________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
આ રીતે જૈન તત્ત્વાદર્શ મૂર્તિપૂજક લેખકે જ મૂર્તિપૂજાને અતિ મહત્વહીન ગણાવી છે. તે માટે જ તેમના કથનથી પણ મૂર્તિપૂજાન કરનારા સ્થાનકવાસીઓ જ લાભમાં રહ્યા છે કે મૂર્તિપૂજાના વિવિધ પાપ અનુષ્ઠાનોથી પણ બચી જાય અને સ્તોત્ર વગેરે વાંચીને કે નવકાર મંત્રનો જાપ કરીને મૂર્તિપૂજાથી કરોડ ગણો અને ક્રોડાક્રોડ ગણો લાભ પ્રાપ્ત કરી લે છે.
૬.
મંદિરમાર્ગી ભક્ત લોકો તો નુકસાનીનો સોદો કરીને પોતાના જ આચાર્યોના કથનાનુસાર મહામૂર્ખ જ બને છે. એક દસ મિનિટના નવકારમંત્રના જાપથી ક્રોડાક્રોડ ગણિ પૂજા જેટલો લાભ છોડીને ફક્ત એકાંશ જેટલો લાભ અને તેમાં પણ જીવ હિંસાથી વિવિધ પાપોના ભાગી પણ બને છે.
(૧૫) ‘અજ્ઞાન તિમિર ભાસ્કર' ગ્રંથ મંદિર માર્ગીઓએ બનાવેલ છે, તેમાં લખ્યું છે કે— “મુર્તિ પૂજા શાસ્ત્રોક્ત નથી, એજ કારણે અમે ગ્રંથોના નામ લખીએ છીએ શાસ્ત્રોના નહીં.”
(૧૬) આ રીતે મંદિર માર્ગી સાધુ પોતાના ગ્રંથોમાં આધાકર્મી દોષના સેવનને ગાયનું માંસ ખાવા જેટલું કહી દે છે, તેમ છતાં ગામે ગામ આધાકર્મી આહાર ફળો અને ગરમ પાણી લઈને નિડર થઈને ખાતા-પીતાં રહે છે, ગોમાંસની ઉપમાની વાતને લખનારા સ્વયં એ વાત ભૂલી જાય છે.
મૂર્તિપૂજા હેતુ પાશ્ચાત્ય વિદ્વાન પ્રમાણ વાર્તા
એક પાશ્ચાત્ય વિદ્વાન આચારાંગ સૂત્રના અંગ્રેજી અનુવાદના પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે કે જૈનોમાં મૂર્તિપૂજા નથી કેમકે તેમના તીર્થંકરોનો એવો ઉપદેશ નથી. પરંતુ તેમના થઈ ગયા બાદ તેમના અનુયાયીઓમાં બીજા ધર્મોની દેખા દેખીને લીધે આવેલી વિકૃતિ છે, તેવા વાક્ય આ મુજબ છે—
Mr. Lesson says, "I believe that this worship had nothing to do with original Buddhisim or Jainisim that it did not originate with monks, but with the lay community while the people in general felt the want of a higher call than that of their rude deities and demons, and when the religious development of India found in the Bhakti the supreme means of salvation. Therefore, instead of seeing in the Budhists the original, and in the jains the immitators, with regard to the erection of temples and worship of statues, I assume that both sets
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org