________________
| ૪૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
સુધી આગમ જ્ઞાન અને જિન શાસન ચાલશે અને એક હજાર વર્ષ સુધી પૂર્વનું જ્ઞાન ચાલ્યું હતું. જ્યારે દિગંબર તો વીર નિર્વાણના થોડા સમય પછી જ સંપૂર્ણ આગમો વિચ્છેદ ગયા તેવું કહે છે!
દિગંબર આગમોમાં સ્ત્રી મુક્તિનો નિષેધ તથા ખંડન મળે છે. વસ્ત્ર રાખવાનો નિષેધ મળે છે, વસ્ત્રથી કે સ્ત્રીત્વથી મુક્તિ ન મળે, સંયમ પણ ન આવી શકે એવા આગ્રહ ભર્યા તત્ત્વ દિગંબર ગ્રંથોમાં જ મળશે. જેથી સ્પષ્ટ સમજાય છે કે વાસ્તવમાં તેમના આગમો આવા જ કોઈ દુરાગ્રહમાં પડવાથી પોતાના દુરાગ્રહને પુષ્ટ કરવાના લક્ષ્યથી બનાવ્યાં છે. (૩) દિગંબર સાધુઓએ પોતાના આહાર ગ્રહણમાં અભિગ્રહોના એવા ઢંગ અપનાવી રાખ્યા છે અને શુચિ ધર્મપણાના કાયદા પકડી રાખ્યા છે કે જેથી તેઓને હંમેશાં મહાન આરંભ, સમારંભ, હિંસાના પ્રેરક, અનુમોદક બનવું પડે છે. એષણા સમિતિના મૌલિક સૈદ્ધાંતિક નિયમોનો તો તેમણે ખાત્મો બોલાવી દીધો છે. આ રીતે તેમનું આહારમય જીવન ભગવઆજ્ઞાથી, અહિંસા સિદ્ધાંતથી અને પ્રથમ મહાવ્રતથી કોસો દૂર ભાગે છે તથા તે આહાર અનેક કઢંગા કષ્ટપ્રદ નિયમોથી સંકલિત થઈ ગયો છે. જેથી કરીને ભક્ત લોકો તે કષ્ટપ્રદ કઠિનતાના ચક્કરથી પ્રભાવિત બનીને મૌલિક દોષ તથા સંયમ, સમિતિથી વિપરીત, સિદ્ધાંતથી વિપરીત તથા ભગવદ આજ્ઞાથી વિપરીત, આચરણને સમજી શકતા નથી કે પોતાના સાધુ ત્રણ કરણ, ત્રણ યોગથી અહિંસા મહાવ્રતથી કેટલા પતિત થઈ રહ્યા છે? અને પોતે પણ અજ્ઞાન તથા મોહદશામાં પડીને પોતાના સાધુઓને કેટલા પતિત કરાવતા જાય છે !!
વાસ્તવમાં જોવા જઈએ તો આ દિગંબર સાધુઓ માટે ક્યારેક એક ઘરમાં તો ક્યારેક પ-૧૦ ઘરોમાં અગ્નિ પાણી વનસ્પતિનું વિવિધ પ્રકારે પાપ કરવામાં આવે છે, ત્યારે કોઈ ઘરમાં તેમનું ખાવાનું બને છે. આ સાધુઓ માટે જ કૂવા આદિમાંથી પાણી લાવવું, અનાજ દળાવવું, બધા વાસણ આદિ ધોવા, સ્વતંત્ર ચૂલા સળગાવવા, દૂધ વગેરે સામાન તેમના માટે જ સ્પેશ્યલ લાવવો, ફળો લાવવા, તેમના માટે જ સુધારવું, વળી તેમના નિયમોને યોગ્ય સ્ત્રીઓ જ ત્યાં સ્નાનાદિ કરીને હાજર રહે, મકાનની જગ્યા ઘોઈને સ્વચ્છ રાખે વગેરે ઘણી હિંસામય પ્રવૃત્તિ પ્રક્રિયાઓ કરવામાં આવે છે. આવી તૈયારી અનેક ઘરોમાં કરી રાખવી પડે છે. વળી તેમના અભિગ્રહ માટે ચાલતી કેટલીક પ્રથા ગૃહસ્થો કરે છે, જેમ કે પાણી ભરેલો કળશ લાવો, તેમાં ગુલાબનું ફૂલ નાખો, શ્રીફળ લાવો વગેરે શું શું નથી કરતાં! એટલું બધું કરે ત્યારે તેઓના અભિગ્રહપૂર્ણ થાય છે. આવા પ્રકારના અભિગ્રહો રાખવા અને લોકોમાં તેનો પ્રચાર કરવો, વળી તે અભિગ્રહોની પૂર્તિ માટે લોકો આટલી બધી પ્રવૃતિઓ કરે, એ કોઈ જિનાજ્ઞા નથી. અભિગ્રહ તો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org