________________
૯૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમનવનીત
લિપિ દોષ વગેરેનો કુશાગ્ર બુદ્ધિ વડે નિર્ણય કરવો અને અન્ય ટીકા, ભાષ્ય, નિર્યુક્તિ, ગ્રંથ, સાહિત્ય, નિબંધ, વ્યાખ્યાન, ચર્ચા વગેરેને એ આગમોથી વધારે મહત્વ ન આપવું. અર્વાચીન આચાર્યો અને ગ્રંથોની અપેક્ષાએ પ્રાચીન આચાર્યો અને ગ્રંથોને વધારે મહત્વ આપવું, ફક્ત શાસ્ત્રોને સર્વોપરી નિર્ણાયક સમજવા. ૧૮ પાપનો ત્યાગ, શાંતિ, સંયમ, સમિતિ, ગુપ્તિને પ્રમુખતા આપવી અને ત્રણ કરણ, ત્રણ યોગો વડે મહાવ્રતોની શુદ્ધ આરાધના કરવી, પાપ કાર્યોની પ્રેરણા, અનુમોદના પણ ક્યારેય નકરવી. નંદીસૂત્રમાં કહેલા સૂત્રોની આજ્ઞાઓથી ન્યાયપૂર્વક નિર્ણય કરવો. કથા વર્ણનોની અનેક વાર્તાઓથી સૂત્રોની આજ્ઞાઓની ઉપેક્ષા ન કરવી જોઈએ વગેરે. તીર્થકર ભગવાનનો મૂળ-પાયાનો ઉપદેશ અનેકાંતવાદ, સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક ચારિત્રના માપદંડની મર્યાદામાં વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. વિવેકબુદ્ધિએ માત્ર સ્વતંત્ર તર્કબુદ્ધિ નથી અને એમ કરવું એમિથ્યાત્વ પણ નથી પરંતુ તેમ કરવાથી અનેકાંત અને શાંત દષ્ટિ હોવાથી શુદ્ધ આરાધના થાય છે. ધુરંધર વિજય :- પંડિતજી ! આપે તો ઘણી સૌમ્ય દષ્ટિ અને અનેકાંતિક દષ્ટિનો બોધ આપ્યો અને આ રીતે આપશ્રીએ તો કોઈ શાસ્ત્રની સંખ્યાના આગ્રહને અને કોઈ શાસ્ત્ર કે ગ્રંથ વગેરેને માનવા મનાવવાના આગ્રહને પણ જડમૂળથી ઉખેડી નાખ્યો. એટલે થોડીક નાની-મોટી બાબતોના વિષયમાં પણ વિચાર વિમર્શ કરી લઈએ.
1 ) જ્ઞાન-ગોષ્ઠીઃ મંદિર મૂર્તિ વિચારણા @ > કેવલ મુનિ - પંડિતજી ! આપે જે વિદ્વાનો માટે વિવેક બુદ્ધિ રાખવા, અંગે વિમર્શ કર્યો છે, આગમોમાં તો જુદી જુદી જગ્યાએ મૂર્તિઓનું વિસ્તૃત તથા સંક્ષિપ્ત વર્ણન આવે છે અને ગ્રંથોમાં હજારો લાખો કરોડો મંદિર મૂર્તિઓના જીર્ણોદ્ધારનું વર્ણન પણ આવે છે, જ્યારે મંદિર બનાવવું કે બનાવવાની પ્રેરણા આપવી તે પણ સાવધ છે, મહાનિશીથમાં બતાવ્યું છે કે, એક મંદિર પ્રેમી સાધુના દ્વારા મંદિર બનાવવાની વિનંતી અને આગ્રહને વખોડીને તેને સાવધ કામ કહેવાવાળા નિડર આચાર્ય કુવલયપ્રભસૂરિએ તીર્થકર નામ કર્મનો બંધ બાંધ્યો. તો આ વિષયમાં શું વિવેક સમજવો જોઈએ તે કહેશો? પંડિત ન્યાયચંદ્રજી – કેવલમુનિ સાહેબ! નંદીસૂત્રમાં કથિત સૂત્રોમાં મંદિર મૂર્તિનું વર્ણન છે પરંતુ તે મૂર્તિઓ શાશ્વતી છે, તે મૂર્તિઓને બનાવનાર કોઈ હોતું નથી. કથા ગ્રંથોમાં આગમ પ્રસિદ્ધ મહાપુરુષોની સાથે મંદિરમૂર્તિઓ વિશે વર્ણન છે પરંતુ તે જ પુરુષો વિશે આગમમાં આવેલ વર્ણન મંદિર કે મૂર્તિની પ્રેરણાથી એકદમ રહિત છે. ત્યાં તો મંદિરનો કિંચિત્ પણ ઉલ્લેખ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org