________________
અનુભવ અર્ક ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
C.
૫
જો કોઈ વ્યક્તિની સામે કોઈ બીજી વ્યક્તિ ગળે ફાંસો ખાય કે કોઈ ઝેર ખાઈને મરવાનો પ્રયત્ન કરતો હોય તો તેને જોઈને તે વ્યક્તિ તેને બચાવવાનો પ્રયત્ન ન કરે અથવા એક વ્યક્તિ ચોરી કરતી હોય ને બીજી વ્યક્તિ ત્યાં મૂક બની જોયા કરે કે હું શા માટે એ અંતરાયનો ભાગીદાર બનું; તો વ્યવહારમાં તે પણ અપરાધી ગણાય છે.
એજ રીતે મરતા કે મારતા જીવોને પોતાની ક્ષમતા અનુસાર પણ બચાવવાનો કોઈ પ્રયત્ન ન કરવો તે પણ પ્રત્યક્ષ અનુકંપા ભાવનું હનન છે.
તીર્થંકર પ્રભુ પોતાના સંયમ ભાવમાં, સાતમા ગુણસ્થાનકેથી જ્યારે લાખો કરોડોને અનુકંપા દાન દઈ શકે છે તો તેને એકાંત પાપ તો ન જ કહી શકાય. જ્યારે તેમના હાથેથી દેવામાં આવેલી સોના મહોર તો સંસારના પાપકાર્યોમાં જ કામ આવતી હોય છે. તેમ છતાં દાનનું મહત્વ અને લાભ સમજીને જ તેઓ આમ કરતાં હોય છે. તીર્થંકર પ્રભુના દ્વારા એકાંત પાપની પ્રવૃતિ ધર્મ ભાવનાની પ્રમુખતાથી કરવાનું સંભવી જ ન શકે. એટલે અનુકંપાદાન પણ એકાંત હેય(છોડવા લાયક) સમજવું ઉપયુક્ત નથી.
આગમના પ્રમાણો - (૧) સૂયગડાંગ સૂત્રના અગિયારમા અધ્યયનમાં આવા અનુકંપાદાનના કાર્યોને એકાંત પાપ કહેવાનો સ્પષ્ટ નિષેધ છે અને તેનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે કે, તેવી ખોટી પ્રરૂપણા કરવામાં અંતરાય કર્મનો બંધ થાય છે. (૨) આગમમાં સ્પષ્ટ રૂપથી નવ પ્રકારના પુણ્ય કહ્યાં જ છે, તેનો પણ નિષેધ ન કરી શકાય. (૩) પરદેશી રાજાએ ધર્મી બન્યા પછી દાનશાળા ખોલી, જેનો કેશી શ્રમણે નિષેધ ન હોતો કર્યો અને શાસ્ત્રકારે ધર્મી બન્યા પછી જ આ કાર્ય થયું તેવું કથન કર્યું છે. (૪) દુષ્ટ તથા વિધર્મનો પ્રચાર કરનાર ગોશાલકને લેશ્યાથી બળતો જોઈ, ભગવાને તત્કાળ બચાવી લીધો અને તે કાર્યને ખોટું ગણીને પ્રાયશ્ચિત્ત લીધું હોય તેવું કથન ભગવતી સૂત્રમાં ગણધરોએ કર્યું નથી.
ન
એટલે વિવિધ આગમ પ્રમાણોથી તથા અન્ય હેતુઓથી એ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ મરતા પ્રાણીને બચાવવું તે અનુચિત નથી; એકાંત પાપ કે અધર્મ પણ નથી પરંતુ મહાપુરુષો દ્વારા આચરત અને આગમોક્ત છે.
જી સ્થાનકવાસી ધર્મની વાર્તા
જિજ્ઞેશ ઃ- સ્થાનકવાસી ધર્મ ક્યારે શરૂ થયો છે ? કોણે ચલાવ્યો ? જ્ઞાનચંદ – વીર નિર્વાણના ૨૦૦૦ વર્ષ પછી લોકાશાહે શુદ્ધ ધર્મનો પુનરુદ્ધાર
-
કર્યો. તે શુદ્ધ ધર્મ સ્થાનકવાસી ધર્મના નામથી પ્રચલિત થયો. કલ્પસૂત્રમાં જણાવ્યા અનુસાર ભગવાન મહાવીરના મોક્ષ કાળના સમયે તેમના જન્મ નક્ષત્ર પર ભસ્મગ્રહનો સંયોગ થયો હતો, જેના કારણે ૨૦૦૦ વર્ષ સુધી ભગવાનનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org