________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
આગમોમાં અનેક જગ્યાએ માખણ સાધુએ વાપરી શકાય તેવું વિધાન છે અને ૧૦ કલાક સુધી રાખી શકાય તેવું મૌલિક વિધાન પણ આગમમાં છે.
૪
પરિઠાવણિયા નિર્યુક્તિમાં પણ માખણ વહોરીને ઉપયોગમાં લેવા સંબંધી વિવેક બતાવેલ છે. એટલે માખણ સંબંધી એકાંતિક ખોટી માન્યતાઓ જે ચાલે છે, તે અપ્રમાણિક છે અને તે કારણે તેને એકાંત-અભક્ષ્ય કહેવું તે દુરાગ્રહ છે.
જમીનના નીચે થતાં કંદ-મૂલ બાબતે પણ એકાંતિક આગ્રહ અને પ્રરૂપણા આગમ વિરુદ્ધ છે. આગમ આચારાંગમાં અચિત્ત લેવાનું વિધાન પણ છે. દશવૈકાલિકમાં સચેત કંદમૂળ લેવાનો નિષેધ છે.
દ્વિદળ સંબંધી દહીં સંયોગથી જે જીવોત્પતિ માનવાની પરંપરા છે, તે પણ તર્કથી અસંગત અને અપ્રમાણિક છે. કેમ કે કોઈપણ વસ્તુનું તત્કાળ વિકૃત થવાનું અને તેમાં તત્કાલ જીવોત્પત્તિ થવાનો કાયદો કરવો તે જ ખોટું છે. જેમ કે માખણ માટે પણ તત્કાલ જીવોત્પત્તિ થવાનો કરેલો કાયદો આગમ પ્રમાણથી ખોટો સાબિત થઈ ચૂક્યો છે. એ જ આગમ પ્રમાણોથી એવો નિષ્કર્ષ નીકળે છે કે પ્રત્યેક વસ્તુનો સ્વભાવ અને શુદ્ધ રહેવાની ક્ષમતા જુદી-જુદી હોય છે. ક્ષેત્રકાળ વાતાવરણ પણ તેમાં ઘણો ભાગ ભજવે છે.
તેની પરીક્ષાનું જ્ઞાન એ છે કે જે તે વસ્તુની અંદર વર્ણમાં, ગંધમાં, રસમાં, સ્પર્શમાં, અશુભ વિકૃતિ થતાં જીવોત્પતિ થવાનો સ્વભાવ હોઈ શકે છે, જેનો કોઈ સમય નિર્ધારિત કરી શકાતો નથી. પરંતુ વાતાવરણ, સંયોગ, વિયોગ વગેરેની તારતમ્યતાથી તેના વિકૃત થવાના સમયમાં અંતર પડી શકે છે. જેમ કે લોટમાંથી બાંધેલી કણિક શિયાળામાં ૧૦ કલાક સુધી પણ ખરાબ નથી થતી પરંતુ ગરમીના ઉનાળાના દિવસોમાં ૪ થી ૫ કલાકમાં જ બગડી જઈ શકે છે. પરંતુ ફ્રીજમાં રાખવામાં આવે તો તેની અવધિ વધારે થઈ જાય છે. એજ રીતે માખણને પાણી અથવા છાશની અંદર રાખવાથી; ગરમીમાં, ફ્રીજમાં રાખવાથી પણ પાણી કે છાશ વગર રાખવાથી તેની અંદર વિકૃતિ થવાના સમયમાં ફેરફાર થઈ જાય છે. આ જ રીતે બધા જ પદાર્થો વિશે સમજી લેવું જોઈએ. જેની પરીક્ષા, ચાખવાથી વિકૃત સ્વાદ ફેર લાગે, સૂંઘવાથી વિકૃત અશુભ ગંધ આવે, સ્પર્શ કરવાથી ચીકાશવાળું લાગે, કે ઉપર લીલ ફુગ થાય વગેરે જુદા-જુદા પ્રકારેથી ખાવા-પીવાની સામગ્રીની પરીક્ષા કરી શકાય છે અને વિકૃતિ જણાય તો ત્યારે જ તેમાં જીવોત્પત્તિ છે તેમ નિર્ણય લઈ શકાય છે. આ બધું જ્ઞાન પણ અનુભવ ચિંતન તથા વિવેક બુદ્ધિ તથા અભ્યાસથી પ્રાપ્ત થાય છે.
મધ અને માખણને મહાવિગય કહેવામાં આવ્યું છે એટલે તેનો ત્યાગ કરવાનું શ્રેષ્ઠ જ છે. પરંતુ દારૂ અને માંસાહારને આગમમાં નરકાયુ બાંધવાના કારણભૂત માનવામાં આવ્યું છે. તેની સમાન અખાધ અભક્ષ્ય તો આ મધ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org