________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
જી શથિલાચાર પ્રવૃત્તિઓની વાર્તા જી
જિજ્ઞેશ ઃ- સંયમ તથા ભગવદાશાથી વિપરીત મુખ્ય કઈ-કઈ પ્રવૃત્તિઓ જૈન સમાજમાં ચાલી રહી છે ? અર્થાત્ વર્તમાન યુગની અત્યંત વિકૃત પ્રવૃત્તિઓની પરંપરા શી છે ?
જ્ઞાનચંદ ઃ— શિથિલાચારથી ચાલી રહેલી મુખ્ય પ્રવૃત્તિઓ આ પ્રકારે છે–
(૧) એકબીજાની પરસ્પર નિંદા અવહેલના કરવી (ર) તંબાકુ રાખવી કે સૂંઘવી (૩) મંજન, બજર ઘસવી, બ્રસ કરવું (૪) મધ્યમ અથવા મોટું સ્નાન કરવું (૫) મેલ-પરીષહ જરા પણ ન સહેવો (૬) વાળ ઓળવા કે દાઢી કરવી (૭) વિભૂષા વૃત્તિ કરવી, પ્રયત્નપૂર્વક સાફ-સુથરા રહેવું કે અતિ પ્રક્ષાલન વૃત્તિ રાખવી (૮) ચંપલ, પગરખાં પહેરવાં (૯) ડોળી, ગાડી, વ્હીલચેર વગેરેથી વિચરણ કરવું (૧૦) લાઉડ સ્પીકરમાં બોલવું (૧૧) ફોટા વગેરે પડાવવા (૧૨) વીડીયો કેસેટ કઢાવવી (૧૩) વીજળીના પંખાનો ઉપયોગ કરવો (૧૪) ફ્લેશ, સંડાસ-જાજરૂનો ઉપયોગ કરવો (૧૫) દૈનિક સમાચાર પેપરો વાંચવા (૧૬) ચારે કાળમાં સ્વાધ્યાય ન કરવો (૧૭) શાસ્ત્રનું જ્ઞાન કંઠસ્થ ન કરવું (૧૮) દિવસે સૂવું (૧૯) સાધ્વીઓ પાસે સીવવાનું કાર્ય કરાવવું, વસ્ત્ર પ્રક્ષાલન, પ્રતિલેખના, ગોચરી વગેરેના કાર્યો કરાવવા, તેમની સાથે આહારની લેવડ-દેવડ કરવી, તેમની સાથે ગમના-ગમન, ભ્રમણ કે વિહાર કરવો, વધારે સંપર્ક રાખવો (૨૦) ગૃહસ્થો પાસે સેવા કરાવવી, કામ કરાવવું, વિહારમાં સામાન ઉપડાવવો અને પૈસા દેવડાવવા (૨૧) ઓપરેશન કરાવવું (૨૨) ખરીદી કરાવીને દવા વગેરે મંગાવવી. (૨૩) ખરીદાવીને કપડાં, રજોહરણ વગેરે મંગાવવા અથવા ક્રીતદોષવાળા આવા પદાર્થો લેવા (૨૪) ફાળો એકઠો કરાવવો (૨૫) બેંકોમાં ખાતા રખાવવા (૨૬) નિર્માણ કાર્યોમાં ભાગ લેવો, પ્રેરણા કરવી જેમ કે સ્થાનક, સ્કૂલ, દેરાસર, હોસ્પીટલ, બોર્ડિંગ, સંસ્થા વગેરે (૨૭) પોતાની પાસે દવા રાખવી (૨૮) પ્રતિલેખન પ્રમાર્જન ન કરવું (ર૯) પ્રતિક્રમણ ન કરવું (૩૦) રાત્રિના વિહાર કરવો કે બહાર જવું (૩૧) પોતે ન ઉપાડી શકે તેટલો સામાન વગેરે રાખવો (૩૨) આધાકર્મી નિમિત્તનું ધોવણ પાણી કે ગરમ પાણી લેવું (૩૩) આધાકર્મી દોષયુક્ત આહાર પાણી લઈને આયંબિલ કરવી (૩૪) કોઈ પણ જગ્યાએ પોતાનો સામાન રાખવો કે રખાવવો, સંગ્રહવૃત્તિ રાખવી (૩૫) ટી. વી. (ટેલીવિઝન) જોવું (૩૬) રેડિયાનો ઉપયોગ કરવો (૩૭) દર્શનીય સ્થળ જોવા જવું (૩૮) પત્રિકાઓ છપાવવી (૩૦) બેંડવાજા કે વરઘોડા સાથે ચાલવું (૪૦) ઉઘાડા મોં એ બોલવું (૪૧) પોતાની તપસ્યાની કે જન્મ, દીક્ષા વિગેરે તિથિઓએ સભાઓ રાખવી (૪૨) શિષ્યોને ક્રમથી આગમોની વાંચના ન આપવી, અધ્યયન
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
૮૮