________________
અનુભવ અર્ક : ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
આવો ઉક્ત મંદિરમાર્ગી સમુદાયમાં રિવાજ છે, અન્ય દિગંબર તેરાપંથ કે સ્થાનકવાસી સમુદાયમાં આવો રિવાજ નથી.
જ્યવસ્તિમ્મા ની વાર્તા
७७
જિજ્ઞેશ ઃઆગમોમાં ઘણી જગ્યાએ એવો પાઠ આવે છે કે— કયવલિકમ્મા’ એનું શું તાત્પર્ય છે ?
જ્ઞાનચંદ : : આ એક પ્રકારનો સંક્ષિપ્ત પાઠ છે, જેમ કે- કોઈ વિસ્તૃત વર્ણનને સંક્ષિપ્તમાં કહેવાનું હોય તો એને માટે આગમોમાં વણઓ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આજ રીતે આગમોમાં સ્નાનની વિધિનું વિસ્તૃત વર્ણન હોય છે, ત્યાં આ નાનો શબ્દ નથી હોતો પરંતુ જ્યાં સંક્ષિપ્ત વિધિનું કથન કરવામાં આવે છે ત્યાં ઉક્ત ‘કયવલિકમ્મા’ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. એટલે એટલું તો સ્પષ્ટ થઈ જાય છે કે, આ એક પ્રકારનો સંક્ષિપ્ત પાઠ રૂપ સાંકેતિક શબ્દ છે. એનો અર્થ થાય છે કે ‘અન્ય પણ સંપૂર્ણ સ્નાન સંબંધી કર્તવ્યો કર્યાં' કય કર્યાં, વલિ = અને બીજા પણ ‘કમ્મા’ = સ્નાન સંબંધી કર્તવ્ય, વિધિ.
=
આ ઉક્ત શબ્દપ્રયોગનું સાચું પ્રયોજન-આશય છે. પરંતુ ‘વલ્લી’ની જગ્યાએ ભ્રમથી ‘બલિ’ વાંચવામાં આવી જતો હોવાથી અને અર્થ બલિકર્મથી જોડી દેવામાં આવતો હોવાથી વાસ્તવમાં આ એક લિપિ દોષ અને મતિભ્રમથી ચાલ્યાં કરતી ભૂલ છે. પરંતુ સ્નાનની શાસ્ત્રોક્ત વિસ્તૃત વિધિમાં બલિકર્મ નામની કોઈ વસ્તુ કે વિધિ છે જ નહીં. ઉદાર બુદ્ધિથી વિચાર કરવાથી એટલું સમજી શકાય છે કે સ્નાન કરતી વખતે કે તે સ્થલ પર સ્નાન કર્યા પહેલાં પણ બલિકર્મનો કોઈ સંબંધ સંભવી ન જ શકે. તેને ત્યાં જોડી દેવું તે પણ અવિચારીપણું ગણાય ! કેમ કે, સ્નાનની સંક્ષિપ્ત વિધિમાં બલિકર્મ કરવામાં આવતું હોય તો તે કૃત્ય વિસ્તૃત સ્નાન વિધિમાં અવશ્ય હોવું જોઈએ, પરંતુ આગમ પાઠોમાં તેમ નથી અર્થાત્ સંક્ષિપ્ત પાઠોમાં આ શબ્દ પ્રતોમાં મળે પણ વિસ્તૃત પાઠોમાં આ શબ્દ મળતો નથી.
અત્રે ઉક્ત ભ્રમ કેવલ ‘વ’ને ‘બ’ વાંચવાથી ઉત્પન્ન થયેલો છે. એમાં વધારે સૂક્ષ્મપણે બીજું કશું વિચારવાનું રહેતું નથી. શબ્દાર્થ અને ભાવાર્થ બન્ને ઉપર કહી દીધા છે.
આ પ્રસંગમાં પણ વિદ્વાનોની જોહુકમી ચાલી આવી છે. નકલમાં પણ અક્કલ વાપરવાના સ્તર સુધી તેઓ પહોંચ્યાં જ નથી. તેઓ કોઈને કોઈ રીતે સ્નાન સમયે બલિકર્મ કરવાની પ્રવૃત્તિને સમજાવવાની કોશીશ કર્યા કરે છે. પરંતુ સીધું અને સરળ ચિંતન કોઈ પણ કરતું નથી કે બલિકર્મ ક્યારે, ક્યાં હોય છે, શું નહાતી વખતે સ્નાનઘરમાં બેઠાં બેઠાં બલિકર્મ થઈ શકે ? શું ત્યાં ભોજન સામગ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org