________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
૫
હાથમાં રાખવી એ આગમ આજ્ઞા વિરુદ્ધ પ્રવૃત્તિ છે, આ ઉક્ત પરિણામથી સ્વતઃ સિદ્ધ થાય છે.
આજ પણ સેંકડો દેરાવાસી સાધુ અને કેટલાય આચાર્યો ઉઘાડા મ્હોં એ ન બોલવું” એ વાત સ્વીકારે છે અને તેનું પાલન ન થઈ શકવાને તે પોતાની કમજોરી છે, તેમ સ્વીકારે પણ છે. તેમ છતાંય કેટલાંક રીઢા તર્કબાજ લોકો એમ પણ કહેવા લાગે છે કે ઉઘાડા મ્હોંએ વાત કરવામાં પાપ છે તો ખુલ્લા નાકે શ્વાસ લેવાય છે તેને કેમ રોકશો?
આ કેવળ કુતર્ક છે, કેમ કે વિષય છે ખુલ્લા મોઢે ન બોલવાનો, જેને પ્રાચીન મંદિર માર્ગે આચાર્યોએ અનેક ગ્રંથોમાં સ્વીકારેલ છે અને આજે પણ પ્રત્યક્ષ સેંકડો સાધુ સ્વીકારે છે. (૪) મુખવસ્ત્રિકા બાંધવાથી સંમૂર્છાિમ જીવોની હિંસાનું કથન પણ અસંગત છે. કેમ કે આ મંદિર માર્ગી લોકો ઘૂંક અને પરસેવામાં સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિ થાય છે, તેમ પોતાના મનથી માને છે. તેમ છતાં તેમને જ્યારે પૂછવામાં આવે કે ૪-૫ કલાક સુધી ગર્મીમાં વિહાર કરવાથી તમારા શરીરના પરસેવાથી ચાદર ચોલપટ્ટા વગેરે વસ્ત્રો લથપથ થઈ જાય છે ત્યારે શું તેમાં સંમૂર્છાિમ જીવો ઉત્પન્ન નથી થતા? ત્યારે જવાબમાં તેઓ કહે છે કે તે વસ્ત્રો શરીર પર હોવાથી શરીરની ઉષ્મામાં સંલગ્ન રહેવાથી સંમચ્છિમ જીવો ઉત્પન્ન થતા નથી. જ્યારે તે વસ્ત્રોને શરીર પરથી કાઢીને જુદા રાખવામાં આવે ત્યારે તેના એક મુહૂર્ત પછી જ તેમાં સંમૂર્છાિમ જીવો ઉત્પન્ન થઈ શકે છે, પણ જ્યારે તે શરીર પર હોય ત્યારે સંમૂર્છાિમ જીવ ઉત્પન્ન થતા નથી. આથી તેમને કહેવામાં આવ્યું કે જુઓ અમારી મુહપત્તિ તો તમારી ચાદર કે ચોલપટ્ટાની સરખામણીએ અમારા શરીરની વધારે નીકટ છે, તો તેમાં લાગનારા ઘૂંકમાં શરીરની ઉષ્માને કારણે જીવ ઉત્પત્તિ થાય કે કેમ? તો જવાબ મળે કે ના, પણ તે ખોલીને રાખો તો એક મુહૂર્ત પછી એમાં સંમૂર્ણિમ જીવ ઉત્પન્ન થાય, તો તે વખતે તેમને સમજાવાય છે કે જુઓ અમારી મુહપત્તિ બાંધવાથી આગમ સિદ્ધાંતનું પાલન પણ થાય છે અને સંમૂર્છાિમ જીવ પણ ઉત્પન્ન થતા નથી; કેમ કે તે મુહપત્તિ હંમેશાં મોઢા પર બાંધેલી જ રહે છે. શરીરની ઉષ્માથી જો ચાદરચોલપટ્ટામાં પરસેવાનાં પણ સંમૂર્છાિમ જીવ ઉત્પન્ન ન થાય તો, તેજ પ્રમાણે શરીરની ઉષ્માને કારણે મુહપત્તિમાં પણ થંક વગેરેના સંમૂર્છાિમ જીવ ઉત્પન્ન ન થાય તેમ માનવું આવશ્યક થઈ ગયું. પરંતુ મુહપત્તિ દિવસ ભર હાથમાં રાખવામાં સંમૂર્છાિમ જીવો ઉત્પન્ન થવાનો ભય પણ નિરર્થક જ રહ્યો અને બેધડક ઉઘાડા મુખે બોલ્યા કરવામાં જિનાજ્ઞાનો ભંગ થાય તે વાત સ્પષ્ટપણે સ્વીકારવી જ પડે અર્થાત્ મુહપત્તિ ન બાંધીને છેવટે તો નુકસાનીમાં જ રહ્યા. ફાયદો તો તેમાં કશો ય થયો નહીં. ઉર્દુ વારંવાર હાથને ઊંચા-નીચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org