________________
પ૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
પ્રવાહની જેમ આ ધર્મની વિકૃતિનું બીજ વધીને વટવૃક્ષ થઈ ગયું. પછી વ્યાપક બનીને સાધુ સાધ્વીઓમાં અને શ્રાવક-શ્રાવિકાઓમાં વ્યાપ્ત બની ગયું. જિશ – ખોટો ધર્મ હોવા છતાં આટલો અધિક વ્યાપક કેમ બની ગયો? જ્ઞાનચંદ – મંદિર માર્ગીઓએ અહીં-તહીંથી જોડી જોડાઈને એક કલ્પસૂત્ર બનાવ્યું છે અને તેને તેઓ ભગવદ ભાષિત માને છે. તેમના પ્રિય તે શાસ્ત્રમાં જ લખ્યું છે કે ભગવાનના નિર્વાણના સમયે તેમને ભસ્મગ્રહનો સંયોગ હતો, જેના કારણે ભગવાનનું શાસન ૨૦૦૦ વર્ષ સુધી વધુમાં વધુ અવનતિ થતું ચાલ્યા કરશે, પછી પુનઃ તેની ઉન્નતિ થશે. આ કારણે તેમના તે શાસ્ત્રથી પણ તે લોકો ખોટા અને અવનત ધર્મના ભાગી બન્યા છે. ખરેખર જ્યારે ૨૦૦૦વર્ષભગવાનના શાસનને પૂરા થયા ત્યારે ઉન્નતિરૂપે સ્થાનકવાસી ધર્મરૂપ જૈન ધર્મનું પુનરુત્થાન થયું. એટલે મંદિર મૂર્તિનું ઉક્ત બધું કાર્ય તે ભસ્મગ્રહના પ્રતાપે થયું એવું મંદિર માર્ગી લોકોના પેલા કલ્પસૂત્રથી સિદ્ધ થાય છે અને આ જ ભસ્મગ્રહના પ્રભાવે મધ્યકાળમાં આ મંદિરના કાર્યને પાપકારી માનનારા કોઈ સાધુ હોય ખરા, છતાં પણ તેમનું પ્રચાર-પ્રસારરૂપે કંઈ ચાલતું ન હતું. જિજ્ઞેશ :- એવું કોઈ ઉદાહરણ છે કે સ્થાનકવાસીઓના લોકાશાહની પૂર્વે પણ કોઈ સાધુ મદિર મૂર્તિને નહોતા ઈચ્છતા? જ્ઞાનચંદ – આ મંદિરમાર્ગી લોકોએ જે પીસ્તાલીસ આગમો માન્ય ગણ્યાં છે તેમાં વિચિત્ર તત્ત્વોથી ભર્યું એક શાસ્ત્ર છે, જેનું નામ “મહાનિશીથ સૂત્ર” છે. જેનું થોડું દિગ્દર્શન આ પુસ્તકમાં જ આગળ એક સંકલિત નિબંધના રૂપમાં આપવામાં આવશે. આ મહાનિશીથ સૂત્રના પાંચમા અધ્યયનના ૧૨૯માં સૂત્રમાં આ પ્રકારે કથન છે કે
એક સમયે આચાર્ય કુવલયપ્રભ વિહાર કરતાં-કરતાં ચૈત્યવાસીઓ મંદિરવાસીઓના ક્ષેત્રમાં પહોંચી ગયા. તે મંદિરવાસીઓએ તેમને વંદન સત્કાર કરી, ઉતારો આપ્યો અને યથાસમયે નિવેદન કર્યું કે “આપ અત્રે ચોમાસું કરો, આપના ઉપદેશથી સુંદર ચૈત્યમંદિર બનશે અને ઘણો જ લાભ થશે. ત્યારે તે આચાર્યે આ પ્રકારે જવાબ આપ્યો કે હે પ્રિયંવદ! ભલે આ જિન મંદિરનું કાર્ય હોય, તેમ છતાં આ પાપકારી કૃત્ય છે, એટલે હું તેમાં એક શબ્દ પણ નહીં કહું.” આ રીતે યથાયોગ્ય સારપૂર્ણ સિદ્ધાંતિક વચન નિડરતાપૂર્વક તે મિથ્યાદષ્ટિ કુલિંગી, સાધુના લિંગ માત્રના વેષને ધારણ કરનારા સાધુઓની સામે કહ્યા. આવા હિંમતપૂર્ણ સત્ય સિદ્ધાંત કહેવાના કારણે તે આચાર્ય કુવલયપ્રભે તે સમયના શુદ્ધ શ્રેષ્ઠ પરિણામો વડે તીર્થકર નામ કર્મ બાંધી લીધું અને સંસારને પરિત્ત કરી એકભવાવતારી બન્યા. અર્થાત્ એકભવ દેવનો અને એક ભવ મનુષ્યનો કરીને અંતે તે આચાર્ય મોક્ષગામી બનશે. આ પાછલા અંશનો મૂળ પાઠ આ મુજબ છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org