________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
સ્થાપનાચાર્ય વિ. નથી જણાવ્યાં, તો પણ આ મંદિરમાર્ગી સાધુ સાધ્વી આ ઉપકરણોને મરજી પ્રમાણે રાખવાની પરંપરા ચલાવીને પણ પોતાને જૈન સાધુ ગણાવે છે; એજ અજ્ઞાન દશા અને ભવિતવ્યતા છે. ઉક્ત પુસ્તકને લખનારા મહાશય છે સ્થાનકવાસીથી મંદિરમાર્ગી આચાર્ય બનનારા શ્રી આત્મારામજી. જેઓ ધુરંધર વિદ્વાન મનાતા અને પૂજાતા હતા. (૧૩) ભદ્રબાહુ સ્વામીએ આઠમા સ્વપ્નના ફળમાં કહ્યું છે કે–ગત્ય નત્ય ભૂમિ, पंच जिनकल्याणं तत्थ तत्थ देसे देसे धम्म हाणि भविस्सति । અર્થ : જે-જે સ્થાનો પર જિનેશ્વર દેવોના નિર્વાણ વગેરે થયાં છે, તે સ્થાનો પહાડો વગેરે પર ધર્મની હાનિ થશે. અર્થાત્ ત્યાં સંયમથી પતિત બનેલ શિથિલાચારી સાધુ લોકો મંદિર મૂર્તિઓ બનાવીને, મહાન પાપનું કાર્ય છ કાયના જીવોની હિંસા કરાવશે. પછી પૂજા પ્રતિષ્ઠા આડંબરથી હિંસાની વૃદ્ધિ કરાવશે. આમ આ નિર્વાણ જગ્યાઓમાં હિંસા કરીને તેને ધર્મ માનવામાં આવશે. આ અપેક્ષાએ જૈન ધર્મના સિદ્ધાંતોની અને અહિંસા ભગવતીની અવહેલના થવાથી ધર્મની હાની થવાની ભવિષ્યવાણી રૂપ સ્વપ્નફળ જે ભદ્રબાહુ સ્વામી એ બતાવ્યું, તે સાકાર થઈ રહ્યું છે.
તેમ છતાં એ મંદિર માર્ગી લોકો આ હાનિથી પણ ધર્મની વૃદ્ધિ માની રહ્યાં છે, એજ તેમની અજ્ઞાનતા અને મિથ્યાત્વપણું છે તથા નિરંતર આ દુરાગ્રહ જાળ માં વધારે ને વધારે ફસાતા જ જાય છે! (૧૪) મંદિરમાર્ગીઓએ બનાવેલ જૈન તત્ત્વાદર્શ ગ્રંથમાં પૃષ્ટ-૩૮૭ પર લખ્યું છે કે–પૂરા ક્રોટિ સમ સ્તોત્ર | અર્થાત્ કરોડ પૂજા કરવાથી જે ફળ મળે તેટલું જ ફળ એકવાર સ્તોત્ર વાંચવાથી મળે!
વાંચક અત્રે જરા વિચાર કરે કે એક દેરાવાસીભાઈ દિવસમાં બે વખત પૂજા કરે તો વર્ષમાં ૩૦૪૨ = ૭૨૦ પૂજા થશે અને ૧૦૦ વર્ષ સુધી પૂજા કરે તો ૭૨૦૪૧00 = ૭૨000 પૂજા થશે. અર્થાત્ જીંદગીભર પણ કોઈ આજ પૂજા કરે તો પણ તે એક સ્તોત્ર ફળની બરાબર નથી ! ત્યારે કોણ એવું મૂર્ખ હોય કે પાણી, ફૂલ, અગ્નિના વિવિધ આરંભ વાળી પાપ ક્રિયાઓથી ઓતપ્રોત મંદિર મૂર્તિ પૂજા કરીને આત્માને વધારે દોષિત બનાવે? તેના કરતાં એક વખત સ્તોત્ર વાંચવાનો તેનાથી કરોડ ગણો લાભ કોઈપણ બુદ્ધિમાન છોડશે નહીં! અને છોડે તો તેની બુદ્ધિ ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનની પાંચમી ગાથામાં જણાવ્યા અનુસાર સૂવરની સમાન વિકૃત થઈ ગઈ છે, જે ઉચ્ચ શાલિ ભોજન છોડીને વિષ્ટા તરફ(અશુચિ તરફ) જાય છે !!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org