________________
પ૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
આપ્યો કે શાસ્ત્રોમાં મુહપત્તિ બાંધવાનું કહ્યું છે અને પરંપરાથી બાંધતા આવ્યા છીએ, એમ આપણે પણ આમ વારંવાર બાંધી લઈએ છીએ. (૧૭) શિવપુરાણ અધ્યાય ૨૧માં જૈન સાધુનો પરિચય આ પ્રમાણે આપ્યો છે
દત્તે પાત્ર થાનાવ, તુર્વે(મુd) વસ્ત્ર ધારા __ मलिनान्येव वासांसि, धारयति अल्प भाषिणः ॥२४॥
અહીં મુખ પર વસ્ત્ર ધારણ કરવાવાળા અર્થાત્ બાંધવાવાળાને જૈન સાધુ કહેલ છે. અર્થાત્ શિવપુરાણ રચનારાને પોતાના સમયમાં આવા મુખવસ્ત્રિકા બાંધનારા સાધુઓ દષ્ટિગોચર થયા હશે. (૧૮) મંદિર માર્ગે આચાર્ય શ્રી બુદ્ધિવિજયજીએ પોતાની લખેલી “મુહપત્તિ ચર્ચા' પુસ્તકમાં પૃષ્ટ ૩૦ પર લખ્યું છે કે- મેં લાલા મોહરસિંહજી પાસે મુહપત્તિ બાંધવાની સંમતિ માગી તો તેમણે જણાવ્યું કે હવે તમે આમ કરશો તો તમે હાંસીને પાત્ર ઠરશો.
પૃષ્ટ ૩ પર આજ પુસ્તકમાં લખ્યું છે કે મારા સિવાય બધા સંવેગી સાધુઓ મુહપત્તિ બાંધતા હતા. આ બુદ્ધિવિજયજીના વડીલોએ તેમના પ્રશ્નનો જે જવાબ આપેલ તે ઉપર પોઈન્ટ નં. ૧૬માં લખ્યો છે.
પૃષ્ટ–પચાસથી બાવન સુધી તેઓ લખે છે કે દસમા અચ્છેરામાં અસંયતિઓની પૂજા થઈ છે, તે આ પ્રકારે છે– સવેગી નામ ધરાવશે જ્ઞાનના નામે ભંડાર ભરાવશે વગેરે વગેરે. અંતમાં સંવેગીઓનો મત શાસ્ત્ર વિરુદ્ધ છે, તેમ કહ્યું છે.
પૃષ્ટ ૪૫ ઉપર લખ્યું છે કે આ પાંચમા આરામાં મને સંયમી ગુરુ નથી મળ્યા એ મારા પાપનો ઉદય છે અને એટલે મારો સંયમ પણ સાચો નથી.
પૃષ્પ ૪૪ પર લખ્યું છે કે હું પણ નામ માત્રનો (સંવેગી) તપાગચ્છી છું.
આ બુદ્ધિવિજયજી બીજા કોઈ નહીં પણ સ્થાનકવાસી ધર્મ ત્યજીને જવાવાળા આત્મારામજી મ. સાહેબે જેમને પોતાના ગુરુ બનાવ્યા હતા અને ગુરુએ જેમનું નામ વલ્લભવિજય રાખ્યું હતું.
(મુખ વત્રિકામાં પાશ્ચાત્ય વિદ્વાનોની પ્રમાણ વાત) 1. Chamber's Encyclopoedia Volume VI
London 1906, Page 268.
"The Yati has to lead a life of continence and abstinence; he should wear a thin cloth over his mouth to
જ
રાજક? : ક
કાકાર કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org