SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથના ગર્ભધારે શ્રુતાધિષ્ઠાત્રીની ઉપાસનાથી સાફqપ્રગટાવીએ પરિશ્રમ કરીને કર્યો છે. એક સાથે આ રીતે એક વિષયના પ્રાપ્ય સકલ સ્તોત્ર - સ્તુતિનો સંગ્રહ આપીને મૃતદેવતાના અનુરાગી ભકતજનો ઉપર ઉપકાર જ થયો છે. પ્રત્યેક વ્યકિતને પોતાના જીવનમાં કોઈકને કોઈક ઈષ્ટ તત્ત્વ હોય છે. એ જે ઈષ્ટની ઉપાસના કરે છે. જે ભાવે ઉપાસના કરે છે તે ભાવે ઈષ્ટનું એ તત્ત્વ વ્યકિતમાં સંક્રાન્ત થાય છે. વિનિયોગ પામે છે. ઉદા. મહાવીર મહારાજામાં તપ ઉત્કૃષ્ટ કોટિનું હતું, તો તેના ઉપાસકમાં ઉત્કૃષ્ટ તપ કરવાની શકિત લીલા માત્રમાં આવે છે. વ્યકિતની શરીરની શકિત મર્યાદિત હોવા છતાં તે, તે કરે છે. તે એ ઉપાસ્ય તત્ત્વનો પ્રભાવ છે. ઉપાસના શકિત કરતાં ઉપાસ્ય શકિત ખૂબ જ સક્રિય હોય છે. ચિરકાળ ટકનારી હોય છે. પણ તેની ઉપાસના સઘઃ લાભદાયિની બની રહે છે. આ ઉપાસના પૂજા સામાન્ય રીતે ચાર પ્રકારે થતી હોય છે. પુષ્પ પૂજા - વંદન પૂજા - સ્તવન પૂજા - ધ્યાન પૂજા. આ ચાર ઉત્તરોત્તર વધુને વધુ લાભ દેનારી છે. આમાં શ્રેષ્ઠ દવાનપૂજા છે, તેના બે પ્રકાર છે. આલંબન ધ્યાન અને નિરાલંબન ધ્યાન આલંબન યાન બે પ્રકારે છે. આકૃતિધ્યાન અને અક્ષર ધ્યાન, આકૃતિ ધ્યાનથી પ્રારંભ થાય છે. પછી તેટલો જ આનંદ અક્ષરધ્યાન દ્વારા આવે છે. આકૃતિધ્યાન - અક્ષરધ્યાન જેવું જ એક ખૂબ જ અસરકારક વર્ણ ધ્યાન છે. તે તે કાર્ય માટે તે તે વર્ણનું ધ્યાન તે તે કામ કરવા શીધ્ર સમર્થ બને છે. આ વર્ણ વિજ્ઞાન (કલર સાયન્સ) એ તો સ્વતંત્ર વિષય છે. તે તે રોગને દૂર કરવા સૂર્યના કિરણોને તે તે વર્ણમાં રૂપાન્તરિત કરીને દર્દી જો તેનું સેવન કરે તો એ રોગ નિર્મૂળ થયાના દાખલા નોંધાયા છે. આ વર્ણધ્યાનમાં જ છેલ્લે ધામ- તેજોવલય નું ધ્યાન કરવાનું આવે છે. આ જ્યોતિ સ્વરૂપ હોય છે. પરમતત્ત્વ વિષયક હોય તો તે પરમાત્મ જ્યોતિ કહેવાય છે. અને સરસ્વતી દેવીનું હોય તો તે સારસ્વત ધામ કહેવાય છે. આ જ રીતે આલંબન દયાન પ્રણિધાન પણ બે પ્રકારે છે. સંભેદ પ્રણિધાન અને અભેદ પ્રણિધાન. એ ઈષ્ટ તત્ત્વનું જ સર્વત્ર દર્શન થાય તે સંભેદ પ્રણિધાન અને સ્વ(આત્મા)માં ઈષ્ટ તત્ત્વનું દર્શન થાય - અનુભૂતિ થાય તે અભેદ પ્રણિધાન . - મહાકવિઓ સિદ્ધસેન દિવાકરજી - કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી - કવિ કાલિદાસ વિગેરેને અભેદ પ્રણિધાન સિદ્ધ થયું હશે. એમ અનુમાન થાય છે. આવા ઈષ્ટ તત્ત્વ - અહીં પ્રસ્તુત શ્રી શ્રુતાધિષ્ઠાત્રી. ભગવતી શારદાદેવીના સ્તોત્ર - સ્તુતિ - આમ્નાય - જાપવિધિ વિગેરેનો સંગ્રહ મુનિ શ્રી કુલચન્દ્ર વિજયજી મહારાજે ઘણો ઘણો કયારેક નામ-જપ કરતાં પણ સ્તોત્ર પાઠ સદ્યઃ ફલદાયી નીવડે છે. કેટલાકના મનમાં પ્રશ્ન થાય છે આપણને જ્ઞાન ચઢતું નથી. બુદ્ધિમાં જડતાનું પ્રમાણ વધારે છે. તેવા સંજોગોમાં શ્રી સરસ્વતી દેવીની ઉપાસના કેવી રીતે લાભ કરે ? આનો તાર્કિક તર્ક સિદ્ધોત્તર પૂજ્યપાદ ઉપાધ્યાયજી મ.સા. શ્રી યશોવિજયજી મહારાજાએ આપ્યો છે. આ રહ્યો તે ઉત્તર न च देवताप्रसादात् अज्ञानोच्छेदासिद्धिः, तस्य कर्म विशेष विलयाधीनत्वादिति वाच्यम् । देवताप्रसादस्यापि क्षयोपशमाधापकत्वेन तथात्वात् द्रव्यादिकं प्रतीत्य क्षयोपशमप्रसिद्धेः॥ (ऐन्द्रस्तुतिवृत्ती) દેવતાના પ્રસાદથી અજ્ઞાનનો ઉચ્છેદ નહીં થાય એવું નથી. કેમ કે અજ્ઞાન તો જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને આધીન છે (તો પ્રશ્ન એ છે કે દેવતાના પ્રસાદથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કેવી રીતે થઈ શકે ?) દેવતાના પ્રસાદથી કર્મનો. લયોપશમ થઈ શકે છે જેમાં બ્રાહ્મી વગેરે ઔષધિ દ્રવ્યથી ક્ષયોપશમ થઈ શકે છે તેમ, અને એ વાત તો પ્રસિદ્ધ છે જ. આ બહુ જ તર્કસંગત ઉત્તર છે. વળી આ સરસ્વતી દેવી તો શ્રી સૂરિમંત્રના પાંચમાં પહેલી પીઠના આદે, ' થકા દેવી છે. અને આ રીતે પણ તે ઉપાસ્ય બની રહે છે. એથી આ પુસ્તકગત સ્તોત્ર સમૂહનો નિર્મળ મનથી પાઠ કરીને તેનું શ્રવણ કરીને, મનન કરીને પોતાના મૃતનો એવો. ક્ષયોપશમ વિકસાવે કે તેનાથી સમ્યગ્દર્શન નામના આત્માના અવરાયેલા મહાન ગુણનું પ્રકટીકરણ થાય એ જ એક હૃદયની અભિલાષા સાથે. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિ પદપકંજ મધુકર પ્રદ્યુમ્નસૂરિ આંબાવાડી જૈ61 ઉપાશ્રય અમદાવાદ-૧૫ - કા.1. ૧૦ - ૨0૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy