________________
o૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાજેનાગમ નવનીતા
કે બલિની સામગ્રી લઈને બેસે છે?
સીધી સાદી વાત છે કે, સ્નાનના સમયે બલિકર્મ નામનું કોઈ તત્ત્વ જોડે હોય જ નહીં. યતિમ્મા એ સ્નાન વિધિનો સૂચક સંક્ષિપ્ત પાઠ છે. આવું નિઃસંદેહ માનવું જોઈએ. આમ સમજવાથી સ્ટેજ પણ ગુંચવણ ઊભી થતી નથી અને સૂત્ર પાઠનો પ્રસંગાનુકૂળ ઉચિત અર્થ પણ સમજવામાં આવી જાય છે.
| એકલવિહારી વાર્તા જિગ્નેશ – એકલવિહારી સાધુના વિચરણ બાબતે શી પરંપરા ચાલે છે? જ્ઞાનચંદ - સાધુનું એકલવિહારીપણું તો આગમોક્ત એક વિશિષ્ટ સાધના છે. પ્રત્યેક સાધુની અને ગચ્છ પ્રમુખની હંમેશાં એવી મનોકામના હોય છે કે ક્યારે તે ગચ્છમુક્ત એકલવિહાર ચર્યા ધારણ કરે. આ મનોરથનું વર્ણન ઠાણાંગ સૂત્રના ત્રીજા અધ્યયનમાં છે.
ક્યારેક સાધુ પોતાના આત્માની આપત્કાલીન ઉત્પન્ન, કર્મજન્ય પરિસ્થિતિને કારણે પણ એકલ વિહાર ધારણ કરી શકે છે, એવું આચારાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, સૂયગડાંગ સૂત્ર વગેરેમાં કથન છે. આ પ્રમાણે આગમોના વર્ણનથી આ એકલવિહાર બે પ્રકારે સિદ્ધ થાય છે. (૧) વિશિષ્ટ સાધના માટે ગુરુ આજ્ઞા અને સત્કાર સન્માનપૂર્વક મર્યાદિત કાળ કે આજીવન માટે હોય છે. (ર) પોતાની કર્મજન્ય, શરીર જન્ય અથવા શુદ્ધ સંયમ સાધના નિમિત્તથી ઉત્પન્ન પરિસ્થિતિમાં ગચ્છથી ઉદાસીન થઈને વિવેકપૂર્વક સ્વતઃ ત્યાંથી પોતાને અલગ કરીને વિચરણ કરવું.
આ બીજા પ્રકારનું એકલવિહારીપણું સ્પષ્ટ રૂપથી આગમ કથિત હોવા છતાં ગચ્છાભિમાની કષાય પૂર્ણ તથા સ્વાર્થપૂર્ણ માનસવાળા લોકો તથા સાધુસાધ્વીઓ દ્વારા નિંદા અને વિરોધ તથા તિરસ્કારપૂર્ણ વાતાવરણમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે અને બહુલપક્ષ હોવાથી આવી એકાંત પ્રરૂપણાની રીતી ચાલી ગઈ છે. જે આગમ વિપરીત તથા ગર્વિત અને દ્રષિત બુદ્ધિજન્ય હોવાથી સ્વ પર અહિતકારક છે.
આ સંબંધી વિશેષ આગમ પ્રમાણોની ચર્ચા સહિત તટસ્થ જાણકારી માટે જુઓ આગમ સારાંશનો ખંડ-૨, ઉપદેશ શાસ્ત્ર. તેમાં સૂત્રકૃતાંગ સૂત્રના પરિશિષ્ટ રૂપે એકલ વિહારથી મોક્ષ નામનો વિસ્તૃત નિબંધ છે.
પર્વતિથિ વાર્તા જિગ્નેશ – સંવત્સરી, પાખી, ચાતુર્માસી વગેરે દિવસો વિશે જુદી-જુદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org