________________
અર્ક : ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
૫
અનુભવ
માખણને ન કહી શકાય.
બીજા અભક્ષ્યમાં રાત્રિ ભોજન તથા અનેક વનસ્પતિઓ છે, જેનો ત્યાગ કરવામાં લાભ જ છે, હાનિનો કોઈ પ્રશ્ન જ નથી.
સાર એટલો જ કે ૨૨ અને ૨૨ થી પણ વધારે વસ્તુઓનાં ત્યાગ કે ત્યાગની પ્રેરણા કરવી શ્રેષ્ઠ જ છે, પરંતુ તેના સ્વરૂપ કથનમાં આગમ વિપરીત અતિશયોક્તિ યુક્ત કથન પ્રરૂપણા ન કરવી જોઈએ તથા ગાડરિયા પ્રવાહમાં વહેવાનો દૃષ્ટિભ્રમ પણ ન હોવો જોઈએ.
જાણકારી માટે એ પ્રચારિત ૨૨ અભક્ષ્ય આ મુજબ છે
(૧ થી ૫) વડ, પીપળો, પીપળ, ઉંબરો, કાલંબર આ પાંચના ફૂલ, ઘણાં બધાં બી, તથા સૂક્ષ્મ બીજ હોવાથી, (૬ થી ૯) મધ, માખણ, મધ, માંસ આ ચાર મહાવિગય છે. આમાં બે પ્રશસ્ત છે અને બે અપ્રશસ્ત છે. (૧૦) બરફ, (૧૧) વરસાદના કરાં, (૧૨) ખડી માટી, (૧૩) વિષ, (૧૪) રાત્રિભોજન (૧૫) દ્વિદળ (કાચુ દહીં તથા કઠોળનું સંયોજન) (૧૬) રસ ચલિત પદાર્થ (વિકૃત રસ થવાથી દુર્ગંધ આવે તે) (૧૭) તુચ્છ ફળ (૧૮) ઘણાં બીજ વાળું ફળ (૧૯) અજાણ્યું ફળ (૨૦) રીંગણ (૨૧) બોરનું અથાણું (૨૨) અનંતકાય.
અનંતકાયવાર્તા
જિજ્ઞેશ :– અનંતકાયનો શો અર્થ છે ?
જ્ઞાનચંદ :- જેમાં એક નાનકડા શરીરમાં અનંત જીવ હોય અને જેમાં પ્રતિક્ષણ તે જીવ જન્મ્યા કે મર્યા કરે છે, તે પદાર્થને અનંતકાય કહે છે.
જિજ્ઞેશ ઃ– નાના શરીરનો આશય શું થાય ?
=
જ્ઞાનચંદ :– એક સોયના અગ્રભાગ પર અસંખ્ય ગોળા હોય, પ્રત્યેક ગોળામાં અસંખ્ય પ્રતર હોય છે, પ્રત્યેક પ્રતરમાં અસંખ્ય શરીર હોય છે અને એ નાના (નાનકડા) શરીરમાં અનંત જીવ હોય છે.
જિજ્ઞેશ ઃ– આ અનંતકાય શું કંદમૂળ જ હોય છે ?
જ્ઞાનચંદ :-- કંદમૂળ તો અનંતકાય હોય જ છે. તે સિવાય પણ અનેક અનંતકાય હોય છે. જેમ કે– (૧) જ્યાં પણ, જેમાં પણ ફુગ થાય તે અનંતકાય છે. (૨) જે વનસ્પતિના પાંદડા વગેરે કોઈપણ ભાગમાંથી દૂધ નીકળે ત્યારે તે અવસ્થામાં. દા.ત. તરીકે આકડાનું પાન, કાચી મગફળી વગેરે. (૩) જો કોઈ પણ લીલું શાક કે વનસ્પતિનો ભાગ તોડતા એક સાથે ‘તડ’એવો અવાજ આવે અને તે ભાગ ટૂટી જાય. જેમ કે ભીંડા, કાકડી, તુરિયા વગેરે. (૪) જે વનસ્પતિને ચાકૂ વડે ગોળાકાર કાપવાથી તેની સપાટી પર રજકણ જેવા જલબિંદુ દેખાય તે. (૫) જે વનસ્પતિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org