તરછોડાયેલો ઉધઈની જડતાથી જેના વચન-શ્રુતિસ્કૂલના પામે છે, પ્રજ્ઞાનો અંશ પણ જેની પાસે નથી, અને પ્રતિભાહીન છે, તેવી વ્યકિત પણ જો તારા શરદઋતુના ચંદ્ર જેવા નિર્મળ રૂપને હે માં ! હૃદયમાં સ્થિરતાથી ધારણ કરે છે. તે દેદીપ્યમાન કીર્તિવાળા બૃહસ્પતિને પણ નીચો દેખાડી શકે છે, ૧૭. જે સબદ્રિવાનો તારા ચિંતન રૂપ વશીકરણને હૃદયમાં ધારણ કરે છે. તેને મૃગબાળ જેવા નયનવાળી લલનાઓ, લાલિત્યપૂર્વક પાછું વાળીને જોતી, ભોળી-સ્નેહાળ- મીંયાઈજતી પાંપણરૂપી પડીયાવાળી, સુકુમારને મધુર, ખીલતી, ફેલાતી, તિષ્ઠિ કીકીવાળી નજરથી નિરંતર પીએ છે. ૧૮. તારું સ્મરણ કરીને જે બોલે છે. તેનો વચન સમૂહ સરસરીતે ગોઠવેલા, ચમકતા, સુંદરરીતે ઉચ્ચારણ કરતાં પદોથી મનોહર હોય છે. વિવિધ રસ અનેક પ્રકારના છંદ અને ભાષાથી ચમકતો હોય છે. વિવિધ સુંદર અલંકારોથી અલંકૃત હોય છે. અને શ્રેષ્ઠ માધુર્યને રેલાવતો હોય છે. અંધકારમાં સૂર્ય, ભયમાં રક્ષા, મરૂભૂમિમાં મેધ, શત્રમાં સંહાર, દારિદ્રય માં નિધાન, ભાન્તિમાં સદ્બુદ્ધિ, સાપમાં ગરૂડ, સત્રાગારમાં અર્થ સમૂહ, રોગમાં મહોષધિઓ, વિપત્તિમાં દયાળુ આવા વિવિધરૂપે તારો પ્રસાદકણ દેખાય છે. ૨૦. હે માં ! તું હર્ષની જનની છે, કીર્તિની કારિકા છે.ગુણશ્રેણીની ધારિકા છે, બુદ્ધિની વિતરિકા છે, ઇચ્છિતની દાતા છે, લક્ષ્મીની વધારનારી છે, અંધકારની હારિકા છે. બુદ્ધિની મંદતાને કાપે છે, શત્રુસમૂહને હણે છે. આ રીતે દીનપણે બોલતાં મારી બુદ્ધિની વૃદ્ધિને કરો. ૨ ૧. જગત વિજેતા ની છાયા જેવા તારા ગુણના સમૂહને કહેવાને કે જાણવાને અમે અશકત છીએ પણ હે માં ! સરસ્વતિ ! તું જ મારી વાણીને એવી પટુ કર કે જેથી હું તારાગુણ ગૌરવને કહેવા સમર્થ બની જાઉં. ૨૨. હે કવિ સમૂહના ચિત્તરૂપી સરોવરની કલહંસિકે, ગુણીજનના. માનસ સાગરની ચંદ્ર કલે ! જિનેશ્વર પ્રભુના વદનરૂપ વિકસ્વર કમળમાં ભમરિકે! વિનમ્ર સાધકના હૃદય કમળને ખીલવવામાં સૂર્યની કાંતિ સમાન તારો જય થાઓ. રાજ્યમાં મને રૂચિ નથી. નમ્ર અન્ય લક્ષ્મીની શ્રેણી મને વલ્લભ નથી તેજસ્વી સ્ત્રીઓના સમૂહમાં કે ઉદ્યમની સંપદામાં મને આસકિત નથી, પણ અંજલિબદ્ધ હાથ મસ્તકે લગાવીને એટલું જ ચાચુ છું. હે વાÈવી ! હે માઁ ! તું મારા પર પૂર્ણ પ્રસાદ ૧૪. કર. ૨૪. આ પ્રમાણે મેં મૂઢ બુદ્ધિએ ભારતીન; અનુગ્રહથી જ રચેલી છે. તેની સ્તુતિને જે શ્રદ્ધાળુ સ્થિર મનથી અશઠભાવે ભણે છે. તે મનીષી જગતમાં શ્રીમાન -ધીમાન ને પુણ્યવાન બને છે. ૨૫. સંપૂર્ણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy