________________
૫૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
મુખ
વસ્ત્રિકા વાર્તા
જિજ્ઞેશ ઃમુખ વસ્તિકાને બાંધવી અને હાથમાં રાખવી આ વિષયમાં આગમ આશય શું છે તથા પ્રાચીન પદ્ધતિ કઈ હતી ? જ્ઞાનચંદઃ- આ વિષયનું વર્ણન આગમ સારાંશના છેદ શાસ્ત્ર ખંડ–૪માં કરેલું જ છે. વિસ્તૃત જાણકારી તેના અધ્યયનથી પ્રાપ્ત કરવી જોઈએ.
મુખ્ય તત્ત્વ એ છે કે.....
(૧) ઉઘાડા મોંએ બોલવું, મુખવસ્ત્રિકાથી મુખને ઢાંકયા વિના બોલવું, એ સાવધ ભાષા છે. આ પ્રકારે બોલવું કોઈપણ સાધુ સાધ્વીને કલ્પે નહીં. આ તત્ત્વમાં મંદિર માર્ગીઓ તથા સ્થાનકવાસીઓ એક મત છે.
(૨) મુખવસ્ત્રિકા એ સાધુનું આવશ્યક ઉપકરણ છે, જેનું પ્રયોજન જીવ રક્ષા કરવાનું મુખ્યપણે છે અને મુનિપણાનું પણ આ આવશ્યક અંગ ગણાય છે. અચેલ વસ્ત્ર રહિત રહેનારા સાધુઓને માટે પણ મુખવસ્ત્રિકા અને રજોહરણ આવશ્યક માનવામાં આવ્યા છે.
મુખવસ્ત્રિકા બાંધનારા સાધુઓની મુખવસ્ત્રિકા મુનિર્લિંગના રૂપમાં સ્પષ્ટ ઉપયોગમાં આવે છે અને મુનિર્લિંગ રૂપમાં દેખાય પણ છે.
પરંતુ મુખ પર ન બાંધીને હાથમાં રાખનારાને માટે એ રૂમાલ જેવી લાગે છે અથવા ચોલપટ્ટકમાં લટકાવી દેવાથી તો ઘણીવાર તે દેખાતી પણ નથી અને ઘણી વખત સાધુઓને તે શોધવા જાય તોય ક્યાંય પોતાની મુહપત્તિ જડતી નથી, તે વખતે તેઓ ચાદરના પાલવને(પલ્લાને) મુખવસ્ત્રિકા બનાવી લે છે અને દેરાવાસી સાધ્વીઓ તો ઘણે ભાગે ચાદરના પાલવને જ મુખવસ્તિકાના સ્થાને મોઢા સામે ઢાંકીને બોલે છે, જે સ્પષ્ટપણે સાધુપણાની ઉપેક્ષાનું કર્તવ્ય છે જે મુખવસ્ત્રિકા મોં પર ન બાંધવાથી થાય છે.
(૩) જીવરક્ષાનો તથા ઉઘાડા મોઢે નહીં બોલવાનો જે ભગવતી સૂત્રનો સર્વમાન્ય એક મત સિદ્ધાંત છે, તેનું પાલન પણ મુખવસ્તિકાને હાથમાં રાખીને થતું નથી. પ્રમાણ માટે આ એક સત્ય વાત છે કે આજે લગભગ ૬૦૦૦ સાધુ સાધ્વી એવા છે, જે મુખ પર મુહપત્તિ બાંધવાના બદલે હાથમાં રાખે છે અને તેમાંથી કદાચ એક પણ સાધુ કે સાધ્વી એવા નહી હોય જેમણે પોતાના પૂરા દીક્ષાકાળમાં ક્યારે ય ખુલ્લા મ્હોંએ વાત ન કરી હોય અને આમ ભગવતીના એ સર્વમાન્ય સિદ્ધાંતનું ઉલ્લંઘન ન કર્યું હોય. બસ આ જ પરિણામ પુરવાર કરે છે કે મુખવસ્ત્રિકા મ્હોં પર બાંધવાથી જ સિદ્ધાંતની સાચી રક્ષા સંભવી શકે. એટલે મુખવસ્ત્રિકા ને મ્હોં પર બાંધવી એ આગમ સંમત તથા આગમ આજ્ઞાપોષક પદ્ધતિ છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org