________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
પ૧
ताहे भणियं तेण महाणुभागेण गोयमा जहा भो भो पियंवए ! जइ वि जिणालये, तहा वि सावज्जमिणं णाहं वायामित्तेण एवं आयरिज्जा. एयं च समय सारयरं तत्तं जहाट्ठियं, अविविरीयं, णीस्संक भणमाणेणं तेसि मिच्छदिट्ठी कुलिंगीणं साहुवेसधारीणं मज्झे गोयमा ! आसंकलियं तित्थयर नामकम्म गोयं તેમાં વલયામેળ આરિણ, પામવાવ સીકો મોહિા – મહાનિશીથ સૂત્ર, અધ્યયન–પ, સૂત્ર-૧ર૯.
આ સૂત્ર હરિભદ્ર સૂરિના સમકાલમાં બન્યું હશે. કેમ કે આ સૂત્રમાં હરિભદ્રસૂરિનો નામોલ્લેખ પણ છે. આ સૂત્રને મંદિર માર્ગીઓ પોતાનું આગમ માને છે. જ્યારે સ્થાનકવાસીઓ પોતાના ઉર આગમોમાં આ સૂત્રને માન્ય નથી ગણતા એટલે દેશવાસીઓનું આ વ્યક્તિગત માન્યતાવાળું સૂત્ર છે, જે સ્થાનકવાસીઓના લોકાશાહના સેંકડો વર્ષો પહેલાં બની ગયેલું હતું. જ્યારે દેરાવાસી ધર્મ ભસ્મગ્રહને કારણે વ્યાપક બનેલ હતો ત્યારે પણ આવા શાસ્ત્રોના પાઠ બન્યા છે અને આવું નિર્ભય રીતે કહેવાવાળા આચાર્યોની જ પોતાના સૂત્રમાં પ્રશંસા, ગુણગ્રામ કરીને તેના દ્વારા તીર્થકર ગોત્ર બાંધીને એક ભવ કરીને મોક્ષ જવાનું બતાવે છે. એટલા માટે જ ઉપર કહેવામાં આવ્યું છે કે દેખાદેખી ગાડરિયા પ્રવાહથી અંકુરિત થઈ વટવૃક્ષ બનેલ આ મંદિરમાર્ગી ધર્મ છે.
આ સૂત્રમાં એક બીજી મહત્વપૂર્ણ વાત પણ છે, જેમ કે– પ્રશ્ર– હે ભગવાન્ ! કુગુરુ ક્યારે થશે? ઉત્તર- હે ગૌતમ! સાડા બારસો વર્ષ વીત્યા પછી કુગુરુ થશે.
આ પ્રશ્નોત્તરમાં ભગવાને એમ કહયું છે કે તેમના શાસનના ૧૨૫૦ વર્ષ વીત્યા પછી આ શાસનમાં કુગુરુ એટલે કે ખોટા સાધુ થશે અર્થાત્ તેઓ ખોટું આચરણ આચરીને ખોટો ધર્મ ચલાવશે.
- હવે પાઠક એમ વિચારે કે સ્થાનકવાસી અને વીર લોકાશાહ તો વીર નિર્વાણના ૨૦૦૦ વર્ષ પછી થયાં, એટલે કુગુરુ અને તેમનો કુધર્મ તો તે પહેલાં જ પ્રગટ થઈ ચૂક્યો હતો.
કલ્પસૂત્ર અનુસાર ભસ્મગ્રહના પ્રભાવથી અવનતિવાળો ધર્મ તો આ મંદિર માર્ગી ધર્મને જ કહેવાયો છે અને ૨૦૦૦ વર્ષ પછી, ભસ્મગ્રહ દૂર થયા પછી ધર્મ ઉન્નત થવાનું જે કહ્યું છે તે સમયે જ સ્થાનકવાસી ધર્મ પ્રગટ થયો છે. અર્થાત્ મંદિર માર્ગીના વ્યક્તિગત આ બે શાસ્ત્રો (કલ્પસૂત્ર અને મહાનિશીથ સૂત્ર) માંથી જે સિદ્ધ થાય છે, તે મુજબ તો તેમનો પોતાનો જ ધર્મ અવનતિવાળો અને ખોટો ધર્મ છે એવું સાબિત થાય છે અને તેમના સાધુ જ કુગુરુની સંજ્ઞામાં ઉપલક્ષિત કરવામાં આવ્યા છે, તેમના જ આ શાસ્ત્રોમાં !!
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org