________________
અનુભવ અર્ક ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
દિગંબર ધર્મનો એકાંતિક આગ્રહ કરનારાઓએ નવા શાસ્ત્રો બનાવ્યા એ તો નિશ્ચિત જ છે માટે તેઓ જ્ઞાની તો હતાં જ. એટલે સંપૂર્ણ આગમ જ્ઞાનનો વિચ્છેદ થયો એ કથન તો નિરર્થક જ સાબિત થાય છે. જેથી ઉપલબ્ધ ભગવતી આચારાંગ વગેરે આગમોક્ત તત્ત્વ પ્રમાણિક જ રહ્યાં છે.
૪૩
શંકા— હવે તુલના એવી કરવી જોઈએ કે શ્વેતાંબર આગમ વસ્ત્રના આગ્રહમાં પડવાથી બન્યા છે કે દિગંબર આગમ ? અને કોના આગમ સ્વાભાવિક રીતે જ પહેલાંથી ચાલતાં આવ્યાં છે ?
સમાધાન– આ એક સ્વાભાવિક તથ્ય છે કે જે વ્યક્તિ પોતાના એકાંતિક દુરાગ્રહથી કોઈ શાસ્ત્રની રચના કરે તો તેમાં (૧) તે પ્રતિપક્ષનું મંડન નહીં જ કરે (૨) પ્રતિપક્ષનું ખંડન અવશ્ય કરશે. આ બંને દૂષણ શ્વેતાંબર માન્ય આગમોમાં હજાર વાર શોધવાથી પણ મળશે નહીં.
શ્વેતાંબર આગમ આચારાંગ વગેરેમાં દિગંબર અર્થાત્ સાધુના વસ્ત્ર રહિત રહેવાનો ક્યાંય નિષેધ નથી કે ખંડન પણ કર્યું નથી. એનાથી ઉલટું આ આગમોમાં ઘણી જગ્યાએ અચેલ નિર્વસ્ત્ર રહેવાની પ્રેરણા મળે છે અથવા નિર્વસ્ત્ર રહેવું શ્રેષ્ઠ છે એવો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. આથી કોઈપણ સામાન્ય બુદ્ધિવાળા કે વિવેક રાખનારા એ સમજી શકે છે કે આ શ્વેતાંબર માન્ય આગમો, દિગંબર કે શ્વેતાંબર રૂપ બે ભેદ હોવાથી દિગંબરોના વિરોધમાં કે શ્વેતાંબરોના આગ્રહમાં નથી બન્યા.
આ આગમોનું અંતર નિરીક્ષણ કરતાં એમ સ્પષ્ટ સમજાય છે કે આ આગમો દિગંબરમાંથી શ્વેતાંબર બનેલા દુરાગ્રહ પ્રેરિત સાધુઓએ નથી બનાવ્યાં પરંતુ બંને પ્રકારના ધર્મને માન્ય સ્યાદ્વાદમય અવસ્થામાં બનેલા છે. અર્થાત્ વીતરાગ પ્રરૂપિત ગણધર રચિત જ આ આગમો છે; આ શ્વેતાંબર આગમોમાં અચેલ નિર્વસ્ત્ર રહેવાની ઘણી જ પ્રશંસા કરવામાં આવી છે અને તેના મહાન લાભો પણ દર્શાવ્યા છે. આ આગમોમાં સર્ચલકલ્પ અને અચેલકલ્પ બંનેનું સ્પષ્ટ મિશ્રિત વર્ણન છે. તે જોવાથી એ સહજ અનુમાન થાય છે કે આ આગમો નિષ્પક્ષ અનાગ્રહ અવસ્થામાં બન્યા હતાં, જેમાં પક્ષ કે વિપક્ષ અવસ્થાની સ્હેજ પણ ગંધ નથી. એટલે દિગંબર ધર્મમાંથી શ્વેતાંબર ધર્મના આગ્રહમાં પડવાવાળા ક્યારેય આવી નિષ્પક્ષ આગમોની રચના કરી ન શકે. તેઓ એમ જ કહે છે કે અનેતે લાધવિયં આગમ માળે પસન્થે મવદ્ અર્થાત્ નિર્વસ્ત્ર રહેવાથી દ્રવ્ય ભાવથી લઘુતાની ઉપલબ્ધિ થાય છે માટે નિર્વસ્ત્ર રહેવું ઉત્તમ, શ્રેષ્ઠ છે !
આ રીતે વિચારણા, સમીક્ષા, તુલના કરવાથી એ સ્પષ્ટ થાય છે કે આ શ્વેતાંબર આગમ નવા કલ્પિત બન્યાં નથી પરંતુ ગણધર પરંપરાથી પ્રાપ્ત પ્રાચીન આગમ જ છે. એટલે ભગવતી સૂત્રોક્ત તથ્ય સાચું છે કે એકવીસ હજાર વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org