________________
અનુભવ અર્ક : ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
૯૧
અંતિમ ઉપસંહાર વાર્તા
જિજ્ઞેશ : શિથિલાચારીની પરિભાષામાં આવતા કોઈ નિયંઠા હોય છે અને નિયંઠાની પરિભાષામાં શિથિલાચારી પણ આવે છે ? તથા આ શિથિલાચારી અને નિયંઠાવાળા પરસ્પર વંદન વ્યવહાર પણ કરે છે ખરા? નિયંઠાવાળા, નિયંઠાવાળાના વંદન વ્યવહાર બંધ કરાવી શકે અથવા શિથિલાચારી બીજા હીનાધિક શિશિલાચારીને વંદન કરી શકે ખરા ? જ્ઞાનચંદ : શિથિલાચારી કહેવાને યોગ્ય વ્યક્તિ નિયંઠાવાળા ન કહી શકાય પરંતુ નિયંઠાને અભિમુખ હોઈ શકે ખરાં અને કોઈ પણ નિયંઠાની પરિભાષામાં ગણાતા શિથિલાચારી ન ગણાય, પણ તે શિથિલાચારીની અભિમુખ હોઈ શકે ખરાં. વ્યવહારની વંદન વ્યવસ્થા વ્યવહારપક્ષને અનુરૂપ હોય છે અને ભાવવંદના ભાવ સંયમવાન ગુણવાનોને ભાવથી જ થઈ જાય છે.
[નોંધ – વંદન વ્યવહાર સંબંધી વિભાજન યુક્ત તથા અનુભવ પૂર્ણ વિસ્તૃત ખુલાસો સારાંશ ખંડ–ર, ઉપદેશ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે, તે ધ્યાનપૂર્વક અધ્યયન કરી લેવું. જ્ઞાન-ગોષ્ઠી : આગમ વિચારણા
ધુરંધર વિજય ઃ- કેવલ મુનિ મ૰ સા॰ ! તમે લોકો શાસ્ત્ર કેટલા માનો છો ? કેવલ મુનિ :- ધુરંધર વિજયજી ! અમારા પૂર્વાચાર્યોએ ૩ર શાસ્ત્ર માનેલા છે. ધુરંધર વિજય ઃ- અમારા આચાર્યોએ તો ૪૫ શાસ્ત્ર કહ્યાં છે, તેમ છતાં તમે લોકોએ ૧૩ શાસ્ત્રો કેમ છોડી દીધાં ?
કેવલ મુનિ ૧૦ પૂર્વી કે ૧૪ પૂર્વીના શાસ્ત્રો જ માન્ય ગણાય છે, તેનાથી ઓછાં જ્ઞાનવાળાના શાસ્ત્રોને શાસ્ત્ર ન મનાય, તેથી અમે બીજા ૧૩ ને માનતા નથી. ધ્રધર વિજય ઃ— ના જી, શાસ્ત્ર તો ૪૫ જ હોય છે, તમારા લોકાશાહને ૩ર જ મળ્યા એટલે તમે ૩ર ને જ માનો છો અને હવે તો તમને બધાં જ મળે છે તો તમારે ૪૫ જ માનવા જોઈએ.
-:
-
કેવલ મુનિ :– નંદી સૂત્રમાં કહ્યું છે કે ૧૦ પૂર્વી અથવા ૧૪ પૂર્વીના સૂત્રો સમ્યક્ હોય છે, જ્યારે તેનાથી ઓછાં જ્ઞાનવાળાના શાસ્ત્ર સમ્યક્ અથવા મિથ્યા બંને જાતના હોઈ શકે છે, એટલે સાચાં શાસ્ત્ર તો ૩ર જ માનવા જોઈએ; ૪૫ માનવામાં મિથ્યાત્વ લાગે છે.
ધુરંધર વિજય ઃ- નંદી સૂત્રમાં ૪૫નાં નામો મળે છે, એટલે ઓછાં માનવાથી તો તમને મિથ્યાત્વ લાગે છે !!
પંડિત ન્યાયચંદ્રજી :- મસ્થળ : વામિ, ધુરંધર વિજય મ॰ સા॰ ! નંદીસૂત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org