________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
૬૯
were, independent from each other brought to adopt this practice by the perpetual and irresistable influence of the religious development of the people in India." ભાવાર્થ : મિસ્ટર લેસન પ્રતિજ્ઞા પૂર્વક લખે છે કે– એ વાત પર મને પૂરો વિશ્વાસ છે કે બોદ્ધો અને જેનોમાં પહેલા મૂર્તિપૂજા નહોતી અને એના પ્રણેતા પણ સાધ લોકો નહોતા થયાં.(અર્થાત ગુહસ્થોએ ચલાવી કે તેને ચલાવવાવાળા સાધુ પણ ગૃહસ્થ જેવા જ ગણાવ્યા છે.) કેમ કે જ્યારે લોકોને પ્રાયઃ પત્થરો તથા બીજા દેવતાઓથી સહાયતા લેવાની આવશ્યકતા પડી છે અર્થાત્ જયારે હિન્દુસ્તાનના અન્ય ધર્મોથી એ વિશેષ રૂપથી પ્રકટ થવા લાગ્યું કે ભક્તિરસ પણ એક નિર્વાણ મુક્તિનો માર્ગ છે. ત્યારથી આ લોકો (જેનો અને બૌદ્ધો)માં મૂર્તિપૂજાની શરૂઆત થવા લાગી. પરંતુ જે લોકો એમ કહે છે કે જેનોમાં, બૌદ્ધોની નકલથી મૂર્તિપૂજા આવી એ અસત્ય છે. આ બંને ધર્મોવાળા ઉપર અન્ય મૂર્તિપૂજકોનો પ્રભાવ વિશેષ પડવાથી આ લોકોએ પણ મૂર્તિપૂજા પ્રચલિત કરી! સાર : ઉક્ત વિવિધ પ્રમાણોથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે મૂર્તિપૂજા જૈન ધર્મથી વિપરીત અને ભદ્રબાહુ સ્વામી વગેરે વિશિષ્ટ જ્ઞાનીઓના ઘણા વખત બાદ અન્ય ધર્મોની દેખાદેખી ગાડરિયા પ્રવાહની જેમ ઘુસી ગયેલી એક વિકૃત ત્રણ સ્થાવર જીવોની હિંસા રૂપ પાપથી યુક્ત સાવધ પ્રવૃત્તિ છે.
પિતાંબર જૈન વાર્તા | જિજ્ઞેશ - પિતાંબર ધર્મ જૈનોમાં ક્યારે થયો? જ્ઞાનચંદ – આ કોઈ ધર્મ કે સિદ્ધાંત કે નવો મત નથી. ક્યારેક કોઈ વ્યક્તિગત પરિસ્થિતિવશ, પ્રવૃત્તિ રહી હશે. જેની કેટલાક બુદ્ધિવિહીન લોકોએ નકલ ચાલુ રાખી દીધી છે. જેમ કે- એક ઘણી મોટી ભૂલ કેટલાક પ્રાચીન મંદિરમાર્ગી સાધુઓએ કરી હતી, તે એ હતી કે– કોઈ એક રાજાએ કોઈ વિશેષ પરિસ્થિતિમાં એક જૈનાચાર્યને પાંચમની સંવત્સરી કરવા માટે મંજૂરી આપી નહીં અને બીજા કોઈદિવસે સંવત્સરી કરવાનો આગ્રહ કર્યો જેથી ચોથના દિવસે સંવત્સરી ઉજવી. તે પછી ઘણાએ આગમ આજ્ઞાની દરકાર કર્યા વિના એજ પરંપરાને પકડી રાખી. આવા લોકો પર ખુબજ દયા આવે છે કે જેઓ જાણી-બૂઝીને ભગવદ્ આજ્ઞાની બિલકુલ વિપરીત પ્રવૃત્તિ કોઈની ખોટી નકલ કરીને કર્યા કરે છે અને પછી તેને પરંપરા બનાવી દે છે. આગળ જતાં તેને સિદ્ધાંત માનવાનો દુરાગ્રહ કરી બેસે છે અને મરજી પ્રમાણે તેને શાસ્ત્રના પાઠમાં જોડી પણ દે છે! પછી ભલેને તે પાઠ ઢંગધડા વગરનો જ કેમ ન લાગે !! સાર એટલો જ છે કે આ પિતાંબર કોઈ સૈદ્ધાંતિક સ્વતંત્ર ધર્મ નથી પરંતુ વિકૃત નકલ માત્ર છે. પ્રમાણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org