________________
| ૬૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીતા
-
વાતો આ સૂત્રમાં હોવાથી તેને છુપાવી રાખવાની હોશિયારી કરે છે, આ કારણે જ આજ સુધી આ સૂત્રની વ્યાખ્યા અનુવાદ કરીને કોઈ તેને પ્રકાશિત કરતા નથી, કેમ કે પોલંપોલ તો આમ જ ચાલી શકે ને !!
તેઓ ભક્તિરસના બહાને ભોળાં લોકો દ્વારા યશ કીર્તિ સન્માન પામીને ફૂલ્યાં કરે છે. જ્યારે તેમના જ પ્રિય અને મનગમતાં શાસ્ત્રો તેમની જ પોલ ખોલે છે. પરંતુ તેમણે એક હોંશિયારી જરૂર દાખવી છે કે ભક્તો તથા શ્રાવકોને શાસ્ત્રનું વાંચન કરવા કે તેને જોવાથી મહાન પાપ છે (ભય છે) તેમ જણાવી, શાસ્ત્ર વાંચનથી વંચિત જ રાખ્યા છે. માટે એ અંધશ્રદ્ધાળુ ભક્તો શાસ્ત્રોને જોઈ કે વાંચી ન શકે તો તેમની હોશિયારી કેવી રીતે પકડી શકે! (૧૦) મંદિર માર્ગીઓના પૂર્વાચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્યજીએ યોગ શાસ્ત્ર” પૃષ્ટ–૨૮૭ ઉપર લખ્યું છે કે– સ્નાન મૂર્તિપૂજા વગેરે સાવધ કાર્યોનો ઉપદેશ સૂત્રકારોનો ઉપદેશ નથી અને ભદ્રબાહુ સ્વામીએ તો સ્વપ્ન ફળોમાં કહી જ દીધું છે કે બાર વર્ષીય દુકાળના સમયથી મૂર્તિપૂજાની શરૂઆત થશે.
આ દુરાગ્રહી મંદિરમાર્થીઓ પોતાના જ પૂર્વાચાર્યો અને પોતાના જ શાસ્ત્રો તથા ગ્રંથોની વાત હજમ કરીને, શરમહીન થઈને કહાં કરે છે કે જેના ધર્મમાં મૂર્તિ પૂજા અનાદિકાળથી છે. (૧૧) મંદિર માર્ગીઓના પાંચ પ્રતિક્રમણ સૂત્રના પૃષ્ટ-૪પપમાં લખ્યું છે કે જેમ તીર્થકરોના થઈ ગયા પછી અમે જિનેશ્વર દેવની મૂર્તિની સ્થાપના કરી તેવી જ રીતે ગુરુની અનુપસ્થિતિને માટે તેમની સ્થાપના પણ કરી લેવી જોઈએ અર્થાત્ સ્થાપનાચાર્ય લાકડીના ડંડાનું કે કોડીઓનું બનાવીને તેમાં આચાર્યની સ્થાપના કરી લેવી જોઈએ.
આ રીતે આ મંદિરમાર્ગીઓ પર કરુણા થાય છે કે જાણીબૂઝીને તેઓ પત્થર અને ધાતુઓમાં ભગવાનને તથા લાકડીઓ અને કોડીઓમાં ગુરુને બેસાડી સંતોષ માને છે. જરૂરી તો એ હતું કે હૃદયમાંજ ભગવાન અને ગુરુને સ્થાપવાના હતા. તો આ લાકડીઓ, કોડીઓના સંગ્રહની અને પથ્થરોના પાપ કાર્યોની જરૂર ન રહેત. (૧૨) પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં સાધુના ઉપકરણોના નામ કહ્યાં છે, તે વિષયમાં આ મંદિર માર્ગે આચાર્યોએ “સમ્યકત્વ સભ્યોદ્ધાર’ ગ્રંથમાં તે ઉપકરણોના નામ લખ્યાં બાદ કહ્યું છે કે- “જે સાધુ પાસે આ ઉપકરણ ન હોય અને બીજા કોઈ પણ ઉપકરણો હોય તે જૈન સાધુ નથી.”
આ ઉપકરણોના નામોમાં ડંડા, ડંડાસણ, તર્પણી, હત્નપત્તી(રૂમાલ),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org