________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
|| પ૭
“એક કાને” ધ્વજ સમ કહી, ખાંધે પછેવડી ધાર,
કેડે ખોસી કોથળી, ના આવે પુણ્ય ને કામ. કેરી આનો સાર તો એ જ છે કે મુહપત્તિ મોઢા પર બાંધવી જોઈએ, બાકી તો બધા વિવિધ દૂષિત પ્રકારો છે, જેમાં કોઈ પુણ્ય અર્થાત્ ધર્મ નથી. (૬) મંદિરમાર્ગે આચાર્ય શ્રી લબ્ધિવિજયજી હરીબલ મચ્છી કે રાસ' પૃ. ૭૩ માં લખે છે કે
સુલભ બોધિ જીવડા, માંડે નિજ ષટ કર્મ,
સાધુ જન મુખ મુહપત્તિ, બાંધી કહે જિન ધર્મ. ૧ અહીં પણ મોઢા પર મુહપત્તિ બાંધીને જિન ધર્મ-જિનોપદેશ કરવાનું કથન છે. (૭) “સાધુવિધિ પ્રકાશમાં કહ્યું છે–સાધુ પ્રતિલેખના કરતી સમયે મુહપત્તિ બાંધી લે. (૮) મંદિર માર્ગી પ્રભસૂરિકૃત યતિદિનચર્યા સટીકીમાં કહ્યું છે કે સાધુ શૌચાદિ જાય ત્યારે પણ મુહપત્તિ બાંધી લે. (૯) હેમચંદ્રાચાર્ય કૃત યોગ શાસ્ત્રની કૃતિમાં કહ્યું છે કે ભણતી વખતે અને પ્રશ્ન વગેરે પૂછતી વખતે મુહપત્તિ બાંધીને પ્રશ્ન પૂછે અથવા ભણાવે. (૧૦) મંદિર માર્ગ દ્વારા બનાવેલ “શતપદી' ગ્રંથમાં કહ્યું છે કે ઉપદેશ દેતી વખતે પણ સાધુઓએ મુહપત્તિ બાંધવી. (૧૧) “આચાર દિનકર મંદિર માર્ગીઓના બનાવેલ ગ્રંથમાં લખેલું છે કે મકાનનું પ્રમાર્જન કરતી વખતે અને વાંચનાદિ કાર્યોમાં પણ માં પર મુહપત્તિ બાધે. (૧૨) મંદિર-માર્ગી આચાર્યોએ બનાવેલ બૃહત્કલ્પ ભાષ્યમાં કહ્યું છે કે ગણધર મહારાજ પણ વ્યાખ્યાન વાંચતી વખતે મુહપત્તિ બાંધતા હતા. (૧૩) મંદિર માર્ગીઓ દ્વારા બનાવેલ નિશીથ ચૂર્ણિમાં લખ્યું છે કે કોઈની સાથે વાર્તાલાપ કરતી વખતે સાધુએ મુહપત્તિ બાંધી લેવી જોઈએ. (૧૪) પ્રતિક્રમણ કરતી વખતે મુહપત્તિ બાંધવાનું તો કેટલાય મંદિરમાર્ગી આચાર્યોએ પ્રતિક્રમણના વિવિધ ગ્રંથોના પ્રારંભમાં જ લખ્યું છે. (૧૫) મંદિર માર્ગીઓ દ્વારા રચેલ “પ્રવચન સારોદ્ધાર' ગ્રંથમાં લખ્યું છે કે મુહપત્તિ સંપાતિમ જીવોની રક્ષાને માટે છે. (સંપાતિમ જીવોની રક્ષા મુખ પર બાંધવાથી જ થાય, હાથમાં રાખવાથી કે કમર પર લટકાવવાથી નહીં). (૧૬) મંદિર માર્ગી બુદ્ધિ વિજયજીએ પોતાના વૃદ્ધ સંતોને પ્રશ્ન કર્યો કે ઘડીએ ઘડીએ આમ મુખ પર મુહપત્તિ કેમ બાંધો છો ? ત્યારે વૃદ્ધ સંતોએ જવાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org