________________
અનુભવ અર્ક : ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
નિર્વધ હોય અને જ્યારે સંયોગ સ્વાભાવિક રીતે મળે ત્યારે પૂર્ણ થાય તો જ તે ભગવદાજ્ઞા ગણાય છે.
૪૫
આ પ્રકારે દિગંબર સાધુઓની આહાર વિધિ, એષણાના આધાકર્મી, ઔદ્દેશિક, ક્રીત, અભિહડ આદિ અનેક દોષોનો ભંડાર બની ગઈ છે. જ્યારે દશવૈકાલિક સૂત્રમાં બતાવ્યું છે કે ‘અહો ! મોક્ષના સાધન ભૂત દેહને ધારણ કરવા માટે ભગવાને કેવી નિર્વધ પાપ રહિત આહાર વિધિ બતાવી છે.’ આહાર કરતી વખતે ભિક્ષુએ આ પ્રકારે ચિંતન મનન કરવું જોઈએ. જ્યારે આનાથી બિલકુલ વિપરીત જ દિગંબર મુનિઓની આહાર વિધિ બનેલી છે.
આ વિકૃતિનું કારણ પણ તેમની એકાંતિક દુરાગ્રહ વૃત્તિ જ છે અર્થાત્ આ લોકોએ શુચિમૂલકતાનો આગ્રહ વધારે વિશેષ રૂપથી પકડી રાખ્યો છે. અભિગ્રહો અને ઘણા અનાવશ્યક તથા જાતે ઘડેલા નિયમો, અભિગ્રહો કાયમ કરી નાખ્યા
છે.
આ કારણોથી દિગંબરોની કષ્ટમય સાધના પણ સફળીભૂત નથી થતી. કેમકે અનેક સૈદ્ધાંતિક દૂષણ તેમાં ઘુસી ગયાં છે અને તેઓ દુરાગ્રહમાં પડી ગયા છે. એટલે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે—
કોઈ માસ-માસખમણની વિકટ તપસ્યા કરે, પારણામાં ફક્ત કણ માત્રનો આહાર કરે, આવી કષ્ટમય સાધના કરે તો પણ તે જિનોક્ત ધર્મરૂપ પૂનમની સામે અમાસની બરોબર પણ નથી. તેથી ફક્ત કઠિનતા જ કલ્યાણ માર્ગ નથી બની શકતી પરંતુ તેની સાથે સૈદ્ધાંતિક સુરક્ષા હોવી નિતાંત જરૂરી છે. સાધુ જીવનમાં સૈદ્ધાંતિક તત્ત્વ, અહિંસા અને એષણા સમિતિ પણ પ્રમુખ અંગ રૂપ છે. જેનો અત્યધિક ભંગ દિગંબર સંતોની આહાર વિધિમાં થાય છે. એટલે તેમના આહાર સંબંધી કઠિન નિયમો તથા શુચિ ધર્મીપણાનો આગ્રહ જિનાજ્ઞાથી બહાર છે, જ્યારે તેઓને તો તેમાં જ પ્રભુની આજ્ઞા હોવાનો ખ્યાલ છે.
આ વિચારધારાથી પાઠક સ્વયં સમજવાનો પ્રયત્ન કરે કે દિગંબર અને શ્વેતાંબર ધર્મમાં પ્રાચીન અને સમીચીન(સત્ય) ધર્મ કર્યો છે !! જિજ્ઞેશ :- આ દિગંબર ધર્મ કોણે અને કેમ ચલાવ્યો ?
જ્ઞાનચંદ :— આમ તો ભગવાનના શાસનમાં વસ્ત્ર યુક્ત અને વસ્ત્ર રહિત બંને પ્રકારના સાધકો હતા. પરંતુ એક વખત(વીર નિર્વાણ સંવત્ ૦૯માં) ‘શિવભૂતિ’ નામના એક શ્રમણને રાજાની પ્રસન્નતાથી એક રત્નકંબલ મળી. તે શ્રમણને એમાં અત્યંત મોહ થઈ ગયો. જેનું નિવારણ કરવા ગુરુએ તેના અનેક ટુકડા કરી ને બધા સાધુઓમાં વહેંચી દીધા, એ ખબર જ્યારે શિવભૂતિને પડી ત્યારે એકદમ અશાંત બની તેણે બધાને સ્પષ્ટ જણાવી દીધું કે ‘વસ્ત્ર છે ત્યાં જ આસક્તિ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org