________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
CT © વિકૃત પ્રવૃત્તિઓની વાર્તા ) જિજ્ઞેશ :- સ્થાનક બનાવવાની કે દેરાસર બાંધવાની પ્રેરણા, સાધુના પગલા કરવા, ગળામાં સાધુઓના તાવિજ રાખવા, સાધુઓના સમાધિ સ્થળ બનાવવા, વગેરે પ્રવૃતિઓની પરંપરાના વિષયમાં શું સમજવું ? જ્ઞાનચંદ – સ્થાનક હોય કે મંદિર તેના નિર્માણ કાર્યની પ્રેરણા સાધુએ કરવી ઉચિત નથી. એનાથી પ્રથમ મહાવ્રત દૂષિત થાય છે. અન્ય પગલા, તાવિજ વગેરેની પ્રવૃત્તિ પણ ભક્તિ મૂલક શિથિલાચારની પ્રવૃત્તિઓ છે, જે દેખા-દેખી કે માન-સન્માનની વૃત્તિઓથી તથા ઐહિક ચાહનાઓથી ચાલુ થઈ જાય છે. આવી કેટલીય પ્રવૃત્તિઓ સાવધાની ન રાખવાથી શિથિલાચારના વાતાવરણમાં ચાલ્યા કરે છે.
@ @ મંજનઃ સ્નાન: વિભૂષા વાર્તા છOES
જિજ્ઞેશ – મંજન કરવું, સ્નાન કરવું અથવા સાબુ, સોડા વગેરેથી કપડા ધોઈને સાફ ચોખ્ખા રાખવાની પ્રવૃત્તિ પરંપરા ઉચિત છે ? જ્ઞાનચંદ – મંજન તથા સ્નાન કરવાને દશવૈકાલિક સૂત્રમાં અનાચાર કહેલ છે. એટલે એ કાર્યો કરવા સાધુઓ માટે સર્વથા અનુચિત છે. મંજન કરવું કે ન કરવું તે માટે ઉપચારની આવશ્યક પરિસ્થિતિમાં કાંઈ પણ કરવામાં આવે તો સ્થવિર કલ્પીને તેની છૂટ રહે છે. વિશેષ જાનકારી માટે સારાંશ ખંડ–૩, આચાર શાસ્ત્રમાં દશવૈકાલિક સૂત્રના પરિશિષ્ટમાં જુઓ.
વસ્ત્ર ધોવાનું તો સ્થવિર કલ્પીઓ માટે એકાંત નિષેધ અને અનાચાર નથી પરંતુ તેમાં વિભૂષાની વૃત્તિ હોય તો તે અનાચાર છે. વિભૂષાની વૃત્તિનો અભાવ હોય અર્થાત્ ક્ષમતાની કમી વગેરે કારણોથી વસ્ત્રો ધોવા પડે તો તે મેલ પરિષહથી હારવા સમાન છે અને જીવ રક્ષા હેતુ ધોવા છે તો તે વિવેક છે; કિંતુ આદત અને સફાઈની વૃત્તિથી ધોવું તે શિથિલાચાર તથા બકુશવૃત્તિ છે. અતઃ વસ્ત્ર ધોવા પાછળની માનસ વૃત્તિ શી છે તેનું મૂલ્યાંકન હોવું જોઈએ પરંતુ ધોવા સંબંધી એકાંતિક નિષેધ ન સમજવો જોઈએ.
| દૈનિક સમાચાર પત્ર વાર્તા છ ) જિજ્ઞેશ – દૈનિક અખબાર વાંચવાની પ્રવૃત્તિ યોગ્ય છે? જ્ઞાનચંદ – આ પણ શિથિલાચાર યુગની દેન છે, તેમાં વિશેષ કરીને વિકથા વિભાગ જ અધિક છે. જેની સાધુઓ માટે આગમમાં મનાઈ કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org