________________
કર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
:
ચાહતું નથી. એટલા માટે કોઈ પણ જીવની હિંસા કરવી તે ઘોર પાપ છે. શ્રમણ નિગ્રંથ આ હિંસાનો પૂર્ણ રીતે ત્યાગ કરે છે.
(૨) આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે ભૂત ભવિષ્યના બધા તીર્થંકરો એ જ નિરૂપણ કરે છે કે– સવ્વ પાળા, સબ્વે શૂયા, સવ્વ નૌવા, સવ્વ સત્તા ન હત∞ા, ગ अज्जावेयव्वा, ण परिघेतव्वा, ण परितावेयव्वा ण किलामेयव्वा, ण उद्दवेयव्वा, एस धम्मे धुवे, सुद्धे, नितिये सासए, सम्मिच्च लोयं खेयन्नेहिं पवेइए । ભાવાર્થ : પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ તથા ત્રસ જીવ વગેરે સમસ્ત સાંસારિક જીવોમાંથી કોઈને પણ કષ્ટ વગેરે પહોંચાડવું નહીં તથા પ્રાણથી રહિત કરવા જોઈએ નહીં. એજ અહિંસા પ્રધાન શુદ્ઘ શાશ્વત ધર્મ સર્વજ્ઞોએ જીવોના ખેદ–દુ:ખને જાણીને બતાવ્યો છે.
(૩) પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં કહ્યું છે– સવ્વ ના નીવ રવવળ યકાર્ માવયા निग्गंथं पावयणं सुकहियं ।
અર્થ : ભગવાને ધર્મોપદેશ શા માટે આપ્યો ? એ વાતનું અહીં સમાધાન છે કે સર્વ જગતના ચરાચર જીવોની રક્ષા તથા દયા અનુકંપાને માટે જ ભગવાને નિગ્રંથ પ્રવચનની પ્રરૂપણા કરી.
(૪) આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે ઉપસ્થિત પરિષદને શ્રમણ એવો ઉપદેશ આપે જેમ કે–
સતિ, વિરતિ, વસમ, નિવ્વાળ, સોય, અજ્ગવિય, મવિય, લાધવિયું, अणइवत्तियं ।
અર્થ : (૧) આત્મ શાંતિની પ્રાપ્તિ (૨) વૈરાગ્ય (૩) ઉપશાંતિ (૪) મુક્તિ (૫) હૃદયની પવિત્રતા (૬) સરળતા (૭) નમ્રતા (૮) આશ્રવથી અને પરિગ્રહથી કે અહંભાવથી હળવાપણું (૯) અહિંસા ધર્મ. આવા આત્મવિકાસના વિષયો પર ઉપદેશ દેવો જોઈએ. પરંતુ અહીં મંદિર મૂર્તિ બનાવવાનો કે પાપ પ્રવૃત્તિયુક્ત દ્રવ્ય પૂજાનો ઉપદેશ દેવાનું ક્યાંય પણ કહ્યું નથી.
(૫) પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પ્રથમ આશ્રવ દ્વારમાં કહ્યું છે કે ચૈત્ય અને દેવાલય અર્થાત્ મંદિર બનાવવામાં જે પૃથ્વી, પાણી, અગ્નિ વગેરે જીવોની હિંસા કરે છે તે મંદ બુદ્ધિવાળા છે અર્થાત્ અજ્ઞાની, ભોળા, મૂર્ખ પ્રાણી છે. જે જીતાચાર માટે અને ધર્મને માટે હિંસા કરે છે કે કરાવડાવે છે, તેમને તે હિંસા કટુક ફળદાયી થાય છે. (૬) સૂયગડાંગ સૂત્રના બીજા અધ્યયનમાં કહ્યું છે કે—
तिविहेण वि पाण मा हणे, आयहिए अणियाण संवुडे ।
एवं सिद्धा अनंतसो, संपइ जे य अणागयावरे ॥
'
ભાવાર્થ : આત્મહિત ગવેષક સંવૃત, અનિદાન અણગાર ત્રણ કરણ ત્રણ યોગથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org